________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જયંત પ્રે, ઠાકર
આ વિમલેશ્વરમન્દિરમાં પાંચ લિગ પાસે પાસે આવેલાં છે. તેમાં એકને નાગ તથા છત્ર છે. તેથી તે મૂળ વિમલેશ્વર મહાદેવ હશે. આ પાંચે લિંગનું સ્થાન સહેજ ઊંડું હાવાથી થોડાં પગથિયાં ઊતરીને લિંગ પાસે પહોંચાય છે. આ સ્થળે કેટલાક સાધુ રહે છે અને પૂજન આદિ કરે છે. મન્દિર સાફસૂફ અને સારી હાલતમાં છે.
લબ્ધપ્રતિષ્ટ પુરાતત્વવિદ્દ અને સંકાયના નિવૃત્ત “ ડીન . રમણલાલ ના. મહેતાએ વડોદરાનાં વિવિધ સ્થળોએ અને અન્યત્ર પણ ઘણું સંશોધનાત્મક ખોદકામ કરેલું છે. તેમનું
વડોદરાઃ એક અધ્યયન” એ નામનું એક પુસ્તક મ. સ. વિશ્વવિદ્યાલયની સયાજ સાહિત્ય માળામાં કેટલાંક વર્ષો પહેલાં પ્રકાશિત થયું છે. તે પૃ. ૨ ઉપર તેમણે એમ જણાવેલું છે કે આ મંદિરમાંના લિંગના ચક્કસ સ્થળનું અવલોકન કરતાં સમજાય છે કે મૂળ ખુલ્લી જગામાં રહેલા લિગ ઉપર આ ઘુમ્મટવાળું મંદિર પાછળથી બાંધવામાં આવ્યું છે અને એ મન્દિરની રચનામાં ઉપયોગમાં લેવાયેલી ઈંટોને પ્રકાર જોતાં એમ કહી શકાય કે આ પ્રકારની ઈટાનો ઉપયોગ સત્તરમા શતકમાં શરૂ થયેલો.
અહીં એ નોંધવું રસપ્રદ થશે કે જે ગ્રન્થમાં આ તીર્થસ્થળની વિગત આપેલી છે તે “વિશ્વામિત્રીનાથ' પણ સત્તરમા શતકમાં રચાયેલો લાગે છે.
આ તીર્થ વિશ્વામિત્રી નદીના પશ્ચિમ કિનારા ઉપર આવેલું છે.
(૨) જગપુર :-- આ સ્થળનામને ઉલેખ બે સ્થળે આવે છે ? ( ) ચોઘTeતર નregણમોતઃ
મ: સવંગજનૂન ઘડ્રમ ફુવા:૨: I {.૨ અર્થાત જે તે વિમલેશ્વરતીર્થમાં જગપુર સમીપે એક ઈષ્ટફળ આ૫નાર વડનું ઝાડ
હતું. '
2
.
(આ) સમતો વિમો ગાતો મગ મહેર
विमलेश्वरनाम्ना त्वं स्थिरो भव जगत्पुरे ॥ १९.२९ ॥ અર્થાત—“ સમલ એ હું અહીં વિમલ બની ગયું તેથી હે મહાદેવ ! અહીં જગપુરમાં આપ વમલેશ્વર નામ ધરીને સ્થિર થાઓ.”
આ બે ઉલેખ ઉપરથી એટલું સ્પષ્ટ સમજાય છે કે જગપુર એ નામનું કોઈ ગામ હશે જેમાં વિમલેશ્વરનું તીર્થક્ષેત્ર આવેલું હશે. પરંતુ આ સ્થળની આસપાસમાં આવા નામનું કોઈ ગામ હાવાનું આપણે જાણતા નથી. ગુજરાતને છતહાસ પણ કેવળ એક જ જગપુરને એાળખે છે અને તે છે ગુજરાતના સૌરાષ્ટ્ર પ્રદેશમાં છેક પાશ્ચમ સમુદ્રતટ ઉપર આવેલું પ્રાંસદ્ધ યાત્રાધામ દ્વારકા.
પ મહેતા રમણલાલ નાગરજી: ‘વડોદરા: એક અધ્યયન', પ્ર. નિયામક, પ્રાયવિદ્યા મન્દિર. મ. સ. વિશ્વવિદ્યાલય, વડોદરા, ૧૯૮૭, આ. ૧, ૫, ૨
For Private and Personal Use Only