________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વડોદરાને એક રાસ ઉલ્લેખ
- આ તીર્થમાં સ્નાન કરીને વિમલેશ્વરનું પૂજન કરનારને એક હજાર ગાયના દાનનું પુણ્ય મળે છે. આ સ્થળે કેવળ શાકનું ભોજન બ્રાહ્મણોને કરાવે તેને પણ એક કરોડ વાનગી જમાડવાનું પુણ્ય મળે. અહીં ભક્તપૂર્વક શ્રાદ્ધ કરનારના પિતૃઓ તૃપ્ત થઈને તેની ઈચ્છાઓ પૂર્ણ કરે છે. અહીં સ્નાન કરીને વિમલેશ્વરદેવને વિધિપૂર્વક પૂજે તેને છસે સંવત્સર સુધી ગર્ભવાસ કરો પડતું નથી."
અહીં આ ઓગણીસમો અધ્યાય પૂરો થાય છે. આ વૃત્તાન્તમાં ચાર મહત્ત્વની વાતો જણાય છે: (૧) વિમલેશ્વર તીર્થની સ્થાપના અને તેનું માહાભ્ય; ' (૨ ) જગપુર નામના સ્થળમાં આ તીર્થ ઊભું થયું તે જગપુર એટલે આજનું કર્યું સ્થળ હોઈ શકે તેને વિચાર કરવાનું આવે;
(3) વિશ્વામિત્ર ઋષએ જેને સુવર્ણમય થવાના આશીર્વાદ આપ્યા તે ચમત્કારિક વડ વિષે કોઈ માહિતી મળે તે મેળવવી જોઈએ; અને
(૪) આ વડની પાસે તેના નામને અનુરૂપ “વટ૫ક નામના નગરની સ્થાપના વિશ્વામિત્ર ઋષિએ કરી તે નગર કયું હશે તેનો નિર્ણય કરવાને પણ પ્રાપ્ત થાય છે.
આ ચારે બાબતની સંક્ષિપ્ત છણાવટ કરી લઈએ.
(૧) વિમલેશ્વરતીથ :–આ સ્થળ આજે એ જ નામથી વડોદરામાં અસ્તિત્વ ધરાવે છે. મહારાજા સયાજીરાવ વિશ્વવિદ્યાલયના સાહિત્ય કલાસંકાય (ફેકલ્ટી ઑફ આટર્સ)ની પાસે તે જ કંપાઉન્ડમાં આ મહાદેવનું મન્દિર આવેલું છે. પ્રસ્તુત ગ્રન્થમાં જણાવ્યું છે કે કામેશ્વરતીર્થથી તે અર્ધા કેશને અન્તરે આવેલું છે. ૬ કામેશ્વરતીર્થ તે વડોદરાના સયાજીબાગ કે કમાટીબાગમાં આવેલ કામનાથ મહાદેવનું સ્થળ. ત્યાંથી આશરે આટલા અન્તરે જ આ વિમલેશ્વરમંદિર આજે પણ સ્થિત છે.
५ तत्र तीर्थे नरः स्नात्वा पूजयेविमलेश्वरम् ।
गोसहस्त्रफलं तस्य जायते नात्र संशयः ।। विमलेश्वरमासाद्य ब्राह्मणान् यस्तु भोजयेत् । शाकेनापि सदाचारं कोटिभोज्यफलं लभेत् ।। तत्र स्नास्वा नरो भक्त्या श्राद्धं कृत्वा विधानतः । पितरस्तप्तिमायान्ति प्रददति समीहितम् ॥ स्नात्वा यः पूजयेद्देवं विधिना विमलेश्वरम् ।
દામંજુરે વાસઃ સંયવાન ઘ છે. ૧૯.૩૧-૩૪
૬ કોણાર્થે તુ તતઃ પુણે વાવને મિનેશ્વરમ્ ૧૯,૧ તતઃ એટલે તેનાથી એટલે ૧૮ મા અધ્યાયમાં જેની ક્યા છે તે તીર્થથી અર્થાતકામેશ્વરતીર્થથી.
For Private and Personal Use Only