Book Title: Swadhyay 1994 Vol 31 Ank 01 02
Author(s): Mukundlal Vadekar
Publisher: Prachyavidya Mandir Maharaja Sayajirao Vishvavidyalay

View full book text
Previous | Next

Page 25
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir તૈત્તિરીય ઉપનિષદના બાયકાર ૨૧ કાર્યમાં તેઓને કંડલના વાઘુલગેત્રના ભાવનાવાની ઘણી જ પ્રેરણા મળી હતી. તેઓ ૧૬મી સદીના મધ્યભાગમાં થઈ ગયા. તિરુપતિ બાલાજીના તેઓ ઉપાસક હતા. રામાયણ પર ટીકા લખવા માટે સ્વપ્નમાં તેઓને પોતાના ઈષ્ટદેવની પ્રેરણા થઈ હતી. તે. ઉ. પર મિતાક્ષરી નામની ટીકાતે દેવનાગરી લિપિમાં સંપૂર્ણ લખાયેલી છે. પરંતુ પ્રકાશિત થઈ નથી. આ ઉપરાંત રામાયણ અને શ્રીસૂક્ત પર ટીકાઓ લખી છે. (૧૯) જયગોપાલ ભટ્ટ –તેઓ વલ્લભ સંપ્રદાયના હતા. તેમણે તૈ. ઉ. પર ટીકા લખી છે તે ગુજરાતી ભાષામાં ગુજરાતી પ્રેસ બોમ્બ તરફથી ૧૯૧૯માં પ્રકાશિત કરવામાં આવી છે.૧૯ " (૨૦) જ્ઞાનામૃતયતિ–તેઓ અદ્વૈત વેદાન્તન હતા. ઉત્તમામૃતતિના શિષ્ય તેઓ જ્ઞાનામૃત તરીકે પણ ઓળખાય છે. તેમણે દશમહાઉપનિષદ, નષ્કર્મેસિદ્ધિ અને સાંખ્યસૂત્ર પર ટીકા લખી છે. તે. ઉ. ટીકાના પ્રકાશન અંગેની માહિતી મળતી નથી. (૨૧) જ્ઞાનયતિ :-તેમના જીવનવૃત્તાંત અંગે કોઈ જ માહિતી ઉપલબ્ધ નથી. તેમણે તે. ઉના શાંકરભાષ્ય પર ટીકા લખી છે. તેમના નામ વિશે શંકા છે કે તેઓ કદાચ આનંદગિરિ પણ હોઈ શકે. ૨૦ (૨૨) કાન્થમણિ શર્મા –તેમના વિશે કોઈ માહિતી મળતી નથી. પરંતુ તેઓ શુદ્ધાત સંપ્રદાયના હતા. તેમણે તે. ઉપર ટીકા લખી છે. પરંતુ પ્રકાશન વિશે ચોક્કસ માહિતી નથી. ૨૧ (૨૩) કરનારાણુ - તેમના અંગત જીવન વિશેની માહિતિ પ્રાપ્ત નથી. પરંતુ તેમણે લખેલી હૈ. ઉ. ટીકાની હસ્તપ્રત જે ઉપલબ્ધ છે અને તે સુદર્શન પ્રેસ, કાંજીવરમથી ૧૯૦૫માં પ્રકાશિત કરવામાં આવી છે. ૨૩ (૨૪) માધવાચાર્ય – તેમના પિતાનું નામ માયણ અને માતાનું નામ શ્રીમાથી અથવા શ્રીમતી હતું. તેઓ આંધ્ર પ્રદેશના ભારદ્વાજ ગોત્રોત્પન્ન કૃષ્ણયજુર્વેદીય બ્રાહ્મણ હતા. તેઓ ઈ.સ. ૧૨૯૬ થી ૧૩૮ ૬માં થઈ ગયા. તેઓ સાયણના મોટાભાઈ હતા. તેઓ વિજયનગરના રાજા હરિહર બુકાના પ્રથમ પ્રધાન હતા. તેઓ ઈ.સ. ૧૩૪૭ થી ૧૩૭૭ સુધી મંત્રીપદે રહ્યા. ત્યારપછી ઈ.સ. ૧૩૭૭માં સંન્યાસ લીધે અને વિદ્યારણ્ય નામ ધારણ કર્યું, તેમના સંન્યાસગુરુ ભારતીતીર્થ (૧૩૮૦ ઈ.સ.)ના અવસાન પછી તેઓ મુંગેરીમઠના અધિપતિ તરીકે નિયુક્ત થયા. છ વર્ષ સુધી અધ્યક્ષપદે રહ્યા અને ઈ.સ. ૧૩૮૬માં તેઓ નિર્વાણ પામ્યા. ૨૪ 19 જુએ, CIOL, Vol. Il part I, p. 2697 20 Kunjuniraja K, op cit,, Vol. VII, p. 333. 21 Shah J. G,, op.cit., p. 502, 22 A catalogue of MSS preserved in BOI Vol. I. pp. 96-99. 23 જુઓ CIOL, Vol, II. part 1, p. 2696. ૨૪ વધુ વિગત માટે જુઓ, કષાદયાય દેવ, મારા સાથળ મૌર માધવ પૃ. ૧૪૭-૧૫૩. For Private and Personal Use Only

Loading...

Page Navigation
1 ... 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108