________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સૈનિરીય ઉપનિષદના ભાષ્યકાર
(૭) આનંદતીર્થ ઉર્ફે મળ્યાચાર્ય –તેઓ દંતસંપ્રદાયના સ્થાપક હતા. તેમને જન્મ ઉડિપિ તાલુકાના રજકક્ષેત્ર નામના ગામમાં બ્રાહ્મણ કુટુંબમાં થયે હતો. તેમના પિતાનું નામ મધ્યગે, અને માતાનું નામ વેદવતી હતું. બાળપણમાં તેઓ વાસુદેવ તરીકે ઓળખાતા હતા. સાત વર્ષની ઉંમરે યજ્ઞોપવીત ધારણ કર્યા પછી થતમ થી લય નામના ગુરુ પાસે ભણવા ગયા. અગિયાર વર્ષની ઉમરે એકદંડી પંથના આચાર્ય અયુતપ્રેક્ષા પાસેથી સંન્યાસ ગ્રહણ કરી પૂર્ણપ્રજ્ઞ કહેવાયા. સાત વર્ષ પછી તેઓ અયુતપ્રેક્ષાના ઉત્તરાધિકણી તરીકે નિમાયા ને આનંદતીર્થ નામે ઓળખાયા. તેમણે સમગ્ર ભારતની ત્રણ વખત યાત્રા કરી, ઘણાં સ્થળોની મુલાકાત લીધી અને ઢંતસંપ્રદાયને ફેલાવો કર્યો. તેમણે પ્રસ્થાનત્રયી પર ભાષ્ય રચ્યાં ને વાચાર્ય કહેવાયા. ૭૮ વર્ષની ઉંમરે (૧૨૩૬–૧૩૧૭) બદરીધામમાં તેમના ભૌતિક શરીરને વિલય થશે. તેમણે તૈત્તિરીય ઉપનિષદ ભાષ્ય સહિત ૩૬ ગ્રંથે પર પોતાના ભાષ્ય રચ્યાં છે.
(૮) અપૂણાચાર્ય :-- તેમના જીવન અને કાર્ય વિશે કોઈ માહિતી મળતી નથી. પરંતુ તેમણે લખેલી હૈ. ઉ. ટીકા અડયાર અને મૈસુરમાંથી પ્રકાશિત કરવામાં આવી છે.
(૯) બલભદ્રશર્મા –તેઓ શુદ્ધાદ્વૈત વેદાન્તન હતા. તેમણે ત. ઉ. પર ટીકા લખી છે. પરંતુ તેના પ્રકાશન અંગેની માહિતી ઉપલબ્ધ નથી૧૦
(1) બાલકૃષ્ણદાસ :-તેમના જીવન વિશે કોઈ જાણકારી પ્રાપ્ત થઈ નથી. તેમણે તો. ઉ. અને અંતરય ઉપનિષદ પર ટીકા લખી છે પરંતુ તેનું પ્રકાશન અનિશ્ચિત છે. - (૧૧) બાલકૃષ્ણાનંદ -- તેઓ બાલકૃષ્ણ તરીકે પણ ઓળખાય છે. તેઓ શુદ્ધાદ્વૈત સંપ્રદાયના અનુયાયી હતા. શ્રીધરાચાર્યના શિષ્ય હતા. તેમણે સ્વયંપ્રકાશ, ગોપાલ, શિવરામ, પુરુષોત્તમ અને પૂર્ણાનંદ પાસેથી અભ્યાસ કર્યો હતો. તેમણે લખેલી તેમની આઠ કૃતિઓમાંની એક એવી તે. ઉ. ટીકાનું પ્રકાશન અનિશ્ચિત છે.
(૧૨) ભાસ્કરરાય –તેઓ ભાસ્કરરાય દીક્ષિત અને ભાસ્કરનંદનાથ તરીકે પણ ઓળખાય છે. તેઓ ગંભીરરાયના પુત્ર અને નૃસિંહ અને શિવદત્તના શિષ્ય હતા. ઈ. સ. ૧૬૨૯માં તેઓ બનારસમાં રહેતા હતા. સંન્યાસ દીક્ષા લીધા પછી તેઓ ભાસુરાનંદ તરીકે ઓળખાયા.
તેમણે લખેલી . ઉ. ટીકાના પ્રકાશન અંગેની માહિતિ ઉપલબ્ધ નથી. તેમણે અન્ય વીસ જેટલી કૃતિઓ રચી છે.
(૧૩) ભટ્ટભાસ્કરમિશ્ર –તેઓ કુમારસ્વામીના પુત્ર હતા. પરંતુ તૈત્તિરીયસંહિતાની ટીકામાં તે પોતે જણાવે છે કે તેઓ સિંહવર્મનના પુત્ર હતા. ૧૨ તેઓ તેલુગુ બ્રાહ્મણ 8 Sharma B.N.K, A History of the Davita School of Vedanta and its
literature, Vol. I, part II, p. 104. 9 Kunjuniraja K, op.cit, p. 219 10 Shah J. G. Sri Vallabhācārya, His philosophy and Religion, p. 502. 11 Aufretch, op.cit., Vol. I, p. 411 12 સિરીયસંહિતા 1.9 10, with the Com. of Bhatta Bhāskar Misra and Sayana
cārya.
For Private and Personal Use Only