________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
તૈત્તિરીય ઉપનિષદના ભાષ્યકારા
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મીના. પી. પાઠક
અંતગ ત આવેલા
તૈત્તિરીય ઉપનિષદ કૃષ્ણયજુર્વેદીય શાખાની તૈત્તિરીયસહિતાની તૈત્તિરીય બ્રાહ્મણુના ભાગરૂપ તૈત્તિરીય આરણ્યકના સાતમા, આઠમા અને નવમે ભાગ છે. કદની દૃષ્ટિએ જોઇએ તેા હૈ. . ધણું નાનું છે, ગુણુની દૃષ્ટિએ જોઇએ તે તે ધણું વિશાળ છે. તે પરમ તત્ત્વનું વર્ષોંન સરળ ભાષામાં રજૂ કરે છે. તેમાં રહેલા વિચારીએ ધણી નવી નવી દાર્શનિક ક્ષિતિજોને વિસ્તાર કર્યા છે, જે આગળ ઉપર સમગ્ર દČનશાસ્ત્ર પર પ્રભાવ પાડે છે, આ એક એવું ઉપનિષદ છે કે જેણે શંકરાચાય તે તેના પર ભાષ્ય રચવા માટે આકર્ષિત કર્યાં હતા. આ ઉપનિષદે શંકરાચાર્યને ધણા જ પ્રભાવિત કર્યા હતા, તેનું પ્રમાણુ એ છે કે શંકરાચાર્યે પેાતાના દ્મસૂત્ર ભાષ્યમાં તી. ૬ ની જુદી જુદી શ્રુતિને ૧૪૭ વખત ઉલ્લેખ કર્યો છે. શંકરાચાય પછી તેમના અનુયાયીએ આનંદગિરિ, સુરેશ્વર, શંકરાનંદ વગેરેએ સાયણ, માધવ વગેરે આચાર્યાએ તેના પર વિસ્તૃત ટીકાએ લખી.
અને
હૈ. ઉ. પર લખાયેલી ભાષ્ય કે ટીકાઆની સખ્યા Aufretch's C, C.માં ૨૫ અને બીજી ત્રણ નામ વગરની દર્શાવવામાં આવી છે. જ્યારે કે, જુનીરાજના N.C.C. માં આ સખ્યા ૪૮ બતાવવામાં આવી છે. ઉપરાંત નામ વગરની ૧૦ ટીકાઓના ઉલ્લેખ કરવામાં આવ્યા છે. પરંતુ હકીકતમાં ટીકાઓની સંખ્યા ૬૧ છે. અને બીજી ૧૦ નામ વગરની નોંધવામાં આવી છે. આ બધી ટીકાએ આ ઉપનિષદના મહત્ત્વની દ્યોતક છે. અહીં આ બધી ટીકાઓના લેખક, ટીકાનું નામ, શકય તેટલા વ્યક્તિગત પરિચય, ખીજી કૃતિ વગેરે માહિતી એકત્ર કરી દર્શાવવાને પ્રયત્ન કરવામાં આવ્યા છે. બધા લેખકોમા સમયગાળા વિવાદાસ્પદ કે શકાસ્પદ હાવાના કારણે તેઓને અહીં alphabetical Order માં કક્કાવાર ક્રમમાં દર્શાવવામાં આવ્યા છે.
(૧) અચ્યુત કૃષ્ણાનન્દતી :—તેએ ૧૧મી સદીમાં દક્ષિણ ભારતમાં થઈ ગયા. તેઓ સ્વય‘પ્રકાશાનન્દીના શિષ્ય હતા. સજ્ઞ અને અદ્વૈતાનંદ સરસ્વતી પણ તેમના ગુરુ હતા. તૈ.ઉ. પર લખેલી ટીકા ' વનમાલા' તરીકે ઓળખાય છે અને તે વાણી વિલાસપ્રેસ, શ્રીરંગમ તરફથી ૧૯૧૩માં પ્રકાશિત કરવામાં આવી છે.
‘સ્વાધ્યાય’, પુ. ૩૧, અંક ૧૨, દીપોત્સવી-વસંતપ'ચમી અંક, નવેમ્બર ૧૯૯૩ફેબ્રુઆરી ૧૯૯૪, પૃ. ૧૭–૨૭.
* પ્રાચ્યવિદ્યા મન્દિર, વડેરા.
' Aufretch T. Catalogus Catalogorum, Vol. I, p. 234.
2 Kunjuniraja K., New Catalogus Catalogorum, Vol. VIII, pp. 219-223,
સ્વા ૩
For Private and Personal Use Only