________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કાલિદાસમાં મર્યાદાબાધ
અંબાલાલ પ્રજાપતિ+
મહાકવિ કાલિદાસનાં કાવ્યો અને નાટકોનું અધ્યયન કરવાથી જણાય છે કે તેમની કૃતિઓ યુગપ્રર્વતક અને સમાજજીવનનું માર્ગદર્શન કરવામાં સશક્ત છે. વ્યક્તિ, પરિવાર, સમાજ કે દેશ અનુશાસન વિના આગળ વધી શકે નહિ. કાલિદાસનું સાહિત્ય સમાજ અને રાષ્ટ્રના ઉત્થાન માટે સાગ મર્યાદાબધને સંદેશ આપે છે. તેમણે પિતાની કૃતિઓમાં મદનદહન, સીતાત્યાગ, દુર્વાસાને શાપ, ઉર્વશીનું ખલન અને પતન, કુબેરને શાપ અને યક્ષની વ્યથા, નંદિનીવરપ્રદાન, રઘુદિગ્વિજય અને અગ્નિવર્ણનું અધઃપતન વગેરે પ્રસંગેનું સચોટ અને સૂચક વર્ણન કર્યું છે; તેમાં તેમણે સ્વસ્થ સમાજજીવન માટે વ્યષ્ટિ અને સમષ્ટિની જીવનમર્યાદાને સુપેરે અંકિત કરી આપી છે.
કવિવર્ય રવીન્દ્રનાથ ટાગોરે કાલિદાસના સર્જનને કેન્દ્રમાં રાખી પ્રેમમાં અને જીવનમાં વ્યષ્ટિ અને સમષ્ટિની મર્યાદાઓને ઉપસાવી આપતાં યોગ્ય જ કહ્યું છે જે પ્રેમમાં કોઈ બંધન નથી, કોઈ નિયમ નથી, અને સંયમદુર્ગના તૂટેલા બુરજ પર પિતાની વિજયપતાકા ફરકાવે છે, તેની શકિતને કાલિદાસે સ્વીકાર કર્યો છે, પરંતુ તેની આગળ આત્મસમર્પણ નથી કર્યું. તેમણે પિતાના કાવ્યો અને નાટકોમાં એકદમ સ્પષ્ટ કર્યું છે કે જે અંધપ્રેમસંભોગ પિતાના કર્તવ્ય પ્રત્યે પ્રમાદી બનાવે છે, તે પોતાના સ્વામીના શાપથી ખંડિત થાય છે, મહર્ષિના શાપથી વિદનરૂપ બને છે અને ક્રોધાગ્નિથી ભસ્મીભૂત થાય છે. ૧
કાલિદાસના સાહિત્યસર્જનને આધારે કહી શકાય કે તેમણે વેદ, ઉપનિષદ્દ, પુરાણ, રામાયણ, મહાભારત અને દર્શનગ્રંથને અભ્યાસ કર્યો હશે પરંતુ તેમના ધાર્મિક અને દાર્શનિક વિચારો પર ગીતાને ઊંડો પ્રભાવ જોવા મળે છે. આ બાબતનું સ્પષ્ટ સમર્થન શ્રી બળદેવ ઉપાધ્યાયે તેમના સંસ્કૃત સાહિત્યના ઇતિહાસમાં કરેલું છે. આ દર્શનમાંથી જ તેમને પ્રેરણા અને
સ્વાધ્યાય', પૃ. ૩૧, અંક ૧-૨, દીપોત્સવી-વસંતપંચમી અંક, નવેમ્બર ૧૯૯૩ફેબ્રુઆરી ૧૯૯૪, પૃ. ૧૧-૧૫,
* કાલિદાસ સમારોહ-ઉજૈન (૧૯૯૪-૯૫)માં વંચાયેલ લેખ. + સંસ્કૃત અને ભારતીય વિદ્યા વિભાગ, ઉત્તર ગુજરાત યુનિવર્સિટી, પાટણ-૩૮૪ ૨૬૫ (ઉ. ગુ.)
૧ ટાગોર રવીન્દ્રનાથ પ્રાચીન સાહિત્ય ૫, ૨૩, અનુ. મહાદેવ દેસાઈ, નરહરિ પરીખ, પ્ર. ગુજરાત સાહિત્ય મંદિર, અમદાવાદ, આ. ૨ પૃ. ૨૩. ૧૯૨૯,
२ "धर्मके अविरुद्ध काम भगवान् की ही विभूति है। (धर्माविद्धो भूतेषु कामोऽस्मि भरतर्षभ । गीता ७/११) गीताके इन वचनोंकी सत्यताको कालिदासने अपने काव्यों और नाटकों में अनेक प्रकारसे प्रमाणित की है।-उपाध्याय बलदेव, संस्कृत साहित्य का इतिहास, . સારવાર, વારાણો, સત્તન સંદર, ૧૬૬, ૬. ૨૧૪.
For Private and Personal Use Only