Book Title: Swadhyay 1994 Vol 31 Ank 01 02
Author(s): Mukundlal Vadekar
Publisher: Prachyavidya Mandir Maharaja Sayajirao Vishvavidyalay

View full book text
Previous | Next

Page 13
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org પુરાણુ : દર્શન અને વિશ ૬૦.૪૩; ૬૨. ૩૫; ૭૧,૧૪; ૯૬.૧૩). આ સૂચના સૂચવે છે કે આપેલા દાનના દુર્વ્યય ન થાય અને સાથે સાથે જરૂરિયાતવાળા ચેગ્ય બ્રાહ્મણને આર્થિક સહાય પ્રાપ્ત થાય એ મુદ્દાની પણ પૂરાણુકાએ કાળજી રાખી છે; વળી વૈદિક પ્રથા અને સાધને ઉપાયાને ત્યાગ કર્યા વિના નવા પ્રવાહો અને નવી આવશ્યકતાઓને વિવિધ ધાામક વિધિએ અને કમ કાંડની બાબતામાં અભિન્ન રીતે વણી લેવાયેલી જોવા મળે છે; એમ કહી શકાય કે આમાં સાતત્ય, પરિવર્તન અને હાનના પ્રવાહે દૃષ્ટિગોચર થાય છે. અર્વાચીન કાળમાં પર્યાવરષ્ણુના સમતુલનના પ્રશ્નની એક સમસ્યા ઊભી થઇ છે. વૃક્ષછેદન ઉપર પ્રતિબંધ અને વૃક્ષારાપણના પ્રયાગ પણ અત્યારે હાથ ઉપર ધરવામાં આવે છે. આ સંદર્ભમાં પુરાણામાં વૃક્ષારોપણુ અંગની ભલામણેા અને વૃક્ષછેદન ઉપર લાદેલા પ્રતિબંધ પુરાણુકારની અર્વાચીન વિષમ સમસ્યા પરત્વે જાગરૂકતા સૂચવે છે. Acharya Shri Kailassagarsuri Gyanmandir પુરાણાનાં ભૌગોલિક પ્રકરણા અને તીર્થ માહાત્મ્યપ્રકરણાનું અધ્યયન સૂચવે છે કે પુરાણકારો તે તે સ્થળની સામાન્ય રીતે વિશ્વસનીય માહિતી આપતા હોય છે. મત્સ્યપુરાણમાં પ્રયાગમાહાત્મ્ય, ન ામાહાત્મ્ય અને અવિમુક્તમાહાત્મ્ય, વરાહપુરાણમાં મથુરામાહાત્મ્ય તે તે તીર્થાની વિશ્વસનીય માહિતી આપે છે. મત્સ્યપુરાણાન્તગ ત નમ દામાહાત્મ્યમાં ન દ્દા અને કાવેરીના મધ્યપ્રદેશમાં એકારેશ્વર પાસેના સૉંગમ, ગુજરાતમાં નર્મદાતીરે ભરુચ પાસે આવેલ ભારભૂતિતી (હાલનું ભાડભૂત)ના ઉલ્લેખ પુરાણકારની ભૌગોલિક માહિતી નેાંધવામાં કાળજી દર્શાવે છે. ખીજા ઉદાહરણુ તરીકે સ્કન્દપુરાણાન્તર્ગત માહેશ્વરખ ડાન્તર્યંત ‘કુમારેશ્વર ’ નામક મદિરના ગૃવારના ઉલ્લેખ અત્રે આપી શકાય. . તી માહાત્મ્યના ઈતિહાસપ્રસગમાં પુરાણા પોતાની રીતે તે તે તીથ માં, તે તે નગરમાં તે તે પ્રદેશમાં આવેલાં ધાર્મિક પરિવર્તતાની નોંધ પાખ્યાન દ્વારા આપે છે; દા.ત. અવિમુક્તક્ષેત્રમાં એક સમયે યક્ષપૂજાને પ્રચાર અને પછી તેના શૈવસમ્પ્રદાયમાં વિલીનીકરણુના પ્રસંગના ઉલ્લેખ કરી શકાય. આ ઐતિહાસિક પ્રસંગને રિકેશ અને પૂર્ણ ભદ્રના ઉપાખ્યાનમાં વણી લેવામાં અને જાળવી રાખવામાં આવ્યા છે. અત્યારે પણ વારાણસી નજીક ૪૦ કીલેામીટર દૂર ભાભુ નામક ગામમાં “હરસુખરભ’” નામક દેવની પૂજા કરવામાં આવે છે; આ રિકેશયક્ષની પૂજાની યાદ આપે છે. [ ભાષાની દૃષ્ટિએ “હરસુખરમ શબ્દ ‘ હરિશ '' શબ્દને સૂચવે છેઃ હરસુ<હરિ કેશ; ખરમ<હ્મ ]. 33 આત્મહત્યાના વિષય ન્યાયશાસ્ત્રની દૃષ્ટિએ અગત્યના છે. તાથ સ્થાનેમાં અમુક વ્યક્તિએને અમુક સંજોગામાં આત્મહત્યાની છૂટ આપવામાં આવી છે; દા.ત. ગંગાતીરે ઉવ શી– રમણુતી માં અને હુંસપાંડુરતીમાં આવી છૂટ પુરાણુકારે નોંધી છે. (મત્સ્યપુરાણુ ૧૦૩.૪૪ અને પછીના ). સ્વા ૨ For Private and Personal Use Only

Loading...

Page Navigation
1 ... 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108