________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
-અબાલ પ્રજાપતિ
પ્રકાશ પ્રાપ્ત થયેલ છે. ધર્મથી અવિરુદ્ધ અને સર્વકલ્યાણકારી તત્વ એ જ તેમના “શિવ” છે, જેમની સ્તુતિ તેઓએ તેમના કાવ્યો અને નાટકોમાં કરેલ છે.
વૈદિક ધર્મ તથા દર્શને આ વિશ્વની ઉત્પત્તિ, સ્થિતિ અને લય નિમિરો તેની અંદર એક વિરાટ દેવી શક્તિને સવીકાર કરે છે. કાલિદાસે તે શક્તિમાનને શિવ’ના સ્વરૂપે નિરાયા છે. શિવ' વિશ્વના મંગલયમ તત્ત્વનું સામાન્ય નામ છે. વિશ્વને પ્રત્યેક કણ તેમની સત્તાની સૂચના આપે છે. ભગવાનની મૂર્તિ એક જ છે, જે ગુણેની વિષમતાને કારણે બ્રહ્મા, વિષ્ણુ તથા શંકરનું રૂપ ધારણ કરે છે. તવે વસ્તુતઃ એક જ છે પણ તેમનાં ત્રણ રૂપ ઉપાધિજન્ય છે. આ ત્રણે દેવોમાં જયેષ્ઠ અને કનિષ્ઠ ભાવ સામાન્ય છે. આ “શિવ જ વ્યષ્ટિ અને સમષ્ટિ બધાંને માટે કલ્યાણકારી છે. વ્યષ્ટિ અને સમષ્ટિ સહુનું કલ્યાણ છે તે ધર્મનું સ્વરૂપ છે. આ ધર્મને અનુકુલ અર્થ અને કામની પ્રાપ્તિ જ કાલિદાસને અભીષ્ટ છે. આ ત્રિવર્ગમાં તેઓએ ધર્મને જ સર્વકોષ માન્ય છે."
ધર્મના આધારે જ મદનનું દહન થયું, શકુન્તલાને શાપ મળ્યો, અતંગમિમાહમાં બનેલા યક્ષને એકવષ ને પ્રિયતમાને વિયોગ થયો. તેના પાયા ઉપર જ રઘુવંશને કીર્તિસ્તંભ રચાયે શિવ સ્વયં પાર્વતીના દાસ બની ગયા અને દુષ્યત શકુન્તલા આગળ નતમસ્તક થયું.૭ ધર્મસ્વરૂ૫ રામ રાજાઓના આદર્શ બન્યો અને કામસ્વરૂપ અગ્નિવર્ણ રઘુકુળના વિનાશનું કારણ બને, તેઓ પિતાની કૃતિઓમાં ધર્મ, અર્થ અને કામનું સામંજસ્ય સ્થાપિત કરવા માટે ઉદ્યમશીલ રહે છે. અર્થ અને કામ પિતાની સ્વતંત્ર સત્તા ટકાવી રાખવા માટે ધર્મને વિરોધ કરે છે. ધર્મને દબાવીને અર્થ પ્રબળ બનવા માગે છે. ધર્મને નાશ કરીને કામ પોતાને પ્રભાવ વધારવા માગે છે. ધર્મ દ્વારા બંનેનું નિયંત્રણ જ અનુશાસન કે મર્યાદા છે. કુમારસંમવ૬ ' મહાકાવ્યમાં મદનદહનના પ્રસંગ દ્વારા કાલિદાસે આ જ મર્યાદાબધ આપે છે.
મદન ઈચ્છતા હતા કે પાર્વતીના સુંદર રૂપને આશ્રય લઈને સમાધિસ્થ શિવના હૃદય પર પ્રહાર કરવો. પ્રકૃતિમાં વસંતનું આગમન થાય છે. ઝૂમી ઝૂમીને લતા પ્રેમ પ્રગટ કરે છે. એક જ કુસુમપાત્રમાં ભમરો પ્રિયતમાની સાથે મધુપાન કરતાં મત્ત બને છે. વ્યાધિની જેમ મદન ૩ જુઓ (૧) કાલિદાસનાં ત્રણે નાટકોના નાદિલેકો.
(૨) રઘુવંશઃ /
(ર) કુમારસંભવમ્ ૧/-૮૨ ४ एकैव मतिबिभिदे त्रिधा सा सामान्यमेषां प्रथमावरत्वम् ।
विष्णोहरस्तस्य हरिः कदाचित् वेधास्तयोस्तावपि धातुराद्यौ ॥ (कुमार०७/४४) ५ अनेन धर्म: सविशेषमय मे,
त्रिवर्गसारः प्रतिभाति भामिनि । (कुमार. ५/३८) ६ अद्यप्रभृत्यवनताङ्गि तवास्मि दासः ।
क्रीतस्तपोभिरिति वादिनि चन्द्रमौलौ । (कुमार० ५/८६) -(કાન્તકાકા: graો કળિ ).
जमपि शिरस्यन्धः क्षिप्तां धुनोत्यहिशङ्कया। (अभिज्ञानशाकुन्तलम् ७/२४) ८ मधु द्विरेफः कुसुमैकपात्रे पपौ प्रियां स्वामनुवर्तमानः । (कुमार० ३/३६)
For Private and Personal Use Only