Book Title: Swadhyay 1994 Vol 31 Ank 01 02
Author(s): Mukundlal Vadekar
Publisher: Prachyavidya Mandir Maharaja Sayajirao Vishvavidyalay

View full book text
Previous | Next

Page 8
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સુરેરાય . કાંટાવાળા ઉપપુરા પણ ૧૮ ગણવામાં આવ્યાં છે, જો કે તેમની સંખ્યા ૧૦થી અધિક છે. આ ઉપરાંત કેટલાંક પુરાણે “ જ્ઞાતિપુરાણ', “ સ્થળપુરાણ” અથવા “સ્થળમાહાત્મ્ય” તરીકે જાણુતા છે. ઉપપુરા મહાપુરાણોની જેમ સાંસ્કૃતિક ઇતિહાસના મૂલાધાર તરીકે ઓછાં કીમતી નથી. કેટલાંક ઉપપુરાણોમાં ગુપ્તકાલપૂર્વેની માહિતી પ્રાપ્ત થાય છે. મત્સ્યપુરાણમાં કેટલાંક ઉપપુરાણાને ઉલ્લેખ તેમની પ્રાચીનતા સૂચવે છે; દા. ત. નન્દીપુરાણુ. આ ઉપપુરાણુમાં નદાનું માહામ્ય ગાવામાં આવ્યું છે. (મસ્યપુરાણ ૫૩. ૬૧). બીજું એક “નાન્દી પુરાણ” છે; આમાં નંદવાણા બ્રાહ્મણ વિશે માહિતી આપવા આવી છે. (નાન્દીપુરાણ માહાસ્ય), બીજું એક “ નાન્દીપુરાણ” છે; તે નાંદેરા બ્રાહ્મણેનું ગણાય છે, આ બંને પુરાણે મત્સ્યપુરાણોક્ત “નન્દીપુરાણ”થી ભિન્ન છે. “ સાબપુરાણુ' સાબના પ્રસંગને રજૂ કરે છે (મસ્યપુરાણું ૫૩. પ૯ અને પછીના). પુરાણ/પુરાણેને લખીને, તેનું દાન પુણ્યદાયક માનવામાં આવ્યું છે. આ દાનવિધાન પ્રાચીન ભારતમાં પુરાણોની વધુ નકલે કેવી રીતે બહાર પડતી હતી, પ્રચારમાં આવતી હતી, તેયાર થતી હતી, ફેલાવો પામતી હતી, તે પ્રક્રિયા ઉપર પ્રકાશ ફેકે છે. (મસ્યપુરાણ ૫૩. ૧૨ અને પછીના). “પપુરાણ” શબ્દને સ્થાને અન્યત્ર “૩ામર” (મસ્યપુરાણ ૫૩.૫૯ ) અથવા “સાહન '' (ભાગવત પુરાણ ૧૨. ૭.૨૨ ) શબ્દ પ્રયોજાયે છે. પુરષાર્થ ચતુષ્ટયમાંને એક પુરુષાર્થ મોક્ષ છે. તેની પ્રાપ્તિ માટેના દિક માર્ગે સુવિખ્યાત છે. સ્ત્રી, શુદ્ધ અને દ્વિજબધુ માટે વેદશ્રવણને સમયના વહેણ સાથે નિષેધ ફરમાવવામાં આવ્યું અને તેથી તેમના કલ્યાણ માટે પુરાણ/પુરાણોનું સર્જન થયું, એમ પુરાણે સ્પષ્ટપણે જણાવે છે : स्त्रीशूद्रद्विजबन्धमा प्रयौ न श्रुतिगोचरा । જયતિ જુવાનો શ્રેય ઇa મલિદ ભાગવતપુરાણું ૧.૪.૨ ૬ स्त्रीशूद्रद्विजवधूनां न वेदश्रवणं मतम् । તેષામેa fફતાર્યાય પુરાજનિ તાનિ જ છે દેવી ભાગવત ૧.૩.૨૦-૨૧ આમ પુરાણકારનું એક સમાજ સુધારક તરીકે તેમજ એક feminist તરીકેનું પાસું ઊપસી આવે છે. પુરાણોને વેદને મર્મ અથવા આત્મા કહેવામાં આવ્યાં છે. તેની પ્રતિષ્ઠા પુરાણમાં રહેલી કહેવામાં આવી છે :– વેરા: પ્રતિષ્ઠિતાઃ સર્વે કુરાને નાત્ર સંશય: સારા પુરા વેઢાન પૂથીનિ તાનિ જા (સ્કન્દપુરાણ, રેવાખંડ, ૧.૨૨; નારદીયપુરાણ ૨.૨૪.૧૭). અત્રે એ નોધવું અયોગ્ય નહિ ગણાય કે પુરાણોમાં દાર્શનિક સિદ્ધાન્તની સ્થાપના બહુ સરળ અને સ્પષ્ટ રીતે કરવામાં આવી છે અને તે સામાન્ય માનવી પણ સમજી શકે એમ છે. શાસ્ત્રગ્રંથોમાં પૂર્વપક્ષ, ઉત્તરપક્ષ વગેરે રીતે વિશિષ્ટ રૂપમાં તે તે દર્શનના સિદ્ધાન્તોનું પ્રતિપાદન તે તે દર્શનના આકર અને અન્ય પ્રામાં કરવામાં આવ્યું છે; કોઈક કોઈક વાર નિરૂપણમાં કિલછતા દષ્ટિગોચર થાય છે. વેદને આત્મા પુરાણું છે. પુરાણે વેદના સારભૂત છે. આ સંદર્ભમાં મહાભારત અને પુરાણ વેદના અર્થધટન માટે “ઉપવૃંહણ”ને સિદ્ધાન્ત રજુ કરે છે. “વેદના અર્થધટનમાં ઉત્તર For Private and Personal Use Only

Loading...

Page Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 ... 108