Book Title: Swadhyay 1994 Vol 31 Ank 01 02 Author(s): Mukundlal Vadekar Publisher: Prachyavidya Mandir Maharaja Sayajirao Vishvavidyalay View full book textPage 9
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પુરાણ જ ન અને વિમ કાલીન ભારતીય સાહિત્ય મદદરૂપ છે –આ પાશ્ચાત્ય વેદવિદેના દાર્થધટનને સિદ્ધાનું અત્રે આ “ઉપવૃંહણ”ના સિદ્ધાન્તના સંદર્ભમાં સહેજે યાદ આવે એમ છે. શતપથ બ્રાહ્મણ (૧૧.૫. ૪.૧-૧૮)માં ઉપનયન સંસ્કારની ચર્ચામાં નીચે મુજબને “ લેક'' આપવામાં આવ્યું છે - आचार्यों गर्भीभवति हस्तमाधाय दक्षिणम् । तृतीयस्यां स जायते सावित्र्या सह ब्राह्मणः॥ આ “ ક”ના મુખ્ય મુદ્દાઓ નીચે પ્રમાણે છે – ૧. આચાર્યનું અતેવાસીથી ગર્ભાભવન; અને ૨. અતેવાસીને વિદ્યાપ્રપ્તિ સાથે જન્મ. મયપુરાણમાં અને અન્યપુરાણ તેમજ મહાભારતમાં કચ અને દેવયાનીના ઉપાખ્યાનમાં કચ શુક્રાચાર્યના ઉદરમાં સંજીવની વિદ્યાપ્રાપ્તિ માટે પ્રવેશ, શુક્રનું કચથી ગર્ભાભવન અને અન્ત તે વિદ્યાની પ્રાપ્તિ સાથે કચનું શુક્રના ઉદરમાંથી નિસરણ– જન્મના મુખ્ય મુદ્દાઓ છે. આ ઉપરથી સ્પષ્ટ થાય છે કે પુરાણે વેદના કેટલાંક કથની સમજૂતી અને અર્થઘટન વ્યાખ્યાનાત્મક શૈલીમાં સરળ રીતે રજૂ કરે છે. કાવ્યપ્રકાશકાર મમટાચાર્ય કાવ્યપ્રયોજનની ચર્ચા કરતાં જણાવે છે કે "काव्यं यशसे थंकृते व्यवहारविदे शिवेतरक्षतये।। સા: નિવૃત વાતાસંમિતતયોફેશને (કાવ્યપ્રકાશ ૧.૨) આ કારિકાની વૃત્તિમાં તે તાવે છે કે – सुहृत्संमितार्थतात्पर्यवन् पुराणादीतिहासेभ्यश्च । અર્થાત પુરાણોમાં તાત્પર્ય અગત્યનું છે: “ ૩ પુત્ર સાર્થકદારF ”. પુરાણેનું પ્રજને આગળ જોયું તેમ જનતાને વેદોથી અબાહ્ય રાખવાનું હોવાથી (અર્થાત્ વેદોક્ત બાબતોનું જ્ઞાન કરાવવાનું હોવાથી) પુરાણાની ભાષા સરલ, સુબોધ, પ્રવાહી અને હદયંગમ છે; છતાં તે અલંકારરહિત નથી. પુરાણોમાં અલંકારોને વિન્યાસ પણ મૂળ તાત્પર્યને લક્ષ્યમાં રાખીને કરવામાં આવ્યું છે. અહીંયાં “ અલંકાર કાવ્યગત શબ્દને શોભાદાયક ન હાઈ કાવ્યગત અર્થને ભૂષણુદાયક છે. પુરાણકારને હેતુ પ્રતિપાદિત અર્થ ધણી સરળતાથી અનાયાસ વાચકોના હૃદય સુધી પહોંચી જાય એજ છે.” પુરાણોમાં કેટલાક અંશે સાહિત્યની દષ્ટિએ સુંદર છે. ભાગવતપુરાણના દશમસ્કંધને મહાકાવ્યની દષ્ટિએ મૂલવતાં તેમાં મહાકાવ્યનાં લક્ષણે ચરિતાર્થ થતાં લાગે છે; આમ આ પુરાણમાં એક મહાકાવ્ય પ્રાપ્ત થાય છે. આમ આ પ્રયોગ કાવ્યશાસ્ત્રના સંદર્ભમાં પુરાણે એક આગવો અને નવીન પ્રવેગ અને વિચારધારા રજૂ કરે છે. મત્સ્યપુરાણાન્તર્ગત “અવિમુક્ત માહાત્મ્ય”( અધ્યાય ૧૮૦–૧૮૫)ના કેટલાક અંશમાં પુરાણકારની સુંદર વર્ણનાત્મક શક્તિ અને સૌષ્ઠવપૂર્ણ ભાષાનાં દર્શન થાય છે. પાત્રાલેખન– કળાની દષ્ટિએ ભાગવતપુરાણમાં શ્રી કૃષ્ણનું પાત્રનિરૂપણ, મત્સ્યપુરાણમાં કચ અને દેવયાનીના પાત્રોનું નિરૂપણુ તેમજ તે બંને વચ્ચે સુંદર સંવાદ પાત્રનિરૂપણકળાની દૃષ્ટિએ ધ્યાન ખેંચે છે. For Private and Personal Use OnlyPage Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 ... 108