________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ઋવેદમાં મહર્ષિ વામદેવ
મધુમાલતી ગ, ત્રિવેદી.*
વામદેવષિનું વ્યક્તિત્વ, કુળગૌરવ, સમકાલીન વ્યક્તિઓ સાથેના સંબંધે --
| ભારતના સાંસ્કૃતિક ઇતિહાસમાં “ વામદેવ' નામધારી અનેક વિભૂતિઓ છે. ઋગવેદના ઋષિ વામદેવ તે અંગિરા કુળના ગોત્રકાર, મંત્રકાર અને સૂક્તદષ્ટા ઋષિ છે. તેના વંશના આદિપુરૂ અંગિરસ કે અથર્નાગિરસ છે. પાર્થિવ અગ્નિની કાતિકારી શોધ કરીને અંગિરસે યુગપ્રવર્તક બન્યા હતા, એટલું જ નહિ પણ તેમની વીરગાથાએ તેથી પણ પ્રાચીન સમયની છે. ખુદ ઇન્દ્રને પણિઓ વડે અપહત ગાય પાછી અપાવવામાં અંગિરસોએ મદદ કરી હતી.
બ્રહ્માંડપુરાણ, કંદપુરાણ, મત્સ્યપુરાણ, પદ્મપુરાણ, શિવપુરાણ, વાયુપુરાણ, શ્રીમદ્ભાગવતપુરાણ, વ. માં વામદેવઋષિના અનેક ઉલ્લેખ મળે છે. તેમાં વામદેવનાં તપ તથા શ્રીકૃષ્ણ, શિવ,
કંદ, પરશુરામ, વ. સાથે તેમની મુલાકાતે ઉલલેખાયેલી છે. મત્સ્યપુરાણમાં તે વામદેવને એક શિવાવતાર પણ ગણેલ છે.
શિજ કે શિજ, ભાવ, ભુગુ, ગોતમ, ઉચશ્ય, દીર્ઘતમસ, કક્ષીવાન, વ. સાથે વામદેવઋષિ ગોત્ર સંબંધ ધરાવે છે. ગોતમ વામદેવઋષિના પિતા કે પિતામહ હોવા જોઈએ. ગોતમના પુત્ર કે વંશજ હોવાથી તેઓ પોતાની જાતને ગોતમ તરીકે ઓળખાવવામાં ગૌરવ લે છે. વામદેવને અગ્નિની બંધૃતા પિતા ગામ પાસેથી વારસામાં મળી છે. ઋ. ૪/૨૧ માં શિજના ધરમાં સોમ વાટતા ઋત્વિજોને, તેમ જ શિજના ધરમાં છુપાયેલું બળવાન ભાર્વરનું બળ સ્તતાને પૂર્ણ કરવા તેના ઉપર રેડાય છે એ ઉલ્લેખ છે. જો કે સાયણે કરિનઃ જામજમાના: બરિવન: તત્સંધી સૌરિનઃ ચનગાના અને માર્વર: એટલે તેજસ્વી એવો અર્થ કર્યો છે, પણ પ્રીફીથ નોધે છે તેમ હરિજ એક ગોત્ર છે. સંભવતઃ અંગિરસો, ઊંશજ, કક્ષીવાન, ગતિમ, ભગુ, વામદેવ, બધા એક કુળના છે તેથી પર્વતભેદનના ભવ્ય પરાક્રમ માટે દરેકને ગૌરવ છે. આમ ગૌતમવંશના પૂર્વપુરુષનાં નામોને વામદેવઋષિના પૈતૃક નામ, ઉપનામ તરીકે વાપરી શકાતાં હોય
“સ્વાધ્યાય', પૃ. ૨૮, અંક ૧-૨, દીપોત્સવી-વસંતપંચમી અંક, કબર-૧૯૯૦ફેબ્રુઆરી-૧૯૯૧, પૃ. ૨૧-૨૧,
શામળદાસ આર્ટસ કૉલેજ, ભાવનગર
૧ ભાગવત, ૧૦, ૮૪, ૫, સ્કન્દ ૩, ૪, ૧૫-૧૧, શિવ-૧, ૨૨, પા ઉ. ૧. ૩૮, વાયુ ૬૫. ૧૦૦, બ્રહ્માંડ છે. ૧. ૧૫, મત્સ્ય ૪. ૨૭, ૩૦, ૪. ૩૧, ૨૩. ૩૬
૨ . ૪, ૪, ૧૧, ૩૧, ૧૨, ૩૨. ૯.
For Private and Personal Use Only