________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મધુમાલતી મ. ત્રિવેદી
એવું લાગે છે. કક્ષીવાન અને ગૌતમને પૈતૃક સંબંધ તે મહાભારતે પણ નોંધ્યું છે. બેહદેવતા કક્ષીવાનને દીર્ઘતમસૂના પુત્ર કહે છે. આમ દીર્ધતમસુ અને કશીવાન એ વામદેવઋષિના ગૌતમવંશના જ છે. વામદેવઋષિ આત્મસાક્ષાત્કાર વર્ણવતાં કહે છે કે 'હું કક્ષીવાનઋષિ છું. હું આજુનેય કુત્સનું પ્રશાસન કરું છું.’– પિતૃપરંપરા માટે ગર્વ અનુભવતા ઋષિ પોતે જ પૂર્વપુરુષ હોવાનું અનુભવે અને આથી પણ ઉચ્ચ આદર્શ પ્રકાશના પુત્ર અંગિરસ બનવા-સેવે, એ ધણું સ્વાભાવિક છે.
વામદેવમંડળમાં તત્કાલીન સંભાવિત વિભૂતિઓ-રાજવીઓ અને ઋષિઓના ઉલલેખ મળે છે, ને વામદેવઋષિને અને તેમને ઘનિષ્ઠ પરિચય દર્શાવે છે. ખાસ કરીને પુજાતિનો પ્રતાપી રાજા પુરુકુન્સ, જે દુર્ગહ અને આજનીને પુત્ર હતો, તે તે વામદેવઋષિના પૌરાહિત્ય નીચે હતે જ, પુરુકુત્સ માટે વામદેવે અનેક યજ્ઞો કર્યા હતા અને ઈન્દ્ર દ્વારા તેને અનેકવાર વિજય અપાવ્યું હતું. પુરુકુત્સના જીવનના છેવટના ભાગમાં દાશરાજ્ઞયુધે તેને માટે તેમ જ તેના પુર રાજવંશ માટે કારમી કટોકટી સર્જી હતી. ત્યારે વામદેવઋષિએ સપ્તર્ષિઓને વિશ્વાસમાં લઈને પુરુકુત્સની પાસે યજ્ઞ કરાવ્યો હતો, તેને પરિણામે ત્રસદસ્યુ જપે અને પુરુ રાજવંશનું પતન થતું અટકી ગયું. ત્રસદસ્યુજન્મકથા ઉપરથી કુત્સરાજા ઉપર વામદેવઋષિનું પૂર્ણ પ્રશાસન હતું તે હકીકત સુસ્પષ્ટ થાય છે.
દિવોદાસને પુત્ર સુદાસ પુરુકુત્સને સમકાલીન અને પાડોશી રાજા હતો. દારાણયુદ્ધમાં મકાના સ્થળે પુરુકુસનું સામ્રાજ્ય હોવાથી તેની પુષ્કળ ખુવારી થઈ હતી એના સ્પષ્ટ ઉલલેખ ઋવેદમાં મળે છે. સુદાસના પુરોહિત વસિષ્ઠ મહર્ષિ (દાશરાજ્ઞયુદ્ધના શરૂના ભાગમાં તે) પુરુકુત્સને “પ્રાણપણે સેવા આપતા' કહે છે. તેથી લાગે છે કે પાડોશી રાજા છતાં બંને
સ્વાભાવિક શત્રુ નહોતા. સમ્રાટો મહામાત્યની સલાહ પ્રમાણે જ ચાલે, તેથી આ સારા સંબંધમાં વામદેવઋષિની દીર્ધદર્શિતા અને શાણપણુ જણાય છે. સુદાસના માતામહ દેવવાત સુંજયને માટે પ્રદીપ્ત થયેલા અગ્નિની વામદેવે પ્રશંસા કરી છે. વળી, ઝુંજયને વંશજ સહદેવપુત્ર સોમક હતો તેણે વામદેવઋષિને બે જાતવાન અશ્વો ભેટ ધર્યા હતા. તે સૃજય જાતિને વામદેવ માટે સમાદર દર્શાવે છે. ભૃગુઓ સાથે ગોતમવંશને મંત્રી હતી. અનિને વામદેવે ભૂગુ જેવું આચરણ કરતે' કહ્યો છે.
વામદેવમંડળમાં સપ્તર્ષિઓના ઉલેખ અનેકવાર છે. વામદેવ પોતે સપ્તષિઓમાંના એક હતા અને દાશરાજ્ઞયુદ્ધના સમકાલીન હોવાથી વસિષ્ઠ, વિશ્વામિત્ર, અત્રિ, ભરદ્વાજ, વ.ના સમકાલીન હતા. ઋગવેદનું ચતુર્થ મંડળ લગભગ આખું વામદેવઋષિએ જોયેલું છે, પણ રામદેવના કુળમાં ઘણું જ્ઞાની સૂક્તદષ્ટા થઈ ગયા છે. સરસ્વતીતટથી સદાનીરી ગંડકી * સુધી સામ્રાજવે વિસ્તારના વિદેહ માધવના પુરોહિત ગોતમ રહૂગણુ તે વામદેવના પિતા કે નજીકના પૂર્વપુરુષ હતા. વામદેવના ભાઈ નોધા ગોતમ વેદના સૂક્તદા ઋષિ છે. અંહમુય,
૩
. ૭, ૧૯, ૨-.
For Private and Personal Use Only