________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
નવાપાંજલિ સેમાભાઇ પૂ. પારેખ જન્મ ૧૩/૬/૧૯૧૮;
સ્વર્ગવાસ ૯/૬/૧૯૯૩ ૯ જનને બુધવારે સાંજના આશરે સાડાચારના સુમારે સેમાભાઈને સૌથી નાના પુત્ર સુંદર મળવા આવ્યો. તેની શકઘેરી મુદ્રા જોઇને કોઇપણ પ્રશ્ન પૂછું તે પહેલાં જ તેણે ! તૂટક અવાજે “ કાકા ! મોટાભાઈ ગયા અને સંદેશ સંભળાવ્યો.
મોટાભાઈને નામે બાળકોના પ્રિય, સોમાભાઈ ધૂ. પારેખના અણુચિતવ્યા અવસાનને આઘાત અનેક અતીતની સ્મૃતિઓ સંકોરતે રહ્યો. સોમાભાઈની જીવનયાત્રા મુખ્યત્વે રાણીઆ, સાધી, પાદરા અને વડે દરામાં થઈ. ભાદરવા પાસે વડોદરા જિલ્લાના રાણુ આ ગામના નાપિત કુટુંબમાં જન્મેલા સોમાભાઈનું મોસાળ સાધી, મોસાળની પરિસ્થિતિ ધરની પરિસ્થિતિને મુકાબલે કંઈક સારી તેથી મામાએ ભાણેજને હાઈસ્કૂલમાં ભણાવવાની હામ ભીડી
સાધીથી પાદરાનું આશરે દશ કિલોમીટરનું અંતર વારંવાર કાપવું, પાદરામાં થોડે વખત રહેવું, અને અધ્યયન ચાલુ રાખવાનું ભગીરથ પ્રયત્ન કરતા રહેવાની સોમાભાઈની નિઝામાં પ્રાચીન જ્ઞાનપરંપરાના સંસ્કારે દેખાય છે. પાદરામાં જશુભાઈ શાહ અને તેમનાં કુટુંબમાં સોમાભાઈને સાંત્વન મળતું. એ કુટુંબ તેમને પુત્રવત્ ગણતું. કેટલીકવાર ભેજનની સગવડ કરી આપતું અને સોમાભાઈની અનેક પ્રવૃત્તિમાં પ્રોત્સાહન આપતું. કષ્ટમય આજિવિકા વચ્ચે અધ્યયન કરીને સોમાભાઈ ધૂ. વાળંદ મેટ્રિકની પરીક્ષામાં ઉત્તીર્ણ થયા.
નબળી આર્થિક સ્થિતિમાંથી પગભર થવા માટે પ્રાથમિક શિક્ષક તરીકે બામણગામની શાળામાં જોડાયા. પરંતુ આગળ વધવાની તેમની અદમ્ય ઇચ્છાથી તેઓ બરોડા કોલેજમાં જોડાયા, અને ગુજરાતી મુખ્ય વિષય સાથે ૧૯૪૪માં બી. એ. ની પરીક્ષા પાસ કરી. પોતાની આર્થિક સ્થિતિ સુધારવા માટે તેમને બી. એ. ને ગ્રેડ મળવો જોઈએ એવી અરજી કરતાં ખાતામાંથી અનેક પ્રશ્નો અને વિદને ઊભાં થતાં તેમણે નેકરીમાંથી છૂટા થઈને, રેવેન્યુ, જંગલ આદિ ગાયકવાડી રાજ્યનાં ખાતાંઓમાં નોકરી કરતાં કરતાં એમ.એ. ગુજરાતીની પરીક્ષા બીજા વર્ગમાં પસાર કરી.
એમ. એ. થયા બાદ તેમણે બી. એ.ની પરીક્ષા પસાર કરી અને વડોદરાની મુસ્લિમ ઍજ્યુકેશન સોસાયટીની હાઈસ્કૂલમાં શિક્ષક તરીકે નોકરી સ્વીકારી. તેમની આ વિદ્યાકીય
For Private and Personal Use Only