________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
થાવલોકન
રક્ષણ માટે કેટલાક પ્રયોગો પણ દર્શાવ્યા છે. ડાયાબીટીસ માટે સારિવાઘાસવને પ્રયોગ કરવાનું તેમનું સૂચન વ્યવહારુ ને ચિકિત્સોપયોગી છે. યુવાન-યુવતીઓએ અજમાવવા જેવું કંકુમાઘ તેલ તેમણે વિશેષ અનુભવથી સમજાવ્યું છે. રામાયણ-મહાભારતના સમયમાં આયુર્વેદની જે મહત્તા હતી તે તેમણે લક્ષમણજીની મૂચ્છ દૂર કરવા સંજીવની ઔષધિ લાવવા વૈદ્ય સુષેણુજી હનુમાનજીને મોકલે છે તે દ્વારા પ્રતિપાદિત કર્યું છે.
ઉત્તમ ઈચ્છિત સંતાન મેળવવા માટે તેમણે એક સુંદર પુસ્તક લખ્યું છે જેમાં ગર્ભાશયમાં ગર્ભને વિકાસ–પુત્ર કે પુત્રી, ઉત્તમ ગત્પત્તિ તેમ જ તે અંગેના પ્રશ્ય આવર-દિવર પર કડું, અધ્યયનપૂર્વક નિરૂપણ કર્યું છે. પુરુષપ્રધાન સમાજમાં દરેક માતા પુત્ર જ ઈ ૨છે છે તેવી માતાઓને પુંસવનપ્રયોગ દ્વારા પુત્ર પ્રાપ્તિ માટેના પ્રયોગો દર્શાવ્યા છે અને તે અંગે ગર્ભધારણથી માંડી કયારે શું કરવું તે સમજાવ્યું છે. પુત્ર-પ્રાપ્તિ પ્રત્યેના પક્ષપાતનાં કારણે વિશે વિસ્તૃત સમજ આપી કેવળ પુત્રો જ ઈચ્છવા તે યુગ્ય નથી એમ કહી લાલબત્તી પણ ધરી છે.
* દિવ્ય ઔષધિ” પુસ્તકમાં દવાઓ જેનાથી બને છે તે ઔષધિઓ પણ સારી સત્ત્વવાળી અને દિવ્ય હોવી જોઈએ તેમ કહ્યું છે. * દિવ્ય ઔષધિ રડતી ' એવી તેમની એક કવિતા ઉરઃસંવેદના નામના તેમના પુસ્તકમાં મેં વાંચી છે. પ્રભાતે જ્યાં જલસિંચન થતાં હતાં તેવી તુલસી પ્રત્યેને સૌને અભિગમ જાણીતું છે તે કશાય હેતુ અને જ્ઞાન સિવાય ઉખેડી નાંખવામાં આવતી વનસ્પતિ પ્રત્યે તેઓ લંડ ઉદન કરે છે.
રડે લીમડો રડે પીપળે ગળે ડૂસકાં ભરતી આ દિવ્ય ઔષધિ રડતી” કવિના હદયને આ ભાવાવેશ તો જે સમજે તે જ જાણે કે ઔષધિ પણ સજીવ છે ને સંવેદના ધરાવે છે. તેની રક્ષા કરવી જ જોઈએ. તે જ સારી તેવી રસદાર વનસ્પતિ ઉત્તમ ઔષધે આપી શકે.
આયુવે અને જીવતા રાખવા તેના સિદ્ધાંતને જ્ઞાનને પ્રચાર થે જરૂરી છે. દિનચર્યા– રાત્રિચર્યા–ઋતુચર્યા–સવૃત્ત, આહારના વિહારના વિષયો તથા જીવનરક્ષા માટે શું કરવું-શું છોડવું તે વિશે રેજિદે આયુર્વેદ' નામના પુસ્તકમાં સમજાવ્યું છે. દૂધ-દહીં-છાશ-માખણ-ઘીઅનાજ-કઠોળ-શાકભાજી તથા મરીમસાલાના ગુણો બતાવી આપણને તે કઈ રીતે ઉપયોગી છે તે સમજાવ્યું છે.
વિવિધ સમાચાર માધ્યમો દ્વારા આયુર્વેદના સિદ્ધાંતના પ્રચારના ભાગરૂપે આકાશવાણી ઉપર તેમણે આપેલા વાર્તાલાપ મારફત સમાજમાં ઘર કરી ગયેલ રોગો કેટલીક કુટેવ તેમ જ વ્યસનોથી થતા વિકારોની સમજ આપી છે. કેટલાક ધમ્મથુ નુસખા પણ બતાવ્યા છે તે પ્રશ્નોત્તરી દ્વારા જુદા જુદા રોગો વિશે પૂરી સમજ આપી છે.
સરકારી આયુર્વેદિક કૉલેજ આજવા રોડ, વડોદરા ૩૮૦ ૦૧૯.
નિખિલકુમાર જ, પંડયા
For Private and Personal Use Only