________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અગ્નિકુંડમાં ઊગેલું ગુલાબ
, બીજી ગેળમેજી પરિષદમાંથી ગાંધીજી ૧૯૩૧ના ડિસેમ્બર માસમાં ખાલી હાથે પાછા ફર્યા તે પછી તેમની ૧૯૩૨ના જાન્યુઆરીની ૪ થી તારીખે પાછી ધરપકડ થઇ. તે વખતે મહાદેવભાઈ , પણુ પકડાયા અને માર્ચ માસમાં તેઓ યરવડા જેલમાં ગાંધીજી સાથે જોડાયા ત્યારથી પ્રારંભ : કરીને ૧૯૩૩ના ઑગસ્ટની ૧૦મી સુધીની એમણે એમની ડાયરીઓના પ્રથમ ત્રણ ભાગમાં ગાંધીજી, વલભભાઈ અને પિતાની વચ્ચે થયેલા વાર્તાલાપ, સંવાદ, અસ્પૃશ્યતાનિવારણું તથા ગાંધીજીના ઉપવાસ ઈત્યાદેિનાં સુંદર ચિત્રણ આપ્યાં છે. મહાદેવ દેસાઈ ગાંધીજી માટે દાસ, સરદાર માટે ખેડૂત અને પિતાને માટે હમાલ શબ્દનો પ્રયોગ કરે છે. આ બધી જ ધટનાઓને નારાયણ દેસાઈએ સાંગોપાંગ વર્ણન કર્યું છે ને તેમનાં વર્ણનમાં તથા તેમની ભાષામાં સ્વાભાવિક મધુરતા તથા સુન્દરતાનાં આપણને દર્શન થાય છે.
હવે આપણે 'અગ્નિકુંડમાં ઊગેલું ગુલાબ' પ્રકરણ પર વિચાર કરીએ. જેમ “ મહાદેવ, ઊઠો મહાદેવ ! ઓગસ્ટ ૧૫, ૧૯૪ર” આ પુસ્તકનું મહત્ત્વનું પ્રકરણ છે, તેમ આ પ્રકરણ પણું આ પુસ્તકનું મહત્ત્વપૂર્ણ અને જીવનની વિવિધ અનુભૂતિઓનું તાદશ્ય વર્ણન કરતું પ્રકરણ છે. આ પ્રકરણના શીર્ષક પરથી જ ગ્રંથનું શીર્ષક નિશ્ચિત થયું છે તે સર્વથા ચોગ્ય છે. ૧૯૩૮માં ઓરિસ્સાના જગન્નાથપુરી જિ૯લાના ડેલાંગ ગામમાં ગાંધી સર્વ સેવા સંઘનું અધિવેશન મળતાં કસ્તુરબા, દુર્ગાબહેન, લાંબહેન ઈત્યાદિ બહેને જગન્નાથપુરીના મંદિરના દર્શને જાય છે. મહાદેવ દેસાઈ તેમની જોડે જ હતા. મંદિરમાં જતાં બધાને કેમ ન રોક્યાં એ સંબંધી ગાંધીજીએ મહાદેવભાઈ દેસાઈને સખત ઠપકો આપતાં પોતે ગાંધીજીને યોગ્ય નથી એમ માની ગાંધીજીને છોડી જવાને નિશ્ચય કરે છે, પણ ગાંધીજી તેમને છોડીને જવાની રજા આપતા નથી. મહાદેવ દેસાઈ ગાંધીજીને છોડીને જાય તે પણ દુર્ગાબહેન તથા નારાયણ દેસાઈ તે ગાંધીજીને છેડીને જવાનાં જ નહોતાં. આ ઘટના દ્વારા કુસુમથી પણ મૃદુ ગાંધીજી પિતાના માનસપુત્ર, શિષ્ય અને સચિવ પ્રત્યે વજથી પણ કઠોર કેવી રીતે બની ગયા અને તે વખતે મહાદેવ દેસાઈના મનમાં ઊઠતા ભાવોનું લેખકે આબેહૂબ વર્ણન કર્યું છે. આ પુસ્તકનું નામ યજ્ઞકુંડમાં ઊગેલું ગુલાબ' રાખવામાં આવે એવો શ્રી નગીનદાસ પારેખને મત હતો અને તે અંગે તેમણે નારાયણ દેસાઈને કહ્યું પણ હતું, પણ લેખકના જણાવ્યા મુજબ મહાદેવભાઈ શહાદતના પ્રસંગે શાકસંદેશ મોકલતાં આપણું રાષ્ટ્રીય શાયર શ્રી ઝવેરચંદ મેઘાણીએ તેમને માટે દેસાઈની “અગ્નિકુંડમાં ઊગેલું ગુલાબ' શબ્દનો પ્રયોગ કર્યો હતો. તેથી એતિહાસિક સંદર્ભમાં આ શીર્ષક જ વધુ યોગ્ય છે એમ લેખકના કથન સાથે આપણે સૌ સંમત થઈશું.
• સંત સેવતાં સુકત વાધે' ના લેખક દ્વારા આપણને તેમના પિતા અને ગુજરાતના યશસ્વી સપૂત શ્રી મહાદેવભાઈ દેસાઈનું સર્વાગસુન્દર જીવનવૃત્તાંત મળ્યું છે. મહાદેવ દેસાઈના અવનવૃત્તાંતની સાથે સાથે જ આપણને તત્કાલીન ગુજરાતની તથા ભારતની રાજનૈતિક, ઐતિહાસિક, તથા સામાજિક સ્થિતિમાં પણ દર્શન થાય છે. આમ “ અગ્નિકુંડમાં ઊગેલું ગુલાબ' કેવળ મહાદેવ દેસાઈનું જીવનવૃત્તાંત ન રહેતાં ભારતના નાગરિકો માટે રાજતિક. વા. ૧૭
For Private and Personal Use Only