________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
નવા
અ‘બાહe યાસ
હુકમ ભંગ કરતાં ગાંધીજી પહેલી વાર ગિરફતાર થતાં તેમણે મહાદેવભાઈને પોતાના “વાસ” કહ્યા. મહાદેવભાઈએ પોતાને એવો કોઈ અધિકાર ન સ્વીકારતાં હનુમાનને આદર્શ રાખે. તે જ વર્ષે તેઓ સાબરમતી આશ્રમમાં ટાઈફ્રેંઇડની લાંબી માંદગીમાં પટકાયા.
ઈ. સ. ૧૯૨૧ માં મોતીલાલ નહેરના રાજમાર પત્રના તંત્રીપદે તેઓ અલ્હાબાદ ગયા અને પ્રેસ બંધ થતાં તેમણે હસ્તલિખિત દૈનિક કાર્યું. ૨૪-૧૨-૨૧ના રોજ તેઓ પહેલી વાર ગિરફતાર થયા અને જેલ ગયા. ઈ. સ. ૧૯૨૨માં તેઓ નૈની, આગ્રા અને લખનૌની જેલમાં રહ્યા. લખનૌની જેલમાં પંડિત જવાહરલાલ નહેરુ તેમની જોડે હતા. પણ તેમણે આ સમય દરમ્યાન ડાયરી નથી લખી. આ સમય દરમ્યાન તેમણે શરદબાબુની વિરાજવહુ અને ત્રણ વાર્તાઓને ગુજરાતીમાં અનુવાદ કર્યો તથા ઉર્દૂ ભાષા શીખ્યા. જાન્યુઆરીની ૨૭મીએ તેમને લખનૌ જેલમાંથી છોડવામાં આવ્યા. ત્યારબાદ તેઓ નવજીવન માટે લખવા લાગ્યા અને કાકાસાહેબ જેલ જતાં ‘નવજીવન'ના તંત્રી બન્યા. આ બધી ઘટનાઓનું શ્રી નારાયણ દેસાઈએ ખૂબ જ સરળ અને પ્રભાવશાળી ભાષામાં નિરૂપણ કર્યું છે. લેખકની પ્રાસાદિક અને મધુર શૈલી પુસ્તકની ઉપયોગિતામાં વધારે કરે છે.
૧૯૨૪માં એપેન્ડીસાઈટીસના ઓપરેશન પછી પૂનાથી જેલમાંથી છૂટતાં ગાંધીજીએ જ્યારે કહ્યું કે “નવનીવન' અને “વંજ નિકા'નું તંત્રીપદ પોતે સંભાળી લેશે ત્યારે મહાદેવભાઈને આનંદ લંકાથી પાછા આવી રામચંદ્ર રાજ્યભાર સંભાળ્યો ત્યારે ભરત-શત્રુનને થયેલા આનંદથી લગીરે ઓછા નહીં હોય. (૫૪ ૩૪૦)
અંગ્રેજો વિશે ગાંધીજીની મુખ્ય ફરિયાદ એ હતી કે તેમણે આ દેશને શારીરિક રીતે, માનસિક દષ્ટિએ અને આધ્યાત્મિક દૃષ્ટિએ નામર્દ બનાવ્યું. આ વાત એમણે બીજરૂપે હિ થરાદ માં કહી છે અને જીવનના અંત સુધી તેઓ આ વાત કહેતા રહ્યા, મહાદેવભાઈ દેસાઈ ૫ણું વિવિધ રીતે આ વાતની સમજૂતી આપતા રહ્યા. શ્રી નારાયણ દેસાઈ જણાવે છે તેમ મહાદેવભાઈનાં ભાષ્યોને લીધે ગાંધીજીની વાત વધારે સરળ અને વધુ સચોટ બનતી.
લેખકના મત મુજબ “૧૯૨૫ થી ૧૯૨૭, એટલે કે ગાંધીજી કોંગ્રેસના પ્રમુખ બન્યા ત્યારથી બારડોલી સત્યાગ્રહ થયે (૧૯૨૮) ત્યાર સુધીના કાળના મહાદેવભાઈના જીવન વિશે જે એક વાક્ય વાપરવું હોય તે એમ જ કહી શકાય કે તે કાળમાં તેમણે ગાંધીજીની સેવામાં પિતાની જાતને શૂન્યવત બનાવી દીધી હતી. એમ તે ગાંધીજીની સેવામાં પિતાની જાતને શુન્ય બનાવવી એ મહાદેવભાઈના આખા જીવનને મંત્ર છે, પણ આ કાળમાં તે વિશેષરૂપે એટલા સારુ લાગુ પડી શકે એમ છે કે તે વખતે મહાદેવભાઈ અખંડ ગાંધીજીની સાથે ને સાથે જ હતા. (પૃ૪ ૩૯૨ )
શ્રી નારાયણ દેસાઈના જણાવ્યા પ્રમાણે “ગાંધીજીનાં ભાષણની ને દ્વારા મહાદેવભાઈએ બમણ વફાદારીનું કામ બજાવ્યું. પહેલી વફાદારી ગાંધીજી પ્રત્યે કે જેને લીધે એમના શબ્દોને મર્મ સમજીને એ શબ્દોને ઝીલ્યા. બીજી વફાદારી દેશ પ્રત્યે જેના લોકોને ગાંધીજીના દરેકે દરેક ભાષણથી મહાદેવભાઈ એ વાફેક રાખ્યા.” (પૃષ્ઠ ૫૪૯)
For Private and Personal Use Only