________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અગ્નિકુંડમાં ઊગેલું ગુલાબ
૧૨૭ અગ્નિકુંડમાં ઊગેલું ગુલાબ–નારાયણ દેસાઈ, પ્ર. અમૃત મેદી, મંત્રી, શ્રી મહાદેવ દેસાઈ જન્મશતાબ્દી સમિતિ, ગાંધી સ્મારક સંગ્રહાલય, હરિજન આશ્રમ, અમદાવાદ૩૮૦૦૨૭ આ. ૧, ૨, ઑકટોબર, ૧૯૯૨, પૃ. ૮૦૦, કિં. રૂ. ૫૦ = ૦૦
શ્રી નારાયણ દેસાઈએ “ અગ્નિકુંડમાં ઊગેલું ગુલાબ' લખી પિતાના પિતા, ગાંધીભક્ત, ગાંધીજીના સચિવ તથા માનસપુત્ર શ્રી મહાદેવભાઈ હ. દેસાઈનું સર્વથા ઉચિત પિતૃતર્પણ કર્યું છે. તે અંગે તેમને કેટલાય ગ્રંથ ઊથલાવ્યા તથા કેટલાય માણસની મુલાકાત લીધી તથા કેટલુંયે અપ્રકટ પત્રસાહિત્ય પણ ધ્યાનથી જોયું.
ગાંધીસાહિત્યના પ્રખર અભ્યાસી શ્રી ચી. ના. પટેલે “મહાદેવ દેસાઈ : ગાંધીજીના ગણેશ અને હનુમાન” શીર્ષકથી પ્રસ્તાવના લખી મહાદેવ દેસાઈના વ્યક્તિત્વ અને કૃતિત્વની વિશેષતાઓ બતાવી છે.
શ્રી નારાયણ દેસાઈએ પુસ્તકને સ્મૃતિ, પ્રસ્તુતિ, પ્રીતિ, ધૃતિ તથા આહુતિ-એમ પાંચ વિભાગોમાં વહેંચ્યું છે. સ્મૃતિમાંનું “ મહાદેવ, ઊઠ મહાદેવ ! ઑગસ્ટ ૧૫, ૧૯૪૨ ” પ્રકરણ યરવડા જેલમાં થયેલા મહાદેવભાઈને મૃત્યુ અને પૂર્વાપર ધટનાઓને મામિક વર્ણન કરે છે. મહાદેવ દેસાઈ ટૂંકું જીવ્યા એ વાતને સ્વીકાર ન કરતાં ગાંધીજીએ કહ્યું હતું. :-“ મહાદેવનું કામ પૂરું થઈ ચૂક્યું હતું. તેમણે પચાસ વર્ષ માં સે વર્ષનું કામ કર્યું હતું તે વધુ વખત શા સારુ રહે? ભગવાને તેને શા સારુ રહેવા દે ?"
( પૃષ્ઠ ૧૧).
- ઈ. સ. ૧૯૧૫માં ગુજરાતી કાર્બસ સભાની ઈનામી જાહેરાતમાં લોર્ડ મોર્લીની “મોન જોwોમાદા' નું ભાષાંતર કરવા સારુ તેમની પસંદગી થઈ અને રૂા. ૧૦૦૦/નું ઈનામ તેમણે મેળવ્યું. તે જ વર્ષમાં જુન માસમાં અમદાવાદની ડિસ્ટ્રિકટ કોર્ટમાં વકીલ તરીકે સનદ લીધી. તેમણે બંગાળીને અભ્યાસ કરી ટાગોરની “વિત્રાંજા' નું ગુજરાતીમાં ભાષાંતર કર્યું. ૧૯૧૬માં પિતા શિક્ષકની નોકરીમાંથી નિવૃત્ત થતાં તેમણે સહકારી બેન્કના ઇ-સપેકટર તરીકે નોકરી
સ્વીકારી. ૨-૧૧-૧૭ના દિવસે ગોધરાની રાજકીય પરિષદ વખતે દુર્ગાબહેન સાથે ગાંધીજી પાસે આવ્યા ને છકી નવેબરે ગાંધીજી સાથે ચંપારણની યાત્રામાં જોડાયા. ૧૩માં નેબરથી તેમણે ડાયરી લખવાને પ્રારંભ કર્યો અને ૨૫-૧૧-૧૯૧૭ના દિવસે પિતાની રજા લઈને ગાંધીજીને
જીવન સમર્પણ કરી દીધું. તેઓ ૧૯૧૮માં અમદાવાદના મિલમજૂરોની લડતમાં, ખેડા સત્યાગ્રહ વખતે તથા સૈનિકભરતીના કામમાં ગાંધીજી જોડે હતા. ૧૯૧૯માં પંજાબ પ્રવેશને મનાઈ
For Private and Personal Use Only