Book Title: Swadhyay 1991 Vol 28 Ank 01 02
Author(s): R T Vyas
Publisher: Prachyavidya Mandir Maharaja Sayajirao Vishvavidyalay

View full book text
Previous | Next

Page 128
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૪ દેવદત્ત સંશ અહિંસા “એક પિતાનાં સો સંતાને 'ની ભાવનામાં છે એમ કવિ કહે છે. “ આ અષાઢની હેલી ?' માં “ગગન-જોગીની મેઘ-જટાથી ગંગાજી રહેતાં રેલી” જેવી સરસ રૂપકાત્મક સછવાપણુયુક્ત પંક્તિ છે. “ છકેલી ' રેલી ” “કેલિ' “ નવેલી ” “ બેલી” જેવા પ્રાસાનુપ્રાસ વણાયા છે. એક વાર બસ'માં...અખંડ ભારત માટે કૃષ્ણને પ્રાર્થના કરતા કવિને કૃષ્ણસમયનાં પાત્રો વર્તમાનમાં દેખાય છે. એ પરિસ્થિતિમાં કૃષ્ણની અનિવાર્યતા જણાય છે. ‘ભલે પ્રલય થઈ જાય 'માં-“ કરાલ દષ્ટા એવી ખાલ ભસ્મ અસદ્દ થઈ જાય ”. એમ કાળપ્રભુને પ્રાર્થના પણ કરી લે છે. “ધન્ય જશોદા ’માં જશોદાની ધન્યતા વ્રજભાષાની છાંટ સાથે ગવાઈ છે, જેમાં “કર્મનકી ગત, ઋણાનુબંધ સબ” કમની ફિલસૂફી છે. માનવીની વિશેષતા” મનહર છંદમાં દલપતરામના ” ઉંટ કહે'ના પ્રતિકાવ્ય જેવું છે. પ્રાણીઓ પિતતાની વિશિષ્ટતા કહે છે. પછી “ અધિકતા આપણી જ આવે રૂડા ખ્યાલમાં,” પશુપરિષદને આ ઠરાવ સાંભળી માનવીને પ્રતિનિધિ કહે છે ગુણ અવગુણ સહુ આપમાં તે એક એક જાતિમાં અમારી તે અઢારે એકસામટા !” (૫. ૭૮ ) તમારી એ વાણી માં પ્રણયનાં સંવેદને સંસ્મરણાત્મક ભૂમિકાએથી આલેખાયાં છે. સોનેટની શરૂઆત પહેલાં “હદયમાત્ર જાણે છે પ્રીતિયોગ પરસ્પર ' એ ભવભૂતિની, અનુવાદિત પંક્તિ કોંસમાં અવતરણચિહમાં કહેવાઈ છે. પ્રિયતમાના વતનમાં ” પણ અણુયાનુભૂતિ મરણોરૂપે છે. એમાં “તૂટ્યા વીણા-તારે અસલ સૂરને ના ધરી શકું”ની નિરાશા સાથે “લીલા સર્વે માનું સમયની ! કશું ના કળી શકું'” જેવો નિયતિવાદ છે. “ધાર્યું તે 'માં પણ આ જ પારંપરિક શ્રદ્ધાને સુર છે. ચંદ્રમણ'માં “ કુરંગ માતંગ પતંગ ભંગ”...એ શ્લેક સંદર્ભમાં માયાવી જીવની સ્થિતિ વિચાર્યા પછી “ અરે! આ નિયતિ દેવી! માનવીની ! પ્રવાહમાં કર્મના, ઢસરડાનું છા, સંક૯૫ ના કશું?” (૫. ૮૪) અંતે જીવાત્મા એ અમૃતસ્ય પુત્રા : છે એવું સમાધાન-આશ્વાસન લીધું છે. “હવે હું થાક્યો છું ” સરી ગયેલા સમયને સદુપયોગ ન કરી શકવાના પશ્ચાત્તાપ સાથે મરણના આકર્ષણની વાત પણ કહી જાય છે--વિહંગે જાવાનું છરણનીડ છાંડી, નવનીડે?” અને “ હવે લડે હંસા ! અવનવલા કો ગગનમાં. ” “નેતિ-ઈતિ માં પ્રકૃતિનાં વિરાટ તો, પુ૫, બાળક. માતા બધાને બ્રહ્મતત્વ તરીકે જોવાનો પ્રયત્ન કરતાં સૌનેટના અંતે નેતિ-ઈતિ ગહન તત્ત્વ કશું ન જાણું, પ્રત્યક્ષ જે શ્વસી રહ્યું, સહજે પ્રમાણું ” (૫. ૯૬) અને કહે છે તે “ આ પ્રત્યક્ષ મુખેમુખ વાતે કરે ” ના સહજ તત્ત્વની સ્વીકૃતિ છે. “મા : 'માં “ જાબાલિ-કેતાનચિ” જેવી શબ્દ લીધી છે. જેફ ને તૃષ્ણા'માં કરાયાની ઉક્તિ અંગે ગલિત પલિતં મુંડ” વગેરેની પ્રેરણું જોઈ શકાય. “નયન માં For Private and Personal Use Only

Loading...

Page Navigation
1 ... 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139