Book Title: Swadhyay 1991 Vol 28 Ank 01 02
Author(s): R T Vyas
Publisher: Prachyavidya Mandir Maharaja Sayajirao Vishvavidyalay

View full book text
Previous | Next

Page 126
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૨ દેવદત્ત જોશી “ હિતષિણ કેમ બનું ન જેનું, સદાય ખાધું લૂણ : રાજમહેલે ? કુંજા શી દાસી ! મર મંથરા ગતિ? ચલાવું ના રાજનીતિ વિષે મતી ?” (પૃ. ૨૦) મંથરાની આ સ્વગતોક્તિમાં એ દુષ્ટપાત્રને નવેસરથી વિચાર થયો છે. ઉમાશંકરે પણ મંથરા ' પદ્યનાટકમાં મંથરાની ઉકિતરૂપે આ પાત્રનું નવું અર્થધટન કર્યું છે. મંથરાને માનવપરિમાણથી દૂર લઈ જઈ વિધાતાની કારમી શક્તિ જેવું સ્વરૂપ આપવાનો પ્રયત્ન કર્યો છે હું દુરિત હું અસીમ, અગાધ, અપરિમેય, - આખા ય આ બ્રહ્માંડને બુકડો હું કરી દઉં.” મંથરા”, “સમગ્ર કવિતા', પૃ. ૬૧૯) એવું જ “દુર્યોધન સી યુગ માં દુર્યોધનના પાત્રની સનાતનતા વર્ણવી છે. કુંભકર્ણને ”માં કુંભકર્ણને બંધુનિક, સીતા પ્રત્યે માતૃભાવ અનુભવનાર તરીકે બિરદાવી દુષ્ટ પાત્ર પ્રત્યે નો દષ્ટિકોણ (પ્રેમાનંદ જેટલે જને) આપે છે. “આપણી વાત 'માં વ્યથા જાને જીરવી જવાની વાત છે. વ્યથા કોઈને કહેવાની નહિ. પિતાને ક્રોસ તે પિતે ઉપાડવો !” (પૃ. ૨૫) રાજેન્દ્ર શાહના ગીત “ ભાઈ રે, આપણા દુઃખનું કેટલું જોર ?"નું સ્મરણ થાય. “ચલ રે સખી ! ' એ કૃષ્ણવિષયક કાવ્યને ઉપાડ જ ઉપડવાને મિજાજ (Mood) પ્રગટ કરે છે–“ચલ, રે સખી ! વૃંદાવન” (પૃ. ૨૫) ટી. એસ. એલિયટની Let us go then, you and I પંક્તિને ઉપાડ મનમાં ચમકી જાય. ચલતારામ'ની ઉપાડપંક્તિ “આપણે તો જ ચલતારામ ”માં સહજ સ્વાભાવિક જીવનની મસ્તી પ્રગટ થાય છે. સંસ્કૃતિની સૌથી વધુ ફિકર કવિને હોય છે. વાનરથી આઈનસ્ટાઈન'માં ઉત્ક્રાન્તિના ક્રમમાં ચન્દ્રલોક સુધી પહોંચ્યા પછી મનુષ્યસંસ્કૃતિને શિખરે આસુરી બળે પહોંચી જતાં લાગતાં ઉત્ક્રાતિક્રમમાં વિનિપાતની ખીણમાં પડવાને તો ક્રમ નથી ને ? એમ કવિ દહેશત અનુભવે છે. અહંના અંધકારને બદલે માનવ્યના ઉદયથી સંસ્કૃતિને સાચો ક્રમ જળવાય એમ સૂચવે છે – “ દૂકાર વાદળ વચે ધન અંધકાર, માનવ્યના ઉદયથી ઊઘડે હવાર ” (૫. ૨૯) એક વાર' માંનું મધ્ય આસ્વાદ્ય છે “મેં તો એકવાર દર્પણમાં જોયું, 'ને મન મારું મેહ્યું, કે વાડીમાં આંબલે મંજરીઓ મહે”. (પૃ. ૩૦) For Private and Personal Use Only

Loading...

Page Navigation
1 ... 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139