Book Title: Swadhyay 1991 Vol 28 Ank 01 02
Author(s): R T Vyas
Publisher: Prachyavidya Mandir Maharaja Sayajirao Vishvavidyalay

View full book text
Previous | Next

Page 125
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir થથાવલોકન ૧ એ ભાવ “આપણી વાત ને કેન્દ્રસ્થ ભાવ છે. પ્રણયનું સંવેદન પણ મોટેભાગે સ્મરણ રૂપે જ અભિવ્યક્ત થયું છે. સંગ્રહમાં જીવનની ધણીબધી ગતિવિધિઓને આલેખ છે. અદષ્ટની વીકતિ સાથે નિયતિવાદને સ્વીકાર છે. મૃત્યુ માટેની તૈયારી અને અkતની અનુભૂતિ માટેની ઝંખના છે. પહેલું જ કાવ્ય “હવે ?'-કેન્દ્રથી પરિઘ તરફ કાલ્પનિક રીતે જઈ આવ્યાને વરસ વીતી ગયાં. ખરેખર પરિઘ પર પહોંચ્યા પછી કેન્દ્ર તરફ જઈ શકાય ખરું? બાલ્યાવસ્થામાં દાદાની ભૂમિકા ભજવી શકાય પણ દાદા બન્યા પછી ફરીથી બાળક બની શકાય ખરું? વૃદ્ધાવસ્થામાં સ્મરણેને સથવારે માણસ જીવે છે. દાદાની પાધડી, લાકડી વગેરે લઈ દાદા બનવાની શિશુક્રીડા કરેલી તે ભૂમિકા વાસ્તવિક બનતાં જીવનને ઉત્તમકાળ વહી જવાને વિષાદ સાર્વજનીનતા પામીને શિખરિણીના લયમાં આસ્વાદ્ય બની રહે છે. “હવે?' માંને પ્રશ્નાર્થ–ગળે ભેરવાઈ ગયેલું પ્રશ્નાર્થચિહ મૂગું ઊંડું સંવેદન સૂચવી જાય છે. “હવે ?”ના પ્રશ્નનો ઉત્તર બીજા જ કાવ્ય નિર્વેદ 'માં છે, જીવવું એ મનુષ્યની નિયતિ છે. જીવન ક્ષણભંગુર છે પણ એ ક્ષણ પણ જીવી શકાય છે. સુખની કલ્પનાના કેફમાં જીવતાં, જીવન પૂરું થયા પછી મરણ આવે તેને અમૃતના કુંભ તરીકે સ્વીકારી લેવાની કલ્પના મરણને સવ બનાવે. સંધ્યાકાળથી રાત્રિ સુધીની પ્રતિલીલા અને એમાંથી જન્મતું સંવેદન મળે પિતાનું માં છે. આકાશરૂપી બીન ઉપર અદષ્ટ નખલીથી સર્જાતું સંગીત જીવ-શિવની એકતાની અનુભતિ સુધી લઈ જાય છે. સૂર્યને પોતાનું આકાશ મળી ગયું છે એવું જ દરેકને પોતાનું આકાશ મળી જાય તે આભા નીખરે ખરી. રાત્રિના આકાશદર્શને કવિને મુગ્ધ કર્યા છે. દૂર્ગધરતિ ”માં “ સહજ દુર્ગધ શું રતિ” છે. હોસ્પિટલમાંની અનેક પ્રકારની ગધોની વાત કરી એ પ્રત્યેની રતિ પછી “ વિશ્વમ મતિ ?” એવા પ્રશ્ન મૂકે છે પણ કટાક્ષ છતો થાય છે. “ નવી સંસ્કૃતિનાં પ્રદૂષણ, હવામાન, સલિલે, નભેને પાતાલે અ! ખુશનશીબી મનુજની!” “ સહીને દૂર્ગધ મનુજ-પ્રકૃતિની અસહ જે સુગંધે સુષ્ટિની, વિરલ ગુણ ભારે શકું સહી !” (પૃ. ૧૧) મંથરા નવા નવા સ્વરૂપે સમાજમાં હોય જ છે. બધા મત્યમાં એ સનાતન પાત્ર અ-મૃત છે. ને ગમે તે જગ-જીભ જજે, નવે નવે રૂપ હું, ક૬૫ કપે.” (“હું મંથરા '...પુ. ૨૧) - એના વ્યકિતત્વનું એક ઉજળું પાસુંસ્વા ૧૬ For Private and Personal Use Only

Loading...

Page Navigation
1 ... 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139