Book Title: Swadhyay 1991 Vol 28 Ank 01 02
Author(s): R T Vyas
Publisher: Prachyavidya Mandir Maharaja Sayajirao Vishvavidyalay

View full book text
Previous | Next

Page 118
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir નિખિલકુમાર જ. પંડયા આપી છે. પીપળાને વિવિધ રોગમાં ઉપયોગ કેવી રીતે કરવો તે પણ કહ્યું છે. પુત્ર જન્મે તે માટે જેમ પુંસવન વિધિ કરાવવામાં આવે છે તેમ પુત્રી જન્મે તે માટે પણ પુંસવનવિધિ પણ ઊલટા ક્રમમાં કરાવી લેખકે એક નવીન રાહ બતાવ્યો છે. જેના ઘરમાં પુત્રી ન હોય તેની વેદનાને ચિતાર દર્શાવી પુત્રીની અગત્યતા સમજાવી છે. સમાજમાં ને વૈદ્યોમાં જાણીતા એવા દશાંગલેપના વિવિધ ઉપયોગો બતાવ્યા છે, જે સામાન્ય માણસ પણ વિના ચિંતા ઉપયોગમાં લઈ શકે છે. વ્યસનોની આજકાલ ફેશન થઈ પડી છે, તેવા જ એક વ્યસન બીયરના તથા મધના અંતસેવન પ્રત્યે ચિંતા પ્રગટ કરી યુવાને વાલીઓ-આરોગ્ય ખાતું–કેસર શંશાધન તંત્ર-નશાબંધી ખાતા વગેરેને આ અંગે વિચારવા ભારપૂર્વક જણાવ્યું છે. તમાકુ વિશેની તેમની સૂઝ જાણીતી છે અને માનવજાતને દુશ્મન હોવાનું તેને માને છે– સારો સ્વર એ મનુષ્યની સુંદર અભિવ્યક્તિ છે. તેને કેળવી શકાય છે. જુઓ તેમણે પ્રાચીન લેકોક્તિને ઉપયોગ કરી જણૂાવ્યું છે કે “ દૂધ-સાકર ને એલચી વરિયાળી ને દરાખ જે ગાવાને શોખ હોય તે પાંચેય વસ્તુ ચાખ. પણુ-હિંગ મરચું ને આમલી સોપારી ને તેલ જો ગાવાને શેખ હેય તે પાંચેય વસ્તુ મેલ” આમ કહી સ્વર માટે પથ્યાપથ્ય બતાવ્યું છે. સ્વર માટે સર્વોત્તમ જેઠીમધ છે જે દૂધમાં ઉકાળી પીવાની તેમની સલાહ છે. આયુર્વેદના અભ્યાસી તરીકે તેમણે શાસ્ત્રીય જ્ઞાન મેળવવાની ભલામણ કરી છે અને નર્યા નુસખા ઉપર આધારિત ન રહેવા સમજાવ્યું છે. આ શાસ્ત્રના જ્ઞાનને પ્રૌઢશિક્ષણ-રેડી-ટીવી તથા વર્તમાન પત્ર દ્વારા સમાજના તમામ સ્તરના લેકો સુધી પહોંચાડવાની તેમની માંગ છે. કાકડા (Tonsils) વિશે તેમણે અલગ પુસ્તક પણ લખ્યું છે, જેમાં તેના થવાનાં કારણે-પથ્યાપથ્ય અને પૂર્ણ તેમ જ અપૂર્ણ રૂપની એવી બે પ્રકારની ચિકિત્સા બતાવી છે. પ્રાયઃ કફજન્ય વિકાર બાળકોમાં વિશેષ પ્રમાણમાં જોવા મળતો હોવાની અને ઓપરેશન જ તેને ઈલાજ છે એવું ન માનવા કહી તેમણે કાળજીપૂર્વક ચિકિત્સા કરવા સલાહ આપેલ છે. હળદરજેઠીમધ અને હરડે તેનાં રામબાણ ઔષધ હેવાનું લખ્યું છે. આયુર્વેદની દશ વિશેષતાઓ (પંચકર્મ-સત્ત-કાષ્ટૌષધેજઠરાગ્નિનું મહત્ત્વ-ભૂળગામી ઉપચાર) વિગેરે ઉપર તેમણે ટૂંકી સમજ આપી છે, તો નબળા મનના રોગીઓના રોગો મટાડવા મુશ્કેલ પડે છે તેમ દર્શાવી વાયુના રોગોમાં અજમોદાદિ ચૂર્ણ વાપરવા સલાહ આપી છે. - વર્તમાન સમયમાં નાનાં-મોટાં–યુવક-યુવતીઓને વાળની સમસ્યા હોય છે. અકાળે વાળ ધોળા થવા-વાળ ખરવા-ઉદરી પડવી વગેરે ઉખે તેમણે હિતકારી ઔષધે જેવાં કે જેડીમધ-ગળો-અશ્વગંધા-આમળાં હરડે-શતાવરી-બ્રાહ્મી-ભાંગરો વિશે સમજ આપી છે. વાળના For Private and Personal Use Only

Loading...

Page Navigation
1 ... 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139