________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મુગટલાલ પ. બાવીસી
મયમાં કુલ ૭ ખંડ છે. પ્રથમ ખંડ ૧ કાંગ્રેસી ઉદ્દામો’ વિષે છે. એના પ્રથમ પ્રકરણું જવાહરલાલને અજપે 'માં ગાંધીજી અને જવાહરલાલના વિચારમાં રહેલી ભિન્નતા સ્પષ્ટ કરવામાં આવી છે જ્યારે બીજા પ્રકરણ “ સુભાષબાબુની તાલાવેલી 'માં સુભાષબાબુએ છૂપા વેશે છટકીને હિંદ છોડયું ત્યારથી વિમાની અકસ્માતમાં તેમના અવસાન સુધીની રોમાંચકારી પ્રવૃત્તિઓની સિલસિલાબંધ હકીકત આપવામાં આવી છે. પ્રકરણને અંતે સુભાષબાબુએ રંગૂન છેડતી વખતે આઝાદ હિંદ ફોજના સાથીઓને લખેલો પત્ર અને સુભાષબાબુએ ગાંધીજીનું કરેલું મૂલ્યાંકન ખાસ ઉલ્લેખનીય છે. એમાં સુભાષબાબુએ ગાંધીજી વિશે કેટલાંક કડવાં સત્ય ઉચ્ચાર્યા છે. આ વિગતે અન્ય કોઈ ગુજરાતી પુસ્તકમાંથી પ્રાપ્ત થતી નથી. તેથી આ પ્રકરણ અને આ મંથનું મૂલ્ય વધે છે.
ખંડ-૨ “ સમાજવાદી આંદોલન' ઈ. સ. ૧૯૩૪માં મૅચેસ સમાજવાદી પક્ષની સ્થાપના અને તેની પ્રવૃત્તિઓ વિષે અલભ્ય માહિતી પૂરી પાડે છે. આચાર્ય નરેન્દ્રદેવ, જયપ્રકાશ નારાયણ, મીનુ મસાણી, અમૃત પટવર્ધન, રામમનોહર લોહિયા, અશોક મહેતા, અરૂણા અસફઅલી વગેરે કોંગ્રેસ સમાજવાદી પક્ષના મુખ્ય નેતાઓ હતા. એમણે કેંગ્રેસમાં રહીને સમાજવાદી વિચારોના પ્રચાર માટે કરેલી મથામણોને અહીં નિરૂપણ કરવામાં આવ્યું છે. ખંડ-૩માં હિંદમાં સામ્યવાદના પ્રણેતા તથા લેનિનના નીકટ પરિચયમાં આવેલ પ્રખર વિચારક શ્રી એમ. એન. રોય (માનવેન્દ્રનાથ રૈય)નું સાહસિક જીવન, ક્રાંતિકારી વિચારધારા તથા એ વિચારધારાને અમલમાં મૂકવાના સંનિષ્ઠ પ્રયાસોને વિશદ ખ્યાલ આપવામાં આવ્યો છે. ખંડ-૪માં બે પ્રકરણ છે. એમાં પ્રકરણ-૫ “૨સી કાંતિ ', ઈ. સ. ૧૯૧૭માં થયેલી સામ્યવાદી ક્રાંતિ તથા હિંદ પર થયેલી તેની અસરનું આલેખન કરે છે. પ્રકરણ-૬ હિંદના સામ્યવાદી પક્ષની રચના, તેના સિદ્ધાંતે તથા તેના ક્રમિક વિકાસને આલેખ ૨જ કરે છે.
ખંડ-પમાં હિંદમાં દેશી રાજની સમસ્યાનું સ્વરૂપ સમજાવી તેના ઉકેલમાં સરદાર વલ્લભભાઈએ બતાવેલ કુનેહ અને કડકાઈને વિસ્તૃત ખ્યાલ આપવામાં આવ્યું છે. સરદાર વલભભાઈએ દેશી રાજ્યોને સમજાવી જરા પણ લેહી રેડ્યા વગર ભારતની એક્તા સિદ્ધ કરી એ માટે એમને યોગ્ય રીતે જ “ સવાઈ બિસ્માર્ક' કહેવામાં આવે છે. ખંડ-૬માં હિંદના કિસાન-આંદોલનને અને ખંડ-૭માં કામદાર-આંદોલનનો ઈતિહાસ આલેખવામાં આવ્યો છે, ભારતની આઝાદીની ચળવળમાં આ બે વર્ગોને પણ મહત્વનો ફાળો છે. છેલ્લે “પુરવણી'માં રશિયામાં મિખાઈલ ગેબચવના શાસન દરમિયાન અપનાવાયેલ “પેરેસ્રોઈક” વિષે સમજૂતી આપવામાં આવી છે. “પેરેન્ઝોઈક ને જ્યારે અમલ થાય ત્યારે સર્વેએ તેને આવકાર આપ્ય હતો. એ વખતે કોઈને ખબર ન હતી કે ગર્ભાવ અને “પેરેન્ઝોઈક” રશિયામાં સામ્યવાદના અંત અને રાષ્ટ્રને, વિધટન તરફ દોરી જશે.
આમ, જ્ઞાનમંગેત્રી મંથકોને ગ્રંથ-૨૭ ભારતને અર્વાચીન ઇતિહાસ આલેખે છે એ સાથે ભારતના સ્વાતંત્ર્યસંગ્રામની ઝલક રજૂ કરે છે. જો કે આ ગ્રંથમાં સ્વાતંત્ર્યસંગ્રામની વિગતે અલ્પ પ્રમાણમાં છે જ્યારે ભારતમાં ઉદ્દામવાદ, સમાજવાદ અને સામ્યવાદને ઇતિહાસ
For Private and Personal Use Only