________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ગ્રંથાવલોકન
જ્ઞાનગંગોત્રી ગ્રંથશ્રેણી–ભારતદશન ૪ (સ્વાતંત્ર્યસંગ્રામ-૨) ; લે. ભેગીભાઈ ગાંધી, મુકુંદરાય મુનિ અને દિનેશ શુકલ, સંયોજક ડો. દિલાવરસિંહ જાડેજા, મુખ્ય સંપાદક ભેગીભાઈ ગાંધી, પ્ર. સરદાર પટેલ યુનિવર્સિટી, વલ્લભવિદ્યાનગર, આવૃત્તિ-૧, ૧૯૯૦, પૃ. ૨૦ + ૨૧૬ (ડબલ ક્રાઉન), કિંમત રૂા. ૪૦ = ૦૦.
સરદાર પટેલ યુનિવર્સિટી, વલ્લભવિદ્યાનગર તરફથી જે ૩૦ ગ્રંથની જ્ઞાનગંગોત્રી કંથકોણી પ્રગટ થઈ રહી છે તેમાંને આ ૨૭મો ગ્રંથ છે. તે ભારતદર્શનને ૪થે અને ભારતને
સ્વાતંત્ર્યસંગ્રામને ૨જે ગ્રંથ છે. આ ગ્રંથને સંયોજક કુલપતિ ડો. દિલાવરસિંહ જાડેજા અને મુખ્ય સંપાદક શ્રી ભોગીભાઈ ગાંધી છે. ગ્રંથના લેખકે સર્વશ્રી ભોગીભાઈ ગાંધી ( જાણીતા લેખક તથા વિચારક ), મુકુંદરાય મુનિ (લેકભારતી, સણોસરાના નિવૃત્ત પ્રાધ્યાપક) તથા દિનેશ શુકલ (ગુજરાત યુનિવર્સિટી, અમદાવાદના પ્રાધ્યાપક) છે.
આ ગ્રંથોણીના ૨૭ મંથે પ્રસિદ્ધ થઈ ચૂક્યા છે. એટલે એની પેજના અને અમલથી ગુજરાતના વિદ્વાને પરિચિત છે. લોકોને વિવિધ વિષયેનું અઘતન જ્ઞાન સરળ ભાષામાં મળી રહે એ આ યોજનાને હેતુ છે. જ્ઞાનની સીમાઓ સતત વિસ્તરતી જાય છે. એટલે દર પચાસ કે સે વર્ષે આવી એકાદ શ્રેણી અપાય છે કે છેલ્લામાં છેલ્લી શોધે અને સંશાધનોથી વાકેફ રહી શકે. ગ્રંથની શરૂઆતના નિવેદનમાં કુલપતિ ડો. દિલાવરસિંહ જાડેજાએ મંથકોણીના ઉદેશે જણાવ્યા છે જ્યારે “સંપાદકીયમાં શ્રી ભોગીભાઈ ગાંધીએ આ ગ્રંથની પૂર્વભૂમિકા સમજાવી છે. શ્રી જોગીભાઈના સંપાદન નીચેને આ છેલે ગ્રંથ હોવાથી “ આભારદર્શન 'માં એમણે આ યેજના કેવી રીતે ઘડાઈ, અમલમાં મૂકાઈ અને એમાં ફેરફાર થયા એને કે ઇતિહાસ આપી મદદ કરનાર વિદ્વાને તથા લેખકોને આભાર માને છે.
પુસ્તકને “પ્રવેશક રાજ્યશાસ્ત્રના વિદ્વાન અને આંતરરાષ્ટ્રીય રાજકરણના અભ્યાસી ગા. પરષોત્તમ ગણેશ માવળંકરે લખે છે. ભારતના સ્વાતંત્ર્યસંગ્રામ વિષે તેઓ જણાવે છે, “ભારતના સ્વાતંત્ર્યસંગ્રામની ગાથા સમૃદ્ધ અને ગૌરવવંતી છે. આપણે દેશ પ્રાચીન અને વિધવિધ સંસ્કૃતિઓથી સભર હોવા છતાં, એક પ્રકારની સમાન ભારતીય સભ્યતા ધરાવતા હોવા છતાં, બેચાર સૈકાઓથી નહિ પણ હજારો વર્ષથી ટકી રહ્યો છે. એ જ “પ્રવેશક 'માં આગળ જતાં તેઓ જણાવે છે, “સ્વાતંત્ર્યની ચળવળ આપણા દેશમાં અનેરી રહી છે. ભારતની પ્રજાએ અનેક આદર્શોને વાગોળતા રહીને સ્વાતંત્ર્ય માટે સંમામ ખેલે છે. એમાં પ્રજાએ અને પ્રજાના આગેવાનોએ અવનવાં સ્વપ્ન સેવ્યાં છે તેમ અનેકવિધ આદર્શો સાથેનાં મૂલ્યોને પણ સંભાર્યા છે અને સાચવ્યાં છે.'
For Private and Personal Use Only