________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ܗ݈ܽܘܽܪܶ
૨. ના મહેતા
પ્રવૃત્તિ દરમિયાન તેમનું વાચન, ચર્ચાવિચારણ, કાવ્યલેખન વગેરે તેમના મિત્રો સાથે ચાલુ રહેતાં હતાં. આ વર્ષો દરમિયાન તેમનું લગ્ન પણ થઈ ગયું હતું અને તેમની વસંત, ગૌતમ, સુંદર અને હંસા એ સંતતિ છે.
સોમાભાઈનાં પત્ની નર્મદાબહેન અત્યંત માયાળુ અને મૃદુ સ્વભાવના, ધીર પ્રકૃતિનાં હતાં. તેમણે સમાભાઈ ને ભારતીય સન્નારીની પરિપાટી અનુસાર આજીવન સાથ આપ્યો હતો. તેમને સોમાભાઇના પહેલાં સ્વર્ગવાસ થયે હતે.
સોમાભાઈની શાંત અને સન્નિષ્ઠ પ્રકતિથી ચાલતી સરસ્વતીની સેવાને મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીના ગુજરાતી વિભાગે આગળ વધારી. પ્રાચીન ગુજરાતી કૃતિઓનું સંપાદન કરીને ગુજરાતી ભાષાને ઐતિહાસિક દષ્ટિએ દેશ તેયાર કરવાની સમગ્ર જનામાં અન્વેષણ માટે તેમની અક્ષક અર્થાત રિસર્ચ આસિસ્ટન્ટ તરીકે નિમણૂક થયા બાદ તેમની ૧૯૭૮ સુધીની અઢી દાયકો ઉપર વિસ્તરની પ્રવૃત્તિમાં તેમણે હસ્તપ્રતો વાંચી, તેનાં પાઠાંતરે તૈયાર કર્યા અને તેમના પરિશ્રમને લીધે ગુજરાતી વિભાગની “પ્રાચીન ગુર્જર ગ્રન્થમાળા 'ને આંતરરાષ્ટ્રીય ખ્યાતિ મળી છે. ડે. પારેખની આ ક્ષેત્રમાં થયેલી પ્રવૃત્તિમાં લેખક કે સંપાદક તરીકે નામ આવે કે ન આવે તે પ્રત્યે ઉપેક્ષાવૃત્તિ રાખેલી હાઈ પ્રાચીન કાચુસંગ્રહ તેમના નામ સાથે સંકળાયેલો ગ્રંથ છે. પરંતુ તેમના કાર્યની પૂર્વભૂમિકા પ્રાચીન ગુર્જર ગ્રંથમાળામાં પાયારૂ૫ છે, હસ્તપ્રતોનાં વાચન માટે આવશ્યક લિપિ અને ભાષાજ્ઞાનને અભાવે ક્ષીણ થતી જતી આ વિદ્યાશાખામાં ડે. સોમાભાઈ પારેખની ખટ લાંબા વખત સુધી સાલશે.
જની ગુજરાતીના તેમના અધ્યયનને લીધે તેઓ પંચદંડની કથા તરફ આકર્ષાયા અને તેનું વ્યવસ્થિત અધ્યયન કરીને તેમણે વિદ્યાવાચસ્પતિની પદવી પ્રાપ્ત કરી. આ કાર્ય માટે તેમણે હસ્તપ્રત વાંચી તેની સમીક્ષિત આવૃત્તિ તેયાર કરીને તેની વિસ્તૃત પ્રસ્તાવના લખી. આ પ્રસ્તાવને સાથે પ્રસિદ્ધ થયેલી તેમની કૃતિ આ ક્ષેત્રમાં કામ કરનારને માટે સારુ દૃષ્ટાંત પૂરું પાડે છે.
સોમાભાઈની આ પ્રવૃત્તિઓને લીધે તેઓ રિસર્ચ આસિસ્ટન્ટને બદલે પ્રાચ્યવિદ્યા મંદિરમાં રિયર્સ ઓફિસરની જગ્યા પર નિમાયા હતા. ત્યાર બાદ તેમના પિતાના અન્વેષણ ઉપરાંત તેમની જવાબદારીઓ વધી હતી. તે પણ તેઓ વ્યવસ્થિત રીતે અદા કરતા હોવાથી તેમના વખતમાં પ્રાયવિદ્યા મંદિરનાં પ્રકાશને સારી ઝડપથી અને એકસાઇપૂર્વક કરવાથી તેમના ઉપરી અધિકારીઓ ડે, ઉમાકાન્ત એ. શાહ તથા ડે. ભોગીલાલ જ, સાંડેસરાની મનોકામનાઓ પૂર્ણ થતી રહેતી હતી.
સોમાભાઈ આ કાર્યો કરતાં કરતાં શરૂઆતમાં તે કાળે બનાવતા, તે પૈકી “ ગુલમહોર' જેવાં પ્રસિદ્ધ થયાં છે. પરંતુ તેમનું ધ્યાન ત્યાર બાદ નિબંધ લખવા તરફ રહ્યું છે અને તેથી તેમની આ કૃતિઓ અવારનવાર પ્રસિદ્ધ થતી હતી.
For Private and Personal Use Only