________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
નિવાપાંજલિ
પ્ર. કે. ટી. એમ. હેગડેને નિવાપાંજલિ
૧૯૯૨ના સપ્ટેમ્બરની ૧૪મી તારીખે ૬૨ વર્ષે ટૂંકી માંદગી પછી થયેલ પ્રો. કરુણાકરન કિંગલે મંજય હેગડેના અવસાનના સમાચારથી પુરાવસ્તુવિજ્ઞાન અને ભારતીય ઇતિહાસ અને સંસ્કતિક્ષેત્રે સમગ્ર દેશ તેમ જ વિદેશના વિઠાને એ જબરજસ્ત આઘાત અને ઘડા દુખની લાગણી અનુભવી છે. તેમને જન્મ ૧૯૩૦ના ૧૮મી જુલાષ્ટના રોજ કર્ણાટકના દક્ષિણ કાનરા જિલ્લામાં આવેલ થિંગલે ગામમાં થયો હતો. વિજ્ઞાનશાખામાં (B.Sc. ) પદવી પ્રાપ્ત કર્યા પછી પ્રો. હેગડેએ પિતાની કારકિર્દીની શરૂઆત વિશ્વવિખ્યાત અજંતાની ગુફાઓનાં ભિત્તિ-ચિત્રોની સાચવણી માટે કેમીકલ આસીસ્ટન્ટ તરીકે આર્કિયોલોજીકલ સર્વે ઓફ ઈન્ડીયાના નેજા હેઠળ કરી હતી. આ પછી તરત જ ૧૯૬૦માં પ્રો. બી. સુબ્બારાવે તેમની નિમણુક ડિપાર્ટમેન્ટ ઑફ આર્કિયોલેજ, એમ. એસ. યુનિવર્સિટી, વડોદરા ખાતે કેમેસ્ટ્રીના વ્યાખ્યાતા તરીકે કરી. અહીં તેમણે ઉખનન દરમિયાન મળેલ પુરાવસ્તુઓને કેમીકલ તથા ફીઝિકલ પૃથ્થક્કરણની વિવિધ પદ્ધતિઓ દ્વારા સાચવણી માટે લેબોરેટરીની સ્થાપના કરી અને તેઓ નિવૃત્ત થયા ત્યાં સુધી આ લેબોરેટરીને પશ્ચિમી ઢબે આધુનિકીકરણ કર્યું. આ લેબોરેટરીમાં પ્રાચીન ધાતુવિજ્ઞાન (Metallurgy) તથા રાસાયણિક તેમજ ફિઝીકલ પૃથ્થકરણ પદ્ધતિઓ દ્વારા પ્રાચીન પર્યાવરણ (Environmental archaeology) અને પ્રાચીન માટીકામના ઉદ્યોગ (Petrological studies) વિશેનાં સંશોધન માટે પ્રયોગ કરવાની સાધન-સામગ્રી, સગવડે ઉપલબ્ધ છે, જે તેમની દીર્ધદષ્ટિનું પરિણામ છે.
પ્રો. હેગડે એક વિદ્વાન વિજ્ઞાનિક-પુરાવસ્તુવિદ તરીકે દેશ-વિદેશમાં વિખ્યાત હતા. ભારતીય પુરાવસ્તુશાસ્ત્રની સમસ્યાઓ ઉકેલવામાં તે પારંગત હતા. ૧૯૭૦માં પશ્ચિમ ભારત અને રાજસ્થાનના રણપ્રદેશના પ્રાચીન પર્યાવરણના (Quaternary Environmental સ્ત્રી. ૧૪
For Private and Personal Use Only