________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ડો.
ગીતા જ. સાંડેસરા
ખેતી અને અગ્નિ પછી ત્રીજી શેધ તે માટીનાં વાસણ બનાવવાની. રસોઈ કંઈ પતરાળાં પડિયામાં ન થાય. કુંભારના ચાકડા ઉપર વિવિધ પ્રકારનાં માટીનાં વાસણ બન્યાં, તેથી રઈ શકય બની. કુંભકારનાં સર્જન એ પણ અજબ સૃષ્ટિ છે. આથી કુંભાર “પ્રજાપતિ કહેવાય.
" માટીનાં વાસણ પછી અગત્યની શોધ પૈડાંની. કુંભારના ચાકડા ઉપર માટીનાં વિવિધ પ્રકારનાં વાસણ બનતાં હતાં; તે પણ ઈજિપ્ત જેવા સંસ્કૃત દેશમાં, પેરુના ઈ-કા સામ્રાજ્યમાં, મેકિસકે, ગ્વાટેમાલા અને યુકાટાનની મય સંસ્કૃતિમાં તેમ જ એ પછી ત્યાં વિકસેલી આઝટેક સંસ્કૃતિમાં પૈડું નહોતું, એ આશ્ચર્યજનક છે. પેરુમાંથી યુરોપને સિકોનાનું વૃક્ષ મળ્યું જેણે જગતમાં મેલેરિયાને રોકો પણ યુરોપે બદલામાં બાકીના વિશ્વને સીફીલિસ આપ્ય; (આયુર્વેદની પ્રાચીન સંહિતાઓમાં એ રોગ નથી; પછીના ગ્રન્થમાં તે ‘ફિરંગરેગ કહેવાય છે.) અમીર-ઉમરા અને ધર્મગુરુઓ પાલખીમાં બેસતા, સંદેશાવ્યવહાર ઝડપથી દોડનાર કાસદ મારફત ચાલતો, સ્મરણ માટે અમુક પ્રકારની ગાંઠ વાળવામાં આવતી. આઝટક લેકે પાસે ઘોડા નહતા તેમજ દારૂગોળે ન હતો. તેથી તેઓ સ્પેનિયાડેથી જલદી પરાજિત થઈ ગયા. પેનના ધર્માન્જ કેથલિક પાદરીઓએ આઝટેકનું લગભગ બધું સાહિત્ય બાળી નાખ્યું અને તેમની પાસેથી સેનાને મબલખ ભંડાર હતો, તે લૂંટી લીધા. સંસ્કૃત “હાટક” એટલે “સેનું '. પૃથ્વીને પશ્ચિમ ગોલાધ એ પાતાદેશ. ત્યાં હાટકેશ્વરનું મન્દિર હતું અને એ પ્રદેશમાં પુષ્કળ સેનું હતું, એનું વર્ણન પુરાણમાં આવે છે. (નાગરે પરદેશથી આવેલી પ્રજા છે; એમના કુળદેવ હાટકેશ્વર છે; જુએ દેવદત્ત ભાંડારકરને લેખ Foreign Elements in Hindu Population) મેકિસકની સરહદ ઉપર આવેલા યુ. એસ. એ. ના એરિઝોના રાજ્યના સાન શહેરમાં, યુનિવર્સિટી ઓફ એરિઝોનાના મ્યુઝિયમમાં મેં એક ચિત્ર જેય હતું. પેનિયાડ મુખ્યત્વે સોનું લેવા માટે આઝટેક રાજ્ય ઉપર આક્રમણ કરતા હતા; આથી કેટલાક આઝટેક ઈયિને એક સ્પેનિશ સરદારનું પહેલું પહોળું કરીને એમાં સોનાને ઊકળતો રસ રેડી એને મારી નાખે છે. મય અને આઝટેકનું થોડુંક સાહિત્ય હજી બચ્યું છે, પણ એની લિપિ હજ સંતોષકારક રીતે ઊકલી નથી; તેથી મય અને આઝટેક સંસ્કૃતિ વિષેની માહિતી મુખ્યત્વે એમનાં ભવ્ય સ્થાપત્યોમાંથી મળી છે.
સંસ્કૃતિની વળી મહત્ત્વની શોધ તે લિપિ. લિપિદ્વારા જ સંસ્કૃતિને વારસો પેઢી દર પેઢી સચવાઈ રહે છે. હરપન લિપિને સર જહોન માર્શલ એક રીતે વાંચે છે, ફાધર હેરાસ બીજી રીતે વાંચે છે, ડે. પ્રાણનાથ ત્રીજી રીતે વાંચે છે, ફિનલેન્ડના પપેલા બ્રધર્સ ચોથી રીતે વાંચે છે અને બીજા કેટલાક વિદ્વાને વળી પાંચમી, છટ્ટી અને સાતમી રીતે વાંચે છે. કારણ એ કે સિબ્ધ
સ્કૃતિની-લેથલની એકપણ મુદ્રા બે લિપિમાં નથી ! ગ્રીક સિક્કાઓ ઉપર મીક અને બ્રાહ્મી એમ બે લિપિની મુદ્રાની સહાયથી અશોકના શિલાલેખની બ્રાહ્મી લિપિ અને એ જ રીતે સેમિટિક મૂળની ખરોષ્ઠી લિપિ (જે જમણેથી ડાબી બાજ લખાતી તે) ઉકેલી શકાઈ. ઈજિપ્તની “રોઝીટા સ્ટોન' નામથી ઓળખાતી પ્રચંડ શિલા બ્રિટિશ મ્યુઝિયમમાં છે, તેની સહાયથી ઈજિપ્તની - હીરાલીકિક' (Heiroglyphic)-ચિત્રલિપિ વાંચી શકાઈ અને ઇજિપ્તની હજારો વર્ષ જૂની
For Private and Personal Use Only