________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સંસ્કૃત નાટપશામાં નાયક પર વિસંશ
નાયક ઉદાત્ત ગુણસંપન્ન હવે જોઈએ પરંતુ એ ઉપરાંત અન્ય કોઈપણ ગુણવાળા હોય છે, સંભવતઃ ઉદાત્તનું વિધાન કરવા પાછળ ભરતને પણ આ જ આશય રહ્યો હશે, કેમ કે નાયશાસ્ત્રમાં એવો કોઈ ઉલ્લેખ નથી કે નાયક ધીરલલિત કે ધીરદાન ' જ હોય, પરંતુ તે ધીરેહત્ત અને ધીરશાંત પણ હોઈ શકે. ભરતને તે કેવળ ઔદાન્ય જ અપેક્ષિત છે.
સંસ્કૃત નાટ્યશાસ્ત્રમાં નાટકના નાયક સંબંધી પ્રવર્તતા વિસંવાદનું પ્રતિબિંબ નાટકોમાં ઝોલાયું નથી. સંરકત નાટકકારેએ તે નાયકને મર્યકટિને નિરૂપવા સાથે પરિણિત ચારમાંની કોઈપણ પ્રકૃતિથી સંબદ્ધ હવામાં વિશ્વાસ મૂકે છે. આમ સંસ્કૃત નાટ્યશાસ્ત્રમાં જોવા મળતો વિસંવાદ વ્યાવહારિક ભૂમિકાને દૂષિત કરતા નથી.
For Private and Personal Use Only