________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કવિ ખબરદારની મઘરોલી રહી આજુબાજુ અર્ધગતિની જ અગ્નિધારા ઉડાવવી પડશે. પ્રજાનું જીવન એ પ્રજાના સાહિત્યભવનનું નિવાસી છે.”૭
૪ ઉદ્દબોધનાત્મક છટા . કયારેક એમની શૈલીમાં ઉદબોધનાત્મક ટા અને વાતચીતિયા ઢબ પણ પ્રગટ થાય છે. એમાં પ્રેરકતા અને પ્રોત્સાહનને ભાવ હોય છે. કંઈક આત્મીયતા સાધીને એમાં તેઓ જણે વાચકને દોરે છે અને પ્રેરે છે. પણ નરી બેધકતાને તે તેમાં અભાવ જ હોય છે. એના નમુનાને આસ્વાદ કરીએ.
ગુજરાતી સાહિત્ય સંસ્કન જેવું પ્રૌઢ ન હોય, અંગ્રેજી જેવું વિશાળ ન હોય, કદાચ એના બાલબંધ બંગાલી જેવું નવસમૂહ પણ ન હોય, પણ એ સુંદર અને મધુર તો છે જ અને આપણું પોતાનું હોવાથી વહાલું પણ છે જ. એને આપણા સિવાય બીજા કોણ લાડ લડાવશે, એની અભિલાષાઓ બીજ કોણ પુરી કરશે, એની નાની મોટી સેવા બીજા કોણ ઉઠાવશે અને દુનિયામાં એને આગળ પડતું કરવા માટે બીજ કોણ એને માથે કીતિની કલગી ખાસશે, એવા એવા કોડ આપણુ સર્વ ગુજરાતી બંધુઓમાં સતત ઉછળતા રહેવા જોઈએ. એને માટે પ્રેમાનંદે જીવનભર માથે પાધડી બાંધી નહીં, એને માટે નર્મદ કેસરિયાં લઈ પેટે પાટા બાંધે. એને માટે દલપતરામે દરબારે દરબારે વકીલાત કરી લક્ષ્મીજીવીઓ પાસે ભિક્ષા માગી અને આપણી નજર સામે એને માટે ગોવર્ધનરામે લકમીઝનાં સુવર્ણ ધામ છોડી વનવાસ સે. બહેને અને બંધુઓ, એવી એ આપણી ગુજરાતી ભાષા અને એવું એ આપણું ગુજરાતી સાહિત્ય કેને પ્રિય ન હોય ? એનું અભિમાન આપણે કેમ ન રાખીએ ? એની સેવામાં આપણે કેમ નાનમ માણીએ ? એનું રક્ષણ કરવા આપણે કેમ પાછી પાની કરીએ? જેવું છે એવું એ સાહિત્ય આપણું છે. ૮
૫ ગંભીર પ્રૌઢ ભાષારૌલી
આ ઉપરાંત, સવિશેષ લક્ષણ એ છે કે ખબરહારમાં ગંભીર પ્રૌઢ વિચાર ધણીવાર ગંભીર પ્રૌઢ ભાષાશૈલીમાં વ્યક્ત થયેલ છે. એ સાહિત્યને મહિમા ગાય કે કવિતાની જરૂર સમજાવે અને વસંતના આગમનની વાત કરે કે યોવનની નવવસંતની પ્રેરણાના વાયુનું વર્ણન કરતા હોય ત્યારે એમનું ગદ્ય જરૂરી ગંભીરતા ધારણ કરે છે. એનું ઉદાહરણ જોઈએ.
“ વસંત ઋતુના આગમન આગળ પૃથ્વી ઉપર તીવ્ર પવન વાય છે, અને એ પવનના સપાટાથી જેમ પૃથ્વી ઉપર પડેલાં પાંદડાં ધસડાઈ જાય છે તેમ ઝાડ ઉપર લટકતાં સૂકાં પત્રો પણ છેવટનાં ખરી પડે છે, અને આખરે તે પર ધીમે ધીમે નવી કંપળા (ટીને પિતાના અલૌકિક હાસ્યથી વસંતને વધાવે છે. જેમ દર વર્ષે કુદરતમાં ચાલતા આ કમ આપણે અનુભવીએ છીએ, તેમ
૮ “ ખબરદા૨ મારકસંપ”, ૫, ૨૩-૧૪, સાતમી ગુજરાતી સાહિત્ય પરિષદના સાહિત્યવિભાગના પ્રમુખપદેથી આપેલું ભાષણ.
For Private and Personal Use Only