________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪ છેવટે બાકી રહેતી ? ભાગની જમીનમાં સારું પાસ પાકે તે માટે પ્રયત્ન કરવા તથા પ્રત્યેક ગામના ઢેરેના પ્રમાણમાં ગૌચર માટે ધાસિયા અનામત રાખવા.
સત્યાગ્રહનું પરિણામ –
આશરે ૨૫૦૦૦ એકર જમીન મેળવવાનું ધ્યેય હતું અને તે ભૂમિહીને વહેચવાની હતી. તેની સામે સત્યાગ્રહના અંતે ૧૪૦૦૦ એકર જમીન જુદા જુદા સ્વરૂપે મેળવી શકાય. પરંતુ ધાસિયા જમીનમાં ખેતી શરૂ કરવાનું સ્વપ્ન મહદ્ અંશે સાકાર બન્યું નહિ.
સત્યાગ્રહની શરૂઆત અને સંક્ષિપ્ત ઈતિહાસ:
આઝાદીની લડત દરમ્યાન ગાંધીજીના નેતૃત્વ હેઠળ ખેડા, બારડોલી વગેરે અનેક ઠેકાણે નાના મોટા સત્યાગ્રહ થયા હતા. પરંતુ સ્વરાજ્ય પછી કોગ્રેસ સરકારની પ્રજાના આથિકસામાજિક પ્રશ્નો ઉદેલવાની પદ્ધતિ “જે સે થે” જેવી હતી. જે કાયદાઓ થતા તેને લાભ ઉપલા અને વાચાળ વર્ગોને મળ. દેશની અન્નસમસ્યાને માટે જમીન સુધારણાના કાયદાઓ અને તેના અમલીકરણની ક્ષતિઓ જવાબદાર હતાં અને તે માટે ખેતીના પાયા પર આધારિત તથા ખેતપેદાશ પર નભતા ઓદ્યોગિક સમાજ (Agro Industrial society)નું ચિત્ર અર્થે શાસ્ત્રીઓએ રજૂ કર્યું હતું. નબળી પડતી દરેક કક્ષાની નેતાગીરીને કારણે કોંગ્રેસમાંથી એક જૂથ પ્રજા સમાજવાદી પક્ષમાં જોડાયું. આ પ્રમાણે પ્રજા સમાજવાદી પક્ષમાં જોડાનાર વ. ઈશ્વરભાઈ છોટુભાઈ દેસાઈ પણ હતા.
- ૧૯૫૨ની ચૂંટણીમાં પારડીની સામાન્ય બેઠક પર કમેલા શ્રીમંત ઉમેદવારને હરાવી પી. એસ. પી.ના આદિવાસી ઉમેદવાર જંગી બહુમતીથી ચૂંટાયા તે સમયે ચૂંટણીની કામગીરી માટે ઈશ્વરભાઈ વારંવાર પારડી આવતા. તેમણે પારકીના કિસાનોના પ્રશ્નોમાં રસ લઇ
પારડી કિસાનપંચાયત ની સ્થાપના કરી. તેઓ પારડીવિસ્તારમાં ખેડ અને જમીનમાલિકોના પ્રશ્નોને અભ્યાસ કરતા. સત્યાગ્રહ વગર પારડીને પ્રસ ઉકેલી શકાય તેમ નથી એવી ઈશ્વરભાઈને ખાતરી થવા લાગી, ૧૯૫થી ૧૯૫૩ના જુલાઈ સુધીમાં શ્રી ઈશ્વરભાઈ, શ્રી ઉત્તમભાઈ પટેલ, શ્રી સનતભાઈ મહેતા વગેરે મુંબઈ રાજ્યના મહેસૂલ પ્રધાન શ્રી હીરેને મળ્યા. તેમને એક આવેદનપત્ર પશુ આપ્યું. ઘાસની પડતર જમીને મેનેજમેન્ટ હેઠળ લેવા અને તેમાં ખેતી કરાવવા પગલાં સૂચવ્યા પરંતુ સરકાર સાથેની વાટાધાટો નિષ્ફળ નીવડી.
૧૨ ઑગસ્ટ, ૧૯૫૩ના રોજ જમીનવિહોણા કિસાની રેલી કાઢવામાં આવી. તેમણે મામલતદારને આવેદનપત્ર આપ્યું પંદર દિવસમાં સરકાર પાસે જવાબ મેળવવાની વિનંતી કરી. ને તેમ ન થાય તે પહેલી સપ્ટેમ્બર ૧૯૫૩ના દિવસે કિસાને માનવ અધિકાર, સત્ય અને ન્યાયની સ્થાપના કાજે આખરી માર્ગ તરીકે ધાસિયા જમીન પર અહિંસક સત્યાગ્રહ કરશે, એવી નવેરાત કરી..
For Private and Personal Use Only