________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પારી ખેડus
મ
ચોથા અને અ ંતિમ તબક્કો અને પારડીપ્રશ્નના ઉદ્દેલઃ-ઇશ્વરભાઈના મૃત્યુ પછી તેમનાં ધમ પત્ની કુમુમ્બેન દેસાઈની પારડી કિસાન પંચાયતના પ્રમુખપદે વરણી થઇ. શ્રી ઉત્તમભાઈ, ગોવિંદસાઇ, ડૉ. અમૂલ દેસાઈ, હકૂમત દેસાઈ વગેરે એમના સાથીઓએ ખેડસત્યાગ્રહનુ કા આગળ ધપાવ્યું.
અંતે ગુજરાતની નવી રચાયેલી સરકારના મહેસૂલપ્રધાન શ્રી પ્રેમજીભાઇ ઠક્કર સાથે જમીનદારાના પ્રતિનિધિ અને પારડી કિસાનપ`ચાયતના પ્રતિનિષિઓએ અવિરત ૧૪ કલાકની મંત્રણા કરી. તા. ૫-૭-’૬૭ ના દિવસે સરકાર અને જમીનદારા વચ્ચે રાજ્યના સચિવાલયમાં કરાર થયા જેને સારાંશ આ પ્રમાણે છે.
( ૧ ) જમીનમાલિક્રા ૧૪૦૦૦ એકર જમીન ભૂમિહીન આદિવાસીએને વહેંચવા માટે જલ પાડી આપશે. ( ૨ ) આ ૧૪૦૦૦ એકર પૈકી ટાયમર્યાદાના કાયદા હેઠળ ૬૦૦૦ એકર જમીન નીકળશે. બાકીની ૮૦૦૦ એકર જમીન, જમીનમાલિકા પાસેથી સ્વૈચ્છિક રીતે કુળો લઈ સરકાર લઇ શકશે. જે ૮૦૦૦ એકર જમીન સરકાર હસ્તે સેાંપાય તેની કિ`મત મુખ્યમંત્રીશ્રી નક્કી કરે તે જમીનદારાને મંજૂર રહેશે. ( ૩ ) ધાસિયા જમીનમાં ખેતી થાય તે માટે પ્રયત્ન કરવાની જમીનદારાએ ખાતરી આપી.
કરાર મુજબ મળેલી જમીનની વહેંચણી ભૂમિહીનેામાં કરવા દરેક તાલુકા માટે સરકારે સમિતિની રચના કરી. આ સમિતિમાં પારડી તાલુકામાં શ્રી ઉત્તમભાઈ પટેલની સજગતા અને પરિશ્રમને કારણે યોગ્ય વહેચણી થઇ શકી, બીજા તાલુકામાં સંતોષકારક કામ થયું નહિ.
શ્રીમતી ઈન્દિરા ગાંધીના હસ્તે ભૂમિહીનેાને જમીનવડે ચણી ( ૧૯૬૮ ) :
પારડી વિભાગના ભૂમિહીન આદિવાસીઓને મળેલી જમીનની વહેંચણીનું કાર્ય ભારતનાં તે સમયનાં વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધીના હસ્તે કરવા તેમને આમંત્રણુ આપવામાં આવ્યું, જે તેમણે સ્વીકાર્યું. પારડીમાં પાર નદીને કાંઠે વિરાટ. રેલીમાં ભૂમિવહેંચણીનાં પત્રકો પાતાના વરદહસ્તે આપી શ્રીમતી ઇન્દિરા ગાંધીએ પારડીમાં થયેલી ભૂમિક્રાંતિને બિરદાવી. ખીજીવાર પણ ચૂંટણી દરમ્યાન શ્રીમતી ઇન્દિરા ગાંધીએ પારડીની કિસાનરેલીને સખાધી હતી,
સત્યાગ્રહ પછી ઃ—જે ધાસિયા જમીન આદિવાસીને મળી તેમાં અનાજ પાકી શકે તેમ નથી એમ કહેવાતું ત્યાં હાલમાં એક એકરે ૬૫ મણુ જેટલી ડાંગર આદિવાસી ખેડૂત પકવે છે, કરવડ ગામે તા. ભૂમિહીનાને મળેલી જમીનમાં સહકારી ખેતીને પણુ સફળ પ્રયોગ થયા છે. ૨૩ જેટલાં રંજન અને આદિવાસી કુટુંબને એક સ્થળે જમીન આપવામાં આવી અને ઝૂંપડાં બાંધી વસવાટ કરાવી ખીા' સાધના આપવામાં આવ્યાં. આ પ્રયોગથી કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર ખૂબ પ્રભાવિત થઈ.
For Private and Personal Use Only