________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ધ્યાને કમાં
શકિતમાન દેખાવી જોઈએ, તે જ જોઈતું સામર્થ્ય પેદા થશે. જેવી ચાલ ભાવવાહી હશે તેવા આઘાત-પ્રત્યાઘાત મળશે. ૫તિઓમાં જે ભાવ અને વિચાર અને તેની દિશારેખા તેવી પગની ૫ણ દિશા-રેખા નટને શીખવા મળતી હોય છે. એ દષ્ટિએ આવા પ્રકારની એક્તિઓ કેટલી બધી ઉપકારક રહે તે સમજી શકાય છે.
ભરતમુનિએ વાચિક અભિનયને સંબંધ વેરચંજન સાથે મેળવ્યો છે. એને પાયે તે શબ્દ. નાથ્યને એ દેહ છે. નાયને દશ્ય બનાવવા માણસનું ગળું જે ક્રિયાઓ કરે છે એમાં એક વાર્તાલાપ પણ છે. સાહિત્ય તે આ વાર્તાલાપ પણ છે. શબ્દોને પાઠ જે વાચિક અભિનયથી નટ કરે છે તે ક્રિયાપદ, ધાત, સમાસ, વગેરે સાથે સંબંધ ધરાવે છે. તેથી તેના પર ભરતે ધશે ભાર મુકયે છે. એના અભિનય માટે યત્ન કરવો જ રહ્યો. વિના યને તે સિદ્ધ ન થાય એમ ભરત સ્પષ્ટ માને છે. ભારતની દષ્ટિએ તે તેનું મુખ્ય વાહન વાચા છે કે અન્ય સો એના અર્થને વ્યક્ત કરે છે એ જ સંદર્ભે આ કૃતિના વાર્તાલાપને તપાસ રહ્યો. '
ગીએ આગ્રહ સેવ્યો હતો કે શુદ્ધ ભાષા તારા નાટકની રજુઆત કરવી જોઈએ. અહીં અકસ્માતે શુદ્ધ ગુજરાતી ભાષા દ્વારા આ નાટક ભજવવાની શકયતા રહે છે. તેથી તેનાં ક્રિયાપદ, ધાતુ, સમાસ વગેરેનું ઊર્વીકરણ કરવાને પ્રશ્ન જ ઊભું થતું નથી. દાસી એકાદ વાક્ય માત્ર બોલે છે તેને એ પાત્રને અનુકુળ ભાષા આપી શકાય તે સિવાય સમગ્ર સંવાદ કૃષ્ણ અને કુન્તી વચ્ચે થાય છે. એ બંને પાત્રો ઉરચંકટિનાં હાઈ સંવાદ શુદ્ધભાષા શીખવી શકે અને શુદ્ધભાષાને પ્રચારનું વાહન બની શકે તેવી શક્તિવાળો રહ્યો છે. તેથી નટો બેલીના વળાંકની ખેડ જેટલી દૂર કરે તેટલા વધુ સફળ આ સંવાદમાં રહી શકે. તત્સમ શબ્દોની ઠીક ઠીક અસરવાળે તે હાઈ રસે તથા ભાવોના ઉચ્ચાલન માટે નટને રણકાર જ ખૂબ ઉપકારક થઈ પડવાને. કયાંક વાકયને આખે એકમ પણ સંસ્કૃતમાં લખાય છે. “ભેટું કે ચરણમાં લેટું ?' જેવાં કુતીનાં વાકો માં સ્વરભંજનની સંકલનાથી કે કૃષ્ણ દ્વારા, “માતા! માતા!” જેવી પુનરુતિની ચારતાથી નટની મનનપ્રક્રિયામાં અર્થને આવેગ, જુસ્સો, ભાનું આંદોલન ઉગાડવું વગેરે સંદર્ભે લેખક સહાયક રહ્યા છે. આ પ્રકારનું લખાણું નટા ચિત્રાત્મક ધ્વનિપૂણું ઉચ્ચારણ કરી શકે તે માટે ઉપકારક રહ્યું ગણાય.
કૃતિના સાહિત્યતત્વ માટે સંરચનાવાદ યથાસ્થાને એક ચેતવણી પણ ઉચ્ચારે છે અને તે, ઉપર દાસીએ વાપરેલી ભાષાની જે વાત કરી છે તે સામે છે. સંરચનાવાદી તે અહીં પ્રશ્નો પૂછવાને કે એની ભાષા વ્યવહારભાષા છે ? દાસી શું એવા વર્ગમાંથી આવે છે કે તે માન્યભાષા... બેલે ? કે લેખકે કશી વિશિષ્ટ વ્યક્તિ તરીકે એ ભાષા-પ્રયોગ કર્યો છે ? તે આવા પ્રશ્નો, એટલા માટે પૂછે છે કે તેના મતે સાહિત્યભાષા વ્યવહારભાષાથી જદી નથી. દાસીની વ્યવહારભાષા કૃણ તેમ કુતીની વ્યવહારભાષાની સમકક્ષ દેખાતી હોય ત્યારે સંરચનાવાદીએ ઉરચારેલી ચેતવણીમાં કશુંક વજુદ છે એમ લાગે.
આમ છતાં ઉપરોકત ચેતવણી બાદ કરતાં એટલે તે નોંધવું પડશે કે ઉપેન્દ્રાચાર્યજી દ્વારા અહીં થયેલો ભાષાપ્રયોગ કોઈ વિશિષ્ટ વ્યકિતરૂપેથ નથી એટલું જ નહિ પણ એ ભાષા વ્યવહારભાષાથી તાત્વિક રીતે જુદી નથી એવાં બે પાયાનાં વલણે સંરચનાવાદનાં અહીં દેખાય
For Private and Personal Use Only