________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ગુપત છે. માઈ
ઉપસંહાર -પારડીવિસ્તારના ભૂમિહીન આદિવાસી માટે આ ખેડસત્યાગ્રહ આશીર્વાદસમાન પુરવાર થયું એમ કહી શકાય. કેટલાયે ગરીબ કિસાને ખેતી કરતા થયા. તેમની આર્થિક-સામાજિક સ્થિતિમાં સુધારો થશે. તા. ૧લી સપ્ટેમ્બર ૧૯૫૩ એ તેમને માટે મહાન પર્વ ગણાય છે. પ્રતિવર્ષ આ તારીખે હજારોની સંખ્યામાં પારડી તાલુકાના કિસાને નક્કી કરેલા સ્થળે ભેગા મળી વિશાળ રેલીનું આયોજન કરે છે. છે કે સત્યાગ્રહના બધા ઉદ્દેશ સંપૂર્ણપણે સફળ થયા નથી. તા. ૫-૭-૬૭ના રોજ જમીનદાર અને સરકાર વચ્ચે થયેલા કરાર પછી આ સત્યાગ્રહને અંત આવ્યો એમ કહેવાય છે. હકીકતમાં મેટા જમીનદારોએ પિતાની ધાસિયા જમીનમાં ઘાસ ઉગાડવાનું ચાલુ રાખ્યું હતું અને ટોચમર્યાદાના કાયદામાં છૂટછાટ મેળવી હતી. પરિણામે ખેડસત્યાગ્રહના નેતાઓએ ઈ. સ. ૧૯૭૫ સુધી બહિષ્કાર અને અહિંસક સત્યાગ્રહના
સ્વરૂપે પિતાની લડત ચાલુ રાખી હતી. આ લડતને બળ આપનાર તા. ૧લી સપ્ટેમ્બર, ૧૯૫૩ને દિવસ તેમને માટે પ્રેરષ્ટ્રાઇપ બને છે. તેથી જ ગત વર્ષ' (૧૯૮૫ની) પહેલી સપ્ટેમ્બરની રેલી જે સેલવાસ (દાદરા નગર હવેલી) ખાતે યોજાઈ હતી તેને અહેવાલ દિલ્હીથી પ્રગટ થતા દૈનિક સમાચાર પત્ર PATRIOT "મ તા. ૧૯-૯-૮૫ની આવૃત્તિમાં પ્રગટ થયે હતો. તે અનુસાર પારડી ખેડ સત્યાગ્રહને વડાપ્રધાન રાજીવ ગાંધી અને રાષ્ટ્રપતિ જ્ઞાની ઝેલસિંહે ભારતની કિસાન ચળવળના ઐતિહાસિક બનાવ તરીકે ગણાવેલ છે. Patriot વધુમાં લખે છે.
“The khed Satyagraha was unique in many ways. Not a single police bullet was fired. Not a tear-gas shell was lobbed. Not a Lathicharge was made. The protest and demands were made at the highest order of Ahinsa following the true ideals of Satyagraha, There was never any need for provocation or violenco.
ઋણસ્વીકાર –
આ લેખ તૈયાર કરવા માટે પારડી ખેડ સત્યાગ્રહના પ્રણેતા અને મુખ્ય નેતા શ્રી ઉત્તમભાઈ પટેલ (સંસદસભ્ય) તથા માજી ધારાસભ્ય શ્રી રમણભાઈ પટેલ સાથે સત્યાગ્રહનાં અનેક પાસાઓની બરૂ ચર્ચા કરવામાં આવી તથા બે સત્યાગ્રહના કેટલાક હયાત આદિવાસી કિસાન ભાઈ-બહેનની મુલાકાત યોજવામાં આવી. તે સર્વેને આભાર :
સંદભ -(૧) દેસાઈ હકુમત ઝીણાભાઈ “ અણનમ યોદ્ધો ” – ૧૯૭૬, પ્રકાશક: સ્વ. ઈશ્વરલાલ છોટુભાઈ દેસાઈ સ્મારા સમિતિ, સૂરત. (૨) દેસાઈ ઈશ્વરલાલ
ટભાઈ “ દેશને ભૂમિમગ્ન અને પારડી” સુરત-૧૯૬૦ (૩) મુમકિન-માસિક અક ૭-૮, ૧૯૭૪ (૪) ચેતના–પાક્ષિક, તંત્રી શ્રી ઈ છે. દેસાઈ અકે ૧૯૫૪ થી ૧૯૬૦.
For Private and Personal Use Only