________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ગુણત જે. દેસાઈ
અમલ દરમ્યાન ખરી સત્તા પણ આ જમીનદારોએ જ ભોગવી હતી. ગામની જમીનના રેકડે જે ગણોતધારાની ચાવીરૂપ હતા એ રેકર્ડો જમીનદારીના દરબારમાં જ ધડાતા અને રાતોરાત બદલાતા. પિલીસતંત્ર અને અધિકારી વર્ગને તેમને પિતાના હાથમાં રાખ્યાં હતો. 3. * *
* કિસાનો પોતાની જમીનના માલિકો મટી ગતિયા બન્યા. ઉપરાછાપરી ગણાતકાયદાઓ હેઠળ જમીન પરથી ઊખડી જઈને છેવટે મજરિયા બન્યા. જ્યાં અન્નની ખેતી થતી ત્યાં ધાસિયા ઊભા થયા. આ જમીનદારએ આદિવાસીઓ પાસેથી જમીન લઈને સાચા અર્થમાં ખેતી કરી હોત તો ખેતમજૂરી તરીકે પણું તેઓ ટકી રહ્યા હતા. આ ગરીબ સીમાંત ખેડૂતેની રહીસહી ગણતની જમીન પણું ૧૯૫૨ની સાલમાં ગતકાયદા હેઠળ ગુમાવવાનો વખત આવ્યા. કબજા છોડવાની નોટીસ મળવા લાગી હતી. ખૂનરેજી સુધી વાત પહોંચી ગઈ હતી. તે સમયે ૧૯૫ની સાલમાં સરેઅરની પહેલી તારીખે પારડીના ઐતિહાસિક ખેડ સત્યમહન શરુઆત થઈ. આ સ્રત્યાગ્રહની શરૂઆત પારડી તાલુકાના ડુંમલાવ ગામમાંથી થઈ.
. ખેડસત્યાગ્રહનું સ્વરૂપ અને વિશિષ્ટતાઓ:--
- ચૌદ કરતાં વધુ વર્ષ સુધી ચાલેલા આ સત્યાગ્રહનું સ્વરૂપ સંપૂર્ણ શાંત અને અહિંસક હતું. સત્યાગ્રહ ગાંધીએંધ્યા માર્ગે, અસહકારના સ્વરૂપે શિસ્તબદ્ધ ચાલ્યો હતો. ૧૯૫૩થાં શરુ થયેલ આ સત્યાગ્રહ ૧૯૬૭ સુધી ચાલ્યું. તે દરમ્યાન આઝાદી પછીના ભારતમાં રાષ્ટ્રીય કક્ષાએ અને રાજ્યકક્ષાએ અનેક પર્વને થયાં.
પારડી તાલુકા શરૂઆતમાં મુંબઈ રાજપના સુરત જિલ્લામાં સમાવિષ્ટ હતું. મે ૧૯૬૦ પછી મહારાષ્ટ્ર અને ગુજરાત રાજ્ય અલગ થતાં પારડીને પ્રશ્ન ગુજરાત સરકારે હાથમાં લીધો. દેશમાં આઝાદી પછી કૃષિક્ષેત્રે જમીનના કાયદાઓ સહિત થયેલાં અનેક પરિવર્તનને કારણે ભૂદાનપ્રવૃત્તિ, સર્વોદય પ્રવૃત્તિ, નકસલવાદી પ્રવૃત્તિ વગેરે સાથે પારડી ખેડ સત્યાગ્રહ જેવા બનાવોએ સમસ દેશ અને વિદેશવાસીઓનું ધ્યાન ખેંચ્યું. આ ખેડયામનું એક રાજકીય પાનું ખાસ યાન ખેંચે છે. મૂળ કોંગ્રેસના કાર્યકર્તાઓને આઝાદી પછીના દિવસોમાં કોંગ્રેસની નીતિ-રીતિ સામે મતભેદ ઊભા થયા. સમાજવાદથી આપવા દેશના પ્રશ્નો જલદી ઉકેલી શકાશે એવી બહાથી તેઓ કોંગ્રેસમાંથી છૂટા પડી અને સમાજવાદી પક્ષમાં જોડાયા. ઘણાં વર્ષો સુધી કોંગ્રેસ સરકાર સામે એક કે બીજી રીતે તેમણે વિરોધ વ્યક્ત કર્યો. પારડી સત્યાગ્રહના મુખ્ય પ્રણેતા સ્વ. ઈશ્વરભાઈ છોટુભાઈ દેસાઈ, અશોક મહેતા અને સ્થાનિક આદિવાસી નેતા ઉત્તમભાઈ પટેલની રાજકીય કારકિર્દીને ઇતિહાસ આ બાબતે સ્પષ્ટ કરે છે. સૌથી આશ્ચર્યજનક બાબત એ હતી કે શ્રી ઈશ્વરભાઈ તથા શ્રી ઉત્તમભાઈ પટેલ જેવા નેતાઓએ પ્રથમ પ્રજા સમાજવાદી પક્ષનં છરાસભ્ય તરીકે અને પાછળથી ૧૯૬૪ પછી કોંગ્રેસના ધારાસભ્ય તરીકે સરકાર સાથે સંઘર્ષ કર્યો અને પારડીને અહિંસક સત્યાગ્રહ સફળ કર્યો. સરકારમાં અને પક્ષમાં રહીને એ રીતે શાંત-અહિંસક પ્રતિકાર ક એ આઝાદ્ધ પછીના ઈતિહાસમાં દશાંતરૂપ છે, એ.
For Private and Personal Use Only