________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સમાપન
ખબરદારના ગદ્યસર્જનમાં વિવિધતા નથી, એટલે કે તેમણે નવલિકા, નાટક, ચરિત્ર, નવલકથા, પ્રવાસ કે નિબંધિકા જેવા સાહિત્યપ્રકાર ખેડયા નથી. પણ તેમની કલમે માત્ર નિબંધના ક્ષેત્રમાં જ વિહાર કર્યો છે અને તે પણ વ્યાખ્યાન તથા વિવેચનના રૂપમાં જ. આ કારથી તેમની ગદ્યશૈલીમાં વિવિધતા બહુ મળતી નથી. તેમાં લાલિત્ય, પ્રસાદ અને પ્રવાહિતા છે. તેમાં ગાંધીજીની સાદાઈ છે, અલંકાર તથા ક૯૫નાથી રચાયેલું કાકા કાલેલકર જેવું કવિત્વ છે અને મુનશી જેવી વકતૃત્વછટા છે. એમાં નર્મદ જે તરવરાટ તથા ઉત્સાહજન્ય જેમ છે. એમાં નાનાલાલનાં વિવેચનમાં છે તેવું વિષયાંતર નથી પણ વિષયના રહસ્યબિંદુ તરફનું સીધું પ્રયાણું છે. એમાં વ્યવસ્થિત નિરૂપણ જોવા મળે છે પણ નરસિંહરાવના જેવી ચર્ચાની શાસ્ત્રીયતા નથી. એમાં ચેટ અને બળ છે પણ મણિલાલ કે ગોવર્ધનરામના જેવું પ્રગાઢ પાંડિત્ય નથી. એમાં નાનાલાલ કે નરસિંહરાવ પર ગરને આક્ષેપ ક્યારેક થયેલા હોવાથી એમાં નવલરામના જેવી તટસ્થતા કે શિષ્ટતા જોવા મળતા નથી. ગદ્યની બાબતમાં ખબરદારે આનંદશંકર, ગાંધીજી અને કાલેલકરની જેમ માત્ર નિબંધની જ સાધના કરી છે પણ એમની પૂર્વગ્રહરહિતતા એમનામાં નથી. એમની શૈલીમાં બળવંતરાય ઠાકોરના જેવી વિચારપ્રેરકતા છે પણ
ઓજસ નથી. એમાં ભાષાની દુરવહતા નથી પણ વ્યાકરણની ત્રુટિઓ છે. એમાં સરળતા છે, નિરર્થક પિષ્ટપેષણ નથી, પણ પરિભાષાના ઉપયોગને અભાવે કયાંક અસ્પષ્ટતા રહી જાય છે અને પુનરુકિતદોષ પણ દેખાઈ આવે છે. ખબરદાર કંઈ ભાષાબંધારણીઆ નથી પણ જેટલે અંશે તેમનું વ્યક્તિત્વ એમની શૈલીમાં પ્રતિબિંબિત થાય છે તેટલે અંશે તેઓ શૈલીકાર છે. આમ છતાં, તેમને ગુજરાતી સાહિત્યને નર્મદ, નવલરામ, મણિલાલ, ગોવર્ધનરામ, નરસિંહરાવ, આનંદશંકર, બળવંતરાય ઠાકોર, કાલેલકર, મુનશી કે રામનારાયણ પાઠક જેવા સમર્થ શૈલીકાર ન ગણી શકાય. શૈલીના જે પ્રકારે આપણે પ્રારંભમાં જોયા તે પૈકીની સાધારણુ સારી શૈલી અને અસરકારક શૈલીનાં ઉદાહરણે તેમના ગદ્યસર્જનમાં મળે છે પણ અદભુત શૈલીનું દષ્ટાંત તેમાં મળતું નથી.
શૈલીના કેટલાક પ્રકારે વિચારીએ તે પહેલો પ્રકાર છે વ્યાસશેલી. તેમાં એક જ મત યા વસ્તુ વિધવિધ રૂપ દ્વારા વિસ્તારથી આલેખાય છે. બીજો પ્રકાર છે ધારાશૈલી. તેમાં નદીની જળધારાની જેમ લેખકના ભાવ પ્રવાહી રીતે અવિર્ભાવ પામ્યા હોય છે. ત્રીજો પ્રકાર છે વિક્ષેપ લી. તેમાં કંઈક દુર્બોધ ભાષાને લીધે અર્થગ્રહણુમાં વિક્ષેપ પડે છે અને સાંકડા મોંઢાની તેલની શીશીમાંથી ટપકતા તેલની જેમ લેખકના ભાવ ધીમેધીમે વ્યક્ત થાય છે. પાણીમાં તરંગ પ્રથમ ઉદ્દભવે છે અને પછી વિલીન થઈ જાય છે. તેવી રીતે આમાં ભાવોનાં ઉત્થાન તથા પતન થાય છે. એને તરગશૈલી પણ કહે છે. એ પ્રકાર છે સમાસશૈલી અને તે વ્યાસશૈલીથી ઊલટી છે. એમાં વિસ્તાર નહિ પણ સંક્ષેપ છે અને ઓછામાં ઓછા શબ્દોમાં ભાવની અભિવ્યક્તિ થયેલી હોય છે. સંસ્કૃત આલંકારિક મમ્મટની “ કાવ્યપ્રકાશ”માં જોવા મળતી શૈલી આનું ઉદાહરણ પૂરું પાડે છે. પ્રલાપશૈલી એ છે પાંચ પ્રકાર. એમાં પ્રભાવોત્પાદક શબ્દો અને અર્થવાહી શબ્દાવલિ હોય છે, પણ ભાષા અને ભાવની અકમિકતા હોય છે અને તેથી તે
For Private and Personal Use Only