________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
આ વાક્યામાં કેવી સૂઝાત્મકતા અને વિચારગર્ભ તા છે?
ર નવા શબ્દો વાપરવાની સૂઝ
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પગે મ માસ્તર (મધુરમ)
ખબરદારમાં આવશ્યકતા મુજબ નવા શબ્દો વિચારવાની અને વાપરવાની પણ સૂઝ હતી. જો કે ઠાકોર, નરિસંહરાવ, નવલરામ અને કાલેલકરને મુકાબલે ખબરદારે આવા નવા શબ્દો આછા આપ્યા છે, પણુ અહીં તે એટલું જ નોંધપાત્ર છે કે તેમનામાં આ પ્રકારની સૂઝ હતી. એમણે જે કેટલાક શબ્દો આપ્યા છે તેમાં સ્વરિતત્વ ( Accent ), કથાગીત ( Ballad ), પશ્ચાદ્ભૂમિકા ( Background), અખંડ પદ્ય ( Blank Verse ), અધિકારશાસન ( Bureau. cracy ), રૂપપ્રધાન (Classical), સંવાદ ( Harmony ), સુગમ સાહિત્ય ( light literature ), પ્રતિકાવ્ય ( Parody), વાણીનું ડેાલન ( Rhythm ), અદ્ભુત રસાત્મક, રંગપ્રધાન ( Romantic ), આકારશુદ્ધ (Symmetrical) અને વર્ષાં શ્રુતિ ( Syllable ) નોંધપાત્ર બને છે. તેમણે પરિભાષા બરાબર રીતે સત્ર એકધારી વોપરી નથી પણ આવા કેટલાક પારિભાષિક શબ્દો આપણને આપ્યા છે. તેમની ગદ્યશૈલીનું આ પણ એક નાંધવા જેવું લક્ષણુ છે.
મર્યાદાઓ-(૧) કઢંગી પરિભાષા
ખબરદારની ગદ્યશૈલીની આ ઉજળી બાજુ જોયા બાદ તેની કાળી બાજુ તરફ પણ નજર કરવી જોઇએ. એમની ગદ્યશૈલીની સૌથી મોટી ખામી તે છે એમના વિવેચનના લેખામાં દેખાતે પરિભાષાના અભાવ, કઢંગી પરિભાષાથી એમની વિવેચનચર્યામાં અસ્પષ્ટતા ઊભી થાય છે અને વિચાર–વ્યક્તિને હાનિ પણ થાય છે. “ રસનિષ્પન્ન થાય છે’૧૧ કહે છે. ‘ભાવદર્શીન” અને “ વિચાર દર્શીત '' જેવા શબ્દપ્રયોગો . વાપરીને તે તેમાં વિનિયોગ પામેલા ‘“ દર્શન ’'તે અમાં પરસ્પર વિરોધ આણે છે.૧૭ વળી “ આકાંક્ષિત તૃપ્તિ ” ને બદલે “ મનની માની લીધેલી તૃપ્તિ ’' શબ્દના પ્રયોગ કરીને વક્તવ્યની અસ્પષ્ટતા પેદા કરે છે.૧૮ કવિતાના આનંદની ચર્ચા કરતી વખતે વળી તેઓ કવિતાના આત્માના અને દેહના આન'ને એકરૂપ માની લેવાની અને રસભ`ગ' શબ્દને પ્રયાગ “ એકતાનતાના ભંગ '' ના અથ માં કરવાની ભૂલ કરી બેસે છે.૧૯ આ ખામીને લીધે શ્રી વિશ્વનાથ ભટ્ટ કહે છે તેમ તેમની શૈલીમાં ભાષાની શાસ્ત્રીય ચોકસાઈ અથવા સ્પષ્ટા તા પૂરેપૂરાં જળવાતાં નથી અને અલંકારપ્રચુરતાને લીધે ધુમસના જેવું અપારદર્શક આવરણ વ્યાપી રહે છે.૨૦
૧૬ ખબરદાર અરદેશર ફામ, “ ગુજરાતી કવિતાની રચનાકળા ” મારા, મુ`બઈ યુનિવર્સિટી, મુંબઈ, ઈ. સ. ૧૯૭૯, આવૃત્તિ ૧, ૫. ૪,
For Private and Personal Use Only
૧૭, ૧૮, ૧૯ એજન, પૃ. ૧૩, ૩૦ તથા ૩૧.
૨૦
ભટ્ટ વિશ્વનાથ મગનલાલ, “નિષરેખા ” પ્રકાશક લેખક, સુરેન્દ્રનગર, ઈ. સ. ૧૯૪૬, આવૃત્તિ-૧, પૃ. ૩૧૧.