________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કવિ અબરકારની મથકોહલી આભાર દર્શનનું ભાષણ હેય-એ સઘળી જગ્યાએ “કવિ ખબરદાર”-નાં જ દર્શન થાય છે. આનું દષ્ટાંત નોંધીએ.
નવલકથા અને નવલિકા વચ્ચે તફાવત તેઓ પરિષદપ્રમુખના ભાષણમાં આલંકારિક શૈલીમાં સમજાવે છે. કવિતામાં “ એપીક” અને “ લીરીક” વચ્ચે જે મહવને ફેર છે, લગભગ તે જ ફેર નવલકથા અને નવલિકામાં છે. એક મહાકલનમંડિત-અનેક મેટાં નાનાં રત્નથી મઢેલે સુવર્ણ મુગટ છે, બીજી સુંદર રત્નજડિત કનકની વીંટી છે.૦ ગ્રામહારનું સાહિત્ય વિકસાવવાને અનુરોધ કરતાં ચૌદમી સાહિત્ય પરિષદના પ્રમુખ સ્થાનેથી તેઓ સરસ શૈલીમાં કહે છે–“ આપણે આપણે જમણે હાથ આપણાથી જ્ઞાનમાં આગળ વધેલાઓના ખભા પર મૂકીને તેમની સાથે ઉપર ચઢવા ઈચછીએ, તેમ આપણે ડાબો હાથ આપણી પાછળ આવતા ને આપણી નીચે રહી જતા બંધુઓની આંગળી પકડવા પણ ધમ્ય ઈચ્છાથી કામમાં લેવો જોઈએ.૧૧ એ જ ભાષણમાં તેમણે કવિને સૂર્ય અને વિવેચકને ચંદ્ર કહીને સરસ રૂપક વડે બંનેને તફાવત સમજાવ્યું છે–સૂર્ય સ્વયં પ્રકાશિત છે પણ ચંદ્ર તે એ સૂર્યના પ્રકાશને ઝીલીને ઓછીવત્તી કળાથી એ પ્રકાશને પિતામાં ધારણ કરીને પૃથ્વીને તે પાછે દર્શાવે છે. એમ કરવામાં તેની કળા સ્વાભાવિક છે, સર્જક પણ છે, પણ તેથી ચાંદની તે કદી તડકો થઈ શકશે ? પુનમને ચાંદ પણ કદી સૂરજ કહેવાતું કે થતો નથી.”૧૨
કવિ દાદી તારાપોરવાળાના કવિ તરીકેના મુલ્યાંકનમાં ખબરદારે વનસમૃદ્ધિનાં નાનાંમોટાં ક્ષો, મોટી વડવાઈઓ, આંબાએ તથા નાના રોપાઓ, વેલાઓ અને ધાસ વગેરેના યોગ્ય સ્થાનને ઉલેખ કરીને કવિ દાદીને નાના પણ સુંદર રેપની સાથે સરખાવ્યા છે.૧૩ ૮ સૂત્રાત્મક્તા - કાવ્યસુલભ ગુણોથી સભર એવી તેમની ગદ્યશૈલી કયારેક પ્રેરક સુત્રાત્મકતા પણ ધાર કરે છે. ગુજરાતી સાહિત્ય પરિષદના સાતમા અધિવેશનના સાહિત્યવિભાગના પ્રમુખપદેથી તેમણે આપેલા વ્યાખ્યાનની ભાષા પ્રૌઢ, મદાર, રસિક અને સૂત્રાત્મક છે. તેનાં કેટલાંક ઉદાહરણે આ રહ્યાં.
૧ “આપણુ પ્રજા તરીકેની અધોગતિ આપણા સાહિત્યની અધગતિનું જ પરિણામ છે.”૧૪
૨ “પૃથ્વીના રાજ્ય કરતાં આત્માનાં મનોરાજ્ય વધારે વિશાળ અને વધારે બળવંતાં છે. પ્રજાની અધોગતિ એટલે મને રાજ્યની અધોગતિ.”,૧૫
૧૦ પાદટીપ ૩ મુજબ, ૫. ૮૧, ૧૧-૧૨ એજન, પૃ. ૮૩ તથા પૃ. ૮૮ અને પૃ. ૭૨.
૧૩ તારાપોરવાલા દાદી, “દાદી સતશાઈ” પ્રકાશક-કવિ પોતે, મુંબઈ, ઈ. સ. ૧૯૧૫, આપતિ-૧, પ્રસ્તાવના પૂ. ૪.
૧૪-૧૫ પાદટીપ ૩ મુજબ, ૫. ૧૦ તથા પ. ૫
For Private and Personal Use Only