________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
R
પીના મ માસ્તર (મધુરમ)
માનવસૃષ્ટિમાં પણ વખતેાવખત બનતું આવે છે. ગરમ માસમમાં જેમ બને તેમ થોડાં હલકાં અને સુવાળાં વચ્ચે આરામ આપે છે, તે ઠંડીમાં જાડાં, ગરમ અને ખરબચડાં વો શરીરને ક્રૂ આપીને તેનું રક્ષણ કરે છે. પ્રસંગ તેવું વર્તન, એ તા જીવનના પ્રથમ આદેશ છે, અને એ આદેશમાં જ જીવનનેા સંવાદ ( harmony) મળી શકે છે. જેટલા વ્યક્તિ માટે તેટલે જ સમષ્ટિ માટે પણ આ નિયમ ખરે છે, અને દુનિયાના ઈતિહાસ ઉપર નજર નાખતાં આપણે એ જ જોઈએ છીએ કે જે જે પ્રજાએ બદલાતી સ્થિતિને દેશકાલાનુસાર આધીન થઈને પેાતાના રીતિરવાજોમાં યોગ્ય ફેરફાર કરતી રહી તે સવ પ્રજાએ પોતાનું વ્યક્તિત્વ અને કોષ્ઠત્વ જાળવી શકી હતી. પાણીના બળવાન રાહની સ્હામે થવામાં વીરત્વ રૅ ડહાપણ કામ લાગતાં નથી, પણ તેને યોગ્ય માર્ગ આપીને અનુકૂળ વાટે દેરવવાથી આસપાસની તમામ ભૂમિને ળદ્રુપ કરવાનું તે સામર્થ્ય ધરાવે છે, અને એવી રીતે તે વિરોધી ના થતાં ઉલટા ઉપકારક બને છે. આર્યભૂમિના ઈતિહાસમાં ઊંડી દૃષ્ટિથી જોતાં આપણને એવું જ કાંઈ દેખાય છે, કારણ જ્યારે જ્યારે દેશકાળ ફર્યા, ત્યારે ત્યારે એ પ્રજાના વિચારકો અને નેતાઓએ તે તે સ્થિતિને અનુરૂપ નવાં શબ્દો ઘડ્યાં અને એવી રીતે ભરતખંડની જૂનામાં જૂની પણ અજબ આંતરશકિત ધરાવતી પ્રજાનું જીવન કાળના અનેક મારા છતાં અખંડ અને સમગ્ર રહેવા પામ્યું.૯
૬ લેખક માનસની તાદૃશતા આલેખતુ ગદ્ય
લેખકમાનસની તાદશતા આલેખતું ગદ્ય પણ ખબરદારની શૈલીનું એક લક્ષણ છે. તેના દષ્ટાંતરૂપે ગુજરાતી ભાષા અને પારસીએ"ના વ્યાખ્યાનમાંના નીચે આપેલા ગદ્યખંડ ટાંકી શકાય.
.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
'
‘હું તમારા જ હતા અને તમારા જ સારી ગુજરાતના ....આજે જે હંમદીનેા મને પેાતાના નથી ગણુતા, તે કોઇ દહાડે પોતાની ભૂલ જરૂર એરશે. તે નહીં તે તેના વારસે તે જરૂર જોશે, કારણુ કે આ દેશમાં જે નવા યુગ બેસે છે, તેનાં પગલાં તે કદાચ પોતાની ટૂંકી દૃષ્ટિથી પિછાની શક્તા ન હાય, પણ એ તે સ્પષ્ટ છે કે આ દેશમાં આ દેશની તે પ્રાંતની જ મુખ્ય ભાષામાં બધા રાજ્યવહેવાર ચાલશે અને આ દેશની જ ભાષાનાં મૂલ્ય અંકારો. તે તે વખતે પારસી ગુજરાતી, ખાજા ગુજરાતી, મુસલમાન ગુજરાતી કે ખારવા ગુજરાતીના ભેદ નહીં રહે, તે સૌએ એક જ રાજભાષા શુદ્ધ ગુજરાતી ખેલવું તે લખવું પડશે. ’
૭. કવિત્વમય અશ
એમના ગદ્યમાં એમના અભ્યાસ અને એમની રસિકતા પ્રગટ થાય છે અને સાથે સાથે જ તેમાં કવિત્વમય અશ પણ ભળે છે. ખબરદાર પ્રધાનતઃ અને પ્રથમતઃ ક્રુષિ છે એટલે એ જે કઈ લખે તેમાં એમનું કવિત્વ તરી આવ્યા વિના રહેતું જ નથી. અલ કારપ્રચુરતાને લીધે તેમની શૈલીમાં કવિતાશૈલીની પ્રધીનતા આવે છે. જાણે તેમના વિચારા કવિતાની ફ્રેમમાં મઢાઈને જ આવે છે. શું ધર્માંતી ચર્ચા હોય કે શું પત્રલેખન હોય, શું સાહિત્યચર્ચાને લેખ હોય કે શું
&
“ મલબારીનાં કાવ્યરના ” પાડ્યાત પુ. ૨૧, ૨૨, ૪૫-૪૧.
For Private and Personal Use Only