________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૬૪
આર. પી. મહેતા
છે. આના પર કર્તાના મિત્ર નિચલની ટીકા “ તરલા ' છે. શ્રી દુ. કે. શાસ્ત્રીએ આ ટીકાનું પ્રારંભિક પદ્ય અને પુપિકા આપ્યાં છે. બદલાલસેને નિર્દેશેલા અલ્પજ્ઞાત કવિઓમાં કવયિત્રી સીતાને સમાવેશ થાય છે. સીતાની માહિતી માત્ર “ભેજ'માંથી જ મળે છે.
. તે ૫ડિતા હતી. વિદ્વાનોના સમૂહમાં વન્દનીય હતી. ભોજરાજાને એના માટે પૂજ્યભાવ હતું, આદર હતું. આથી જુદે જુદે પ્રસંગે એને રાજા તરફથી પુરસ્કાર મળ્યા કરતા.
ભેજની કવિસભા પ્રત્યે સીતાને સદ્દભાવ હતો. કોઈ વણકર કવિએ આ કવિસભાની નિન્દા કરી. ત્યારે સીતાએ તેને ઉપાલભ આપે
विपुलहृदयाभियोग्ये खिद्यति काव्ये जशे न मौल्ये स्व । निन्दति कञ्चकमेव प्रायः शुष्कस्तनी नारी ॥७
આ કવિસભામાંના એક કવિ કાલિદાસના બચાવમાં સીતાને બૌદ્ધિક અભિગમ જણાય છે. કાલિદાસ પરના વેશ્યાસક્તિના કાપવાદને કારણે ભેજ નારાજ હતા. આથી સીતાએ એકવાર કહ્યું –
दोषमपि गुणवती जने दृष्ट्वा गुणरागिणो न खिद्यन्ते । प्रीत्यैव शशिनि पतितं पश्यति लोक: कलमपि ॥८
કવિઓને રાજ્યાશ્રય જરૂરી છે; આ નિર્વિવાદ સત્યને સીતા આ રીતે પ્રગટ કરે છે–
.. हता देवेन कवयो वराकास्ते गजा अपि ।
शोभा न जायते तेषां मण्डलेन्द्रगृहं विना ॥
સીતાની પાસે આકવિત્વ છે. તેમાં પણ વ્યંજનાને ચમત્કાર હેય છે. રાજાએ એકવાર એને કહ્યું કે સુરતનું વર્ણન કરે. તરત જ એણે જણાવ્યું –
सुरताय नमस्तस्यै जगदानन्दहेतवः । आनुषङ्गि फलं यस्य भोजराज भवादृशाम् ॥१०
૬ શાસ્ત્રી દુર્ગાશંકર કેવળરામ-ઐતિહાસિક સંશાધન; ગુજરાતી સાહિત્ય પરિષદ, અમદાવાદ ૧૯૭૦; પુનર્મુદ્રણ પૂ. ૧૫૮-૬૦.
૭ મોગકાષ-૧૭; મોતીનિ રનારસીવાસ, રના; ૧૧૫s.
૮ વહી-૨ ૩. ૨ ૬ વહી-૨૩૨. ..
૧૦ વણી-૨૦૧..
For Private and Personal Use Only