________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
36
એમ. પી. કાકડિયા
ધીરાદાત્ત માત્ર માનીને આ આચાયેલું નાયકની પ્રકૃતિ નક્કો કરતા જણાય છે. પરંતુ વ્યવહારમાં આ નિયમનું કોઇ પાલન થયેલું જોવા મળતું નથી. નાટકને નાયક કેવળ ધીરાદાત્ત જ હેાય એવું માનવાને કોઇ કારણ પણું નથી. સ`સ્કૃતનાં ઘણાં એવાં નાટકો છે, જેમાં ધીરાદાત્ત ઉપરાંત ધીરાદ્ધત્ત, ધીરલલિત અને ધીરશાંત કોટિના નાયકોનું રિત વવાયેલું છે, જેમકે સ્વપ્નવાસવદત્તમાં ધીરલિલત કોટિને નાયક છે. વેણીસંહારમાં ભીમ ધીરાદ્ધત્ત નાયક છે જ્યારે યુદ્ધ અને મહાવીર ધીરપ્રશાંત નાયકો છે. આ દિશામાં રૂપગાસ્વામીનું વલણ કઈંક અશે ઉદાર જણાય છે. તેમણે નાટકના નાયકની પ્રકૃતિના વિસ્તાર ધીરાદાત્ત ઉપરાંત ધીરલલિત સુધી કરી આપ્યો છે.૧૦ પરંતુ આનાથી પરિસ્થિતિમાં કોઈ વિશેષ તફાવત પડતા નથી, કેમકે તેઓ ધીરાદ્ધત્ત અને ધીરપ્રશાંત નાયક પરત્વે મૌન સેવે છે. આથી માનવાને કારણું રહે છે કે ધીરાદાત્ત નાયકને પક્ષ લેનાર આચાર્યના મત સ‘કુચિત અને અવ્યવહારુ છે.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વાસ્તવમાં ભરતે નાયકનું પ્રકૃતિ પ્રમાણે કરેલ વર્ગીકરણુ આધુનિક વિદ્યાનામાં પણ મિશ્ર પ્રત્યાધાત જન્માવે છે. ડૉ. કે. એચ. ત્રિવેદી નોંધે છે કે નાટયશઅમાં મળતું વર્ગીકરણુ-દેવ ધીરાદ્ધત્ત, રાજા ધીરલલિત વગેરે વાસ્તવિક જણાતું નથી,૧૧ કેમકે બ્રાહ્મણુ કે વણુિક સેનાપતિ અથવા અમાત્ય હોઈ શકે છે અને પરિણિત ધીરપ્રશાન્ત કોટિને બદલે તેમને ધીરાદાત્ત ગણવા પડશે. ભટ્ટાચા એક નવા જ અભિગમ રજૂ કરે છે. તેમના મતે ભરત વડે અપાયેલ વર્ગીકરણુના સંદર્ભ વધ્યું કે જાતિપરક માનવા કરતાં ગુણુલક્ષી ઘટાવવા ને એ અને એ રીતે મિન્તજ પ્રમાણે એકની એક વ્યક્તિ ઉદ્ધૃત્ત, ઉદાત્ત વગેરે કોઈપણ વર્ગ ની હોઇ શકે છે.૧૨ ગમે તેમ, પણુ ભરત વડે કહેવાયેલ ઉદાત્ત શબ્દને લીધે વિસંવાદ આકાર પામે છે. અલબત્ત, આ વિસવાદનું સમાધાન મેળવવા સ ંસ્કૃત નાટયશાસ્ત્રની જૈન પર પરા અવશ્ય ઉપયેગી થઈ પડે છે. આ સંદર્ભમાં આચાર્ય હેમચંદ્રના પ્રયત્ન ઉલ્લેખનીય રહ્યો છે. તેઓ નોંધે છે કે ઉદાત્તને વીરરસયેાગ્ય કહેલ છે અને તેનાથી ચારેય કાટિના નાયકાનું ગ્રહણ કરવાનું છે.૧૩નાક્મદ ણુકાર વધુ સ્પષ્ટતા સાથે કહે છે કે રાજા ધીરલલિત કે ધીરાદાત્ત હોય છે પરંતુ તે ધીરાદ્ધત્ત કે ધીરશાંત પણ હોઇ શકે ઉ.૧૪ એ ખરું છે કે નાટકના
આમ થવાથી તેઓની આ સાથે શ્રી વિશ્વનાથ
૧૦ રૂપગાસ્વામી—નાટયદ્રિાસ'. શુક્લ બાપુલાલ શાસ્ત્રી, પ્ર. ચોખમ્મા સ`સ્કૃત સીરીઝ આફ્સિ, વારાણસી, પ્રથમ આવૃત્તિ, ૧૯૬૪, પૃ. ૨, ૩,
11 Trivedi (Dr.) K. H.The Natyadarpana-A critical study, pub. L. D. Institute of Indology, Ahmedabad, 1966, P. 21.
12 Bhattacharya Biswanath—Sanskrit Drama and Dramaturgy, Pub. Bharat Manisha, Varanasi, First ed. 1974, P. 158.
૧૩ હેમચંદ્ર– યાનુશાસન-સ, પરીખ આર. સી., પ્ર. મહાવીર જૈન વિદ્યાલય, મુંબઈ, ૧૯૬૪, પૃ. ૪૩૩.
૧૪ રામય ગુણચંદ્ર—નાટયયર્વન—સ, ડી. નગેન્દ્ર વગેરે. ×. દિલ્હી વિશ્વવિદ્યાલય, દિલ્હી, પ્રથમ આવૃત્તિ, ૧૯૬૧, પૃ. ૨૬.
For Private and Personal Use Only