________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રાચીન વિશ્વ: એક વિહંગાવલોકન
છે. ભેગીલાલ જ. સાંડેસરા
‘વિશ્વદર્શન' એ બહુ મોટે શબ્દ છે. એમાં શું અને કેટલું કહી શકાય ? પણ સ્થાલીપુલાક ન્યાયે અભ્યાસીઓ અને ઇતિહાસવિદોએ જે કહ્યું છે, તેથી વિશ્વમાં માનવની અને માનવસંસ્કૃતિની ઉત્ક્રાન્તિનું નિદર્શન તે એ દ્વારા અવશ્ય થાય છે.
પ્રાગ-ઇતિહાસકાળમાં માનવ જ્યારે બર્બર દશામાં હતા, હાડકાંનાં હથિયારોથી પ્રાણીઓને શિકાર કરી, કાચું માંસ ખાઈ, સામી ટોળીઓ સાથે યુદ્ધ કરીને જીવન ગુજારતે હતા ત્યારે પણ ગુફામાં ચિત્રો તે દોરતે હતે; બર્બર અવસ્થામાં પણ કલાની વૃત્તિ અને પ્રવૃત્તિને એ આવિષ્કાર હતે. ટાળીઓ યાયાવર હતી-રખડુ હતી, એકથી બીજા સ્થળે ફર્યા કરતી હતી; ‘ટાળી ' એટલે કામ (-Tછ “ જવું’ એ ધાતુ ઉપરથી ). જ્યાં એક કરતાં વધુ ટોળીઓ ભેગી થાય અને યુદ્ધ કરે એ છે + Fr=', પછી યાયાવર ટાળીઓ એક સ્થળે સ્થિર થઈ હતી, એ સ્થાનને પણ “ગ્રામ' (ગામ-ગામડું) એ નામ મળ્યું.
આદિ માનવની સંસ્કૃત માનવ તરીંકની ઉત્ક્રાન્તિમાં બે મોટી શોધ કારણભૂત છે—ખેતીની શાધ અને અગ્નિની શેધ. ખેતીથી અન્ન પેદા થયું અને તેથી લેકવ્યવહાર ચાલે, એટલું જ નહિ, પણ સિક્કાના અભાવમાં વિનિયમની પદ્ધતિથી માલનું આદાનપ્રદાન થયું; ગોધન અને ધાન્ય એ ખરાં ધન. બીજી મહત્વની શેધ તે અગ્નિની. અણિકાષ્ઠ ધસીને અથવા ચકમક ધસીને અગ્નિ સળગાવ્યા ન હોત તે કાચું ધાન રંધાત કેવી રીતે ? આથી જ જગતમાં અગ્નિની પૂજા થઈ છે અને વેદ'ની પ્રથમ ઋચા
अग्निमीळे पुरोहितं यज्ञस्य देवं अत्विजम् । होतारं रत्नधातमम् ॥ .
- એમ અનિની સ્તુતિ કરે છે અને એમાં ઈછત શાબ્દિક પરિવર્તન થતાં “અવેસ્તા 'ની કથા બની જાય છે. લગ્નવિધિ અગ્નિની સાક્ષીએ થાય છે. અગ્નિહોત્રને અગ્નિ કદી ખૂઝાતે નથી. અસુર, અક્કડ, મિસમ, ગ્રીસ અને મિસરની પ્રાચીન સંસ્કૃતિમાં અગ્નિનું સ્થાન મહત્વનું છે. યજ્ઞમાં અર્પણ થતા હવિ દેવોને પહોંચાડવાનું કામ અનિનું છે. મોહેંજો દડો અને હરપાસંસ્કૃતિમાં પણ અનપૂજાને સ્થાન હતું.
“. “પાધ્યાય', પૃ. ૨૮, અંક ૧-૨, દીપેસવ-વસંતપંચમી અંક, ઐ કટોબર ૧૯૯૦ફેબ્રુઆરી ૧૯૯૧, પૃ. ૩૫-૪૦૧
For Private and Personal Use Only