________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રાથન વિશ્વ એક હિબાહોન
સંસ્કૃતિ ઉપર અપૂર્વ પ્રકાશ પ. પનું ઈજિતુવિદ્યા (Egyptology )ને સુસ્થિર ભૂમિકા ઉપર મુકવાને યશ નેપોલિયન બોનાપાર્ટ છે. એ જે મોટે વિજેતા હતા એ જ વિદ્યાસિક હતા; તેણે ઈજિપ્ત ઉપર ચઢાઈ કરી ત્યારે પ્રત્યેક શાસ્ત્ર અને વિજ્ઞાનના નિષ્ણાતોને ફ્રાન્સમાંથી પિતાની સાથે તે ઈજિપ્ત લઈ ગયો હતો અને ત્યાંથી જે વિપુલ એતિહાસિક સામગ્રી લાવવામાં આવી, તે કાન્સના પબમાં બ્રુનેન રાજવંશના મહેલ “લુત્ર 'માં ગોઠવાયેલા મ્યુઝિયમમાં રક્ષિત છે.
પણ ઇજિપ્તમાં યે ૧૩ નહેતું-લાકડાનું પૈડું પણ નહોતું. એ સંજોગોમાં પીરામિડ જેવી અદ્દભુત ઇમારતે બાંધવા માટે (જેને પ્રાચીન કાળના ગ્રીક Seven wonders of the World )-આલમની સાત અજાયબીઓ પૈકી એક ગણુતા ) હજરો ગુલામો ઉપર જે જુલમ થતે એનું ઘણાજનક ચિત્ર પુરાવિદોએ ઈજિપ્તની ચિત્રલિપિના લેખ ઉપરથી દોર્યું છે.
એસિરિયા, અક્કડ, ખાડિયા, મેસોપોટેમિયા, પેલેસ્ટાઈન, શામ (સીરિયા), અરબસ્તાન, ઈરાન આદિ દેશમાં રાજમહેલ અને મદિરમાં પુસ્તકાલય હતાં. કાગળ તે ત્યારે હવે જ નહિ, કેટલુંક વૃક્ષની છાલમાંથી બનેલા પદાર્થ “પેપિસ' (જેમાંથી અંગ્રેજી શબ્દ Paper “ કાગળ વ્યુત્પન્ન થયો છે) ઉપર લખાયું હતું, પણ મોટે ભાગે એ પુસ્તકાલય પકવેલી માટી (TerraCotta)ની તકતીઓ ઉપર છે. એવી હજારે તકતીઓ નાશ પામવા છતાં બીજી હજારે બચી છે. એસિરિયાના રાજા અસુર બાનીપલની (જેને કેટલાક વિદ્વાન “ હરિવંશ'માં વર્ણવેલી અને પછી ગુજરાતી વગેરે નવ્ય ભારતીય ભાષાઓમાં પ્રસિદ્ધ “ઉષાહરણ'-'ઓખાહરણ”ની કથાની નાયિકા ઉષાને પિતા બાણાસુર માને છે) લાયબ્રેરી અને બીજા પ્રસિદ્ધ રાજા હમુરબીના કાયદાની (Code of Hammurabi) લિખિત તકતીઓ સુપ્રસિદ્ધ છે. ચામડા ઉપર લખાયેલા યહુદી ધર્મના પ્રાચીનતમ દસ્તાવેજો મૃત સરોવર પાસેની એક ગુફામાંથી પૅડાંક વર્ષ પહેલાં લગભગ સુરક્ષિત મળ્યા છે: એ Dead sea scroll તરીકે ઓળખાય છે અને તે ઉપર યુરોપીય અને અમેરિકન વિદ્વાનોએ સારું કામ કર્યું છે.
ધાતની શોધ થતાં તામ્રામ યુગ આવે અને તે પછી લોહયુગ શરૂ થયે તથા લોખંડનાં એજર અને હથિયારે બનવા લાગ્યા અને સંસ્કૃતિએ આગેકુચ કરી. ભારતમાં બૌદ્ધધર્મની સ્થાપના પછી ત્રણેક સદીઓ સુધી બુદ્ધની મૂર્તિ થઈ નહોતી, પણ એમના ધર્મચક્રપ્રવર્તનના પ્રતીક તરીકે ચક્રની પૂજા થતી હતી. જેન ધર્મમાં પણ એમ જ હતું, એ મથુરાને જૈન સ્તૂપ, જે અતિપ્રાચીન હોઈ જેન આગમ સાહિત્યમાં પણ “દેવનિર્મિત સ્તૂપ' તરીકે ઓળખાતા એમાં તીર્થકરની મૂર્તિને સ્થાને ધર્મચક છે. ભગવાન વિષ્ણુના સુદર્શન ચક્રને પણ અહીં યાદ કરવું જોઈએ.
માનવે લોખંડના ચની શોધ કરી અને જંગલી ઘોડાને પલોટી સવારીમાં લીધે અને રથની સાથે જે તે સાથે પ્રાચીન ઈતિહાસમાં પરિવહનમાં આમૂલ ક્રાતિ થઈ, જેની તુલના ઓગણીસમી સદીના આરંભમાં જવળ વરાળ યંત્રની શોધ સાથે થઈ શકે. ઘોડેસવાર અને રથ
For Private and Personal Use Only