________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
* ! -
હ
ગી
જ. સિરા
ન હેત તે સિકંદર ગ્રીસથી ભારત સુધી આવી શકત નહિ અને ચંગીઝખાન (એ મુસલમાન નહિ પણ બૌદ્ધ હત) કેસ્ટેટિનેપલ– જે રોમન સમ્રાટોએ ખ્રિસ્તી ધર્મ સ્વીકાર્યા પછીપવિત્ર રોમન સામ્રાજ્ય Holy Roman Empire-નું પાટનગર હતું અને તુર્કો દ્વારા રામન સામ્રાજ્યનું પતન થયા પછી ઈસ્તંબુલ બન્યું) સુધી પહોંચી શકત નહિ લખંડ અને પોલાદની શાધને કારણે તથા-ભલે ઓછા પ્રમાણમાં પણ-ભૂગર્ભ તેલની પ્રાતિને કારણે ધનુર્વેદમાં યે #ન થઈ; બાણુનાં પ્રાણઘાતક ફણાં બન્યાં, શત્રુ સૈન્ય ઉપર બળતાં બાણ ફેકી શકાયાં, સૂર્યકાન્ત મણિની સહાયથી પિતાની છાવણીમાં બેસીને શત્રુન્ય ઉપર આગ લગાડી શકાતી અને ઝેરનું તથા ઝેરી વનસ્પતિનું જ્ઞાન થતાં ઝેરી બાને વરસાદ વરસાવી શકાતે અને શત્રુને ઝેરી પિશાક પહેરાવી એને વધ કરી શકાતે. ‘મુદ્રારાક્ષસ' આદિમાં વર્ણવેલી વિષકન્યાએ ઐતિહાસિક હવાને પાકે સંભવ છે. (ગુજરાતના સુલતાન મુહમ્મદ બેગડાને તેની દાઈએ બાલપણુથી અમુક પ્રમાણમાં અફીણ ખવરાવ્યું હતું. તેથી તે પુખ્ત વયનો થયો ત્યારે તેના શરીર ઉપર માખી બેસે તે તે મરી જતી એમ ફારસી તવારીખકારે નોંધે છે).
ગામડાં વિસ્તૃત થતાં અને વિનિમય દ્વારા પણ વ્યવહારનો વિસ્તાર થનાં નગરે થયાં. કિશોરલાલ મશરૂવાળાએ સંસ્કૃતિના બે ભેદ પાડયા છે–સંત સંસ્કૃતિ અને ભદ્ર સંસ્કૃતિ. ઋષિઓના આશ્રમોની સંતસંસ્કૃતિ હતી પણું નાગરિક જીવન એ ભદ્ર સંસ્કૃતિનું ઉદ્ભવસ્થાન છે. નગર એ સંસ્કૃતિનું પ્રચાર કેન્દ્ર છે. સપ્તસિંધુના પ્રદેશમાં અને ગંગાયમુનાનાં મેદાનમાં આર્યો જ્યારે આશ્રમ જેવા નિવાસમાં રહેતા હતા ત્યારે મોહેં–જો–ડેરે અને હરપ્પાના-સંભવતઃ દ્રાવિડનગરવાસી સંસ્કૃતિની ઉચ્ચ કક્ષાએ પહોચેલા હતા. ગ્રીક સંસ્કૃતિને ઉદ્દભવ અને વિકાસ ત્યાંનાં નાનકડાં નગર-રાજ્યોમાં થયે હતો; એનું સાતત્ય મધ્યકાલીન ઇટલીનાં વેનીસ, જિનોઆ આદિ નગરરાજ્યોમાં જોવા મળે છે. પછીના સમયમાં ગ્રીક સંસ્કૃતિને વાર અલેકઝાન્ડ્રિયા, રામ અને કસ્ટન્ટિનોપલ–એ મોટાં નગરોએ સાચવ્યો હતો. ભારતના પ્રાચીન ઈતિહાસમાં પાટલિપુત્ર, મથુરા, તક્ષશિલા, પ્રતિષ્ઠાન, રાજગૃહ- ઉજજયિની, વૈશાલી, ભરૂચ, ઘોઘા અને સપારા તથા મધ્યકાલીન ઇતિહાસમાં કનેજ, ધારા, પાટણ અને વિજયનગર જેવાં નગરના વૃત્તાન્ત એ જ સત્ય રજૂ કરે છે. ભારતના. હદયભાગમાં આવેલી વારાણસી નગરી સેંકડો વર્ષ થયાં સમસ્ત ભારતવર્ષમાં ધર્મ અને સંસ્કારિતાને પ્રસાર કરી રહી છે. ગુજરાતના ઇતિહાસને, આ દૃષ્ટિએ વિચાર કરતાં, કેટલાંક પ્રધાન નગરને ઇતિહાસ જ કાલાનુક્રમે નજરે પડે છે. પૌરાણિક કાળમાં શ્રીકૃષ્ણની દ્વારિકા અને પછી ગિરિનગર-જૂનાગઢ, વલભી, શ્રીપાલ-ભીનમાલ, અણહિલવાડ પાટણ અને છેલે અમદાવાદ-એટલાં નગરના ઇતિહાસમાં ગુજરાતને રાજકીય તેમજ સાંસ્કૃતિક ઇતિહાસ મુખ્યત્વે સમાઈ જાય છે.
સંસ્કૃતમાં નરને એક પર્યાય બીવન છે. આથી નદીને લોકમાતા કહી છે. નગરો નદીકિનારે વસે કે સમુદ્રકિનારે વસે; ત્યાંથી દેશપરદેશ સાથે વેપાર ચાલે. ‘પત્તન –પણુપાટણ એટલે
વ્યવહાર અને વેપારનું કેન્દ્ર પાટલિપુત્ર, ઉજ્જયિની, અણહિલવાડ; આદિ સ્થલપત્તને હતાં; દ્વારકા. સોપારા આદિ જલપત્તન હતાં. વિદેશમાં એડને, ઝાંઝીબાર, સેકેટ આદિ જલપત્તન
For Private and Personal Use Only