________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સિદ્ધરાજ જયસિંહને કચ્છ– ભદ્રેશ્વરના ખંડા
મહાદેવને વિ. સં. ૧૧૯૫ને શિલાલેખ
વર્ષા ગ. જાની
વિ. સં. ૧૯૯૫ના આષાઢ સુદિ ૧૦ને રવિવારને લેખ અગાઉ શ્રી ગિરજાશંકર વ. આચાર્યે ગુ. એ. લે. ભાઃ ૩માં ૧૪૩-બથી પ્રસિદ્ધ કર્યો છે જેની નકલ આ સાથે સામેલ છે.'
શ્રી ગિરજાશંકર આચાર્યને પાઠ વાંચતાં તેમ જ આ અંગે શ્રી રામસિંહ રાઠોડે તેમના પ્રસિદ્ધ પુસ્તક “કચ્છનું સંસ્કૃતિદર્શન માં આપેલ પાઠ અને તેની છબી તેમ જ રતિલાલ દ. દેસાઈએ તેમના પ્રસિદ્ધ ગ્રંથ “ ભદ્રેશ્વર વસઈ મહાતીર્થમાં આપેલ છબી સાથે શ્રી આચાર્ય અને રાઠેડના પાઠને સરખાવતાં તેમાં ધણી અશુદ્ધિ જણાઈ છે. આથી આ શિલાલેખની ગુજરાત સરકારના પુરાતત્વ ખાતાના કરછ વર્તુળના તત્કાલીન અધ્યક્ષ શ્રી દિનકર પી. મહેતા મારફતે
સ્પષ્ટ છબી મેળવવામાં આવી અને તેનું નવેસરથી વાંચન કરતાં એમાંથી મળતો શુદ્ધ પાઠ અત્રે રજુ કર્યો છે. આ પાઠને ઉપર્યુક્ત ગિરજાશંકર આચાર્યના પાઠ સાથે સરખાવતાં લગભગ ૨૫ જેટલા સુધારા મળ્યાનું વર્તાય છે જેમાં ત્રણ ચાર બાબતે વિશેષ નોંધપાત્ર છે.
૧ શ્રી ગિરજાશંકરે મહામાત્ય શ્રી ધારક એવું વાંચ્યું છે (પં. ૨) તેમાં ખરેખર મહામાત્ય શ્રી દાદા વંચાય છે. વસ્તુત: બીજા અભિલેખેને આધારે જણાય છે કે સિદ્ધરાજના મહામાત્યનું નામ દાદાક હતું.
(૨) આ જ પંક્તિમાં શ્રી ગરજાશકરે જ માર વાંચ્યું છે જે ખરેખર હ. મંજે છે. આમ કચ્છમંડલને આ અભિલેખમાં સ્પષ્ટ નિર્દેશ થયેલ છે.
“સ્વાધ્યાય', પુ. ૨૮, અંક ૧-૨, દીપોત્સવી- વસંતપંચમી અંક, કટોબર ૧૯૯૦ફેબ્રુઆરી ૧૯૧, પૃ. ૫૩-૫૬.
• લાલભાઈ દલપતભાઈ ભારતીય સંસ્કૃતિ વિદ્યામંદિર, ગુજરાત યુનિવર્સિટી પાસે, અમદાવાદ-૩૮૦૦૦૯.
૧ આચાર્ય ગિરજાશંકર વલ્લભજી, “ ગુજરાતના ઐતિહાસિક લેખે ભા. ૩૧, પ્ર. ફાર્બસ ગુજરાતી સભા, મુંબઈ, ૧૯૪૨, લેખ નં. ૧૪૪બ, પૃ. ૧૬૦.
૨ ઠેઠ રામસિંહ કા., “કચ્છનું સંસતિદર્શન, પ્ર. રાયસિંહજી કે. રાઠોડ, કુમાર કાર્યાલય લિ. ૧૪૫૪, રાયપુર અમદાવાદ, ૧૫૯, આ. ૧, ૫. ૨૭૪-ર૭૬.
૩ જેસાઈ રતિલાલ દ, * શ્રી ભદ્રેશ્વર વસઈ મહાતીર્થ, અમદાવાદ, ૧૯૭૭, પૃ. ૧૫૯-૬૦૦
For Private and Personal Use Only