________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ડો, ગાલ જ, સાંડેસરા
અને મારા પ્રવાસપુસ્તક “પ્રદક્ષિણા'માં થાઈપ્રદેશ અને કડિયા વિષેનો પત્ર તથા અવિનાશચન્દ્ર દાસ (કલકત્તા યુનિવર્સિટીએ બે ભાગમાં પ્રગટ કરેલો તેમને મળ્યું Rigvedic India) આદિ સંશાધને દર્શાવે છે કે બેદિક આર્યો ભારતમાંથી વિશ્વભરમાં ફેલાયો છે. વિધ્યાચલને નમાવીને, પાછા આવવવાનો વાયદો કરીને અગત્ય મુનિ દરિયાપાર ગયા તે ગયા સરખા ભારતીય કહેવત “ અગત્યના વાયદા') તેમણે અને તેમની પછી અગ્નિ એશિયામાં ગયેલા ભારતવાસીઓએ પિતાને રાવજ નહિ, પણ ધર્મવિજ ત્યાં ફરકાવ્ય; ત્યાંની પ્રજા માટે ભાગે મુસલમાન થઇ છતાં હજી પણ ઈન્ડોનેશિયામાં ગરુડધ્વજ ફરકે છે અને સુકર્ણના દેશમાં રામાયણનાં નાટક ભજવાય છે. રામાયણને સર્વ પ્રથમ આંતરરાષ્ટ્રિય મહોત્સવ જકાર્તામાં થયો હતે..
અત્યંત કઠિન ભાષા અને લિપિને કારણે ચીનના ઇતિહાસ અને સંરકારિતાને અભ્યાસ બાકીના વિશ્વમાં ઝાઝો થયું નથી. પણ કયુશિયસ અને લાઓત્સ (“કંગષિ')ના ઉપદેશ અમર છે. કફ્યુશિયસે એ આશયનું કહ્યું છે કે “મારે શિક્ષણ આપવાનું હોય તે હું વિદ્યાર્થીને સો પહેલાં હું ભાષા બોલતાં અને લખતાં શીખવું.” રાજ્યના અમલદાર (Mandarin)ની નિયુક્તિ માટેની સંપર્ધાત્મક પરીક્ષા સો પહેલાં ચીનમાં શરૂ થઈ હતી. ભારતના બૌદ્ધધર્મને સૌથી કીમતી વારસે હીનયાન (બ્રહ્મદેશ, શ્રીલંકા, થાઈપ્રદેશ, કંબોડિયા, વિયેટનામ, ઈન્ડોનેશિયા આદિમાં) અને મહાયાનરૂપે (તિબેટ, ચીન, મેનેલિયા, કેરિયા, જાપાન, આદિમાં ) સચવાયો છે.
For Private and Personal Use Only