________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
નરોત્તમ ૫es
“તસવીરમાં ઢાંક'માં જે મૂર્તિશિલ્પ રજ થયાં તેના કાળનિર્ણય પરત્વે અમે ચોક્કસ રહી શકેલા નહિઃ શ્રી મધુસૂદન ઢાંકી પોરબંદર આવેલા અને એમની સાથેની ચર્ચાના અંતે હજુ વધુ ફોટોગ્રાફસ ભેગા કરવા જોઈએ' તેમજ અમુક મૂર્તિની ઓળખાણ અને સમય ફેરવવા જોઈ એ-એમ લાગેલું, ત્યારે મારા તરફથી “કુમાર 'માં “ સૌરાષ્ટ્રની વિરલ મૂર્તિએ વિશેની લેખમાળા ચાલતી હતી. તે કોણીમાં ' કુમાર” સપ્ટે. 1973માં ઢાંકની પ્રલંબપાદ ખુઠ મૂર્તિને પરિચય લખાયે. તે પછીના મારા બીજા પ્રવાસમાં મને ઢાંકની સકંદમૃતિ ઈ. સ. ૬૦૦ની લાગેલી, જેની વિસ્તૃત ચર્ચા મારા તરફથી એલ. ડી. ઈન્સ્ટિટ્યૂટ, અમદાવાદના ગેમાસિક
સંબોધિ' (એપ્રિલ 1975)માં થયેલી. હમણાં પ્રાપ્ત ઢાંકની આ બ્રહ્મામૂર્તિએ કલા પરંપરા વિશે એક ન જ પ્રકાશ આપ્યો છે અને એમ લાગે છે કે ઢાંક પાદરના પીપળેશ્વરના કુબેર, સંબધિ માં પ્રસિદ્ધ કંદમૂર્તિ અને આ બ્રહ્મામૂર્તિ એક જ કલાશૈલી ધરાવે છે.
ભારતમાં બ્રહ્મામૂર્તિની પરંપરા ઘણી જૂની છે. સામાન્યતઃ ચાર મુખ, ચાર હાથ, દાઢી અને વાહન તરીક હંસ એમનું પ્રતિમા વિધાન છે. કયાંક એક મુખ અને બે હાથ તેમજ ચાર મુખ અને બે હાથવાળી મૂર્તિઓ પણ છે. દાઢી વિનાની બ્રહ્મામૂર્તિઓ તે ગુજરાતમાં પણ ઘણી છે. ભારતમાં પ્રાપ્ત બ્રહ્મામૂર્તિઓમાં સૌથી પ્રાચીન પ્રાપ્ત બ્રહ્મામૂર્તિ માટીની તકતી ઉપર મળે છે. ભીતરગાંવ (કાનપુર ) થી પ્રાપ્ત આ તકતી ઉપર બ્રહ્માની એક મુખવાળી આકૃતિ ઉપસાવેલી છે. કમલાસન અને દ્વિભુજ આ બ્રહ્માકૃતિ ઈ. સ.ના આરંભની જણાય છે, જો કે આ આકતિ બ્રહ્મા હોવા વિશે અને તેના સમય વિશે મતભેદ છે. નિઃશંક બ્રહ્માની કહી શકાય તેવી મૂર્તિ મથુરામાંથી પ્રાપ્ત થાય છે જે . સ.ની બીજી સદીની છે. આ પછી ગુપ્તકાળની સંખ્યાબંધ મૂર્તિ પ્રાપ્ત છે. વિકાસમની નજરે બ્રહ્મામૂર્તિનું એક લક્ષણ “ધ ડેવલમેન્ટ ઑફ હિન્દુ આઈકોનોગ્રાફી” (તૃતીય આવૃત્તિ: 1974, પૃ. 517)માં 3. જિતેન્દ્રનાથ બેનરજી આમ નોંધે છે કે બ્રહ્માની પ્રાચીન મૂર્તિઓ બે હાથવાળી અને દાઢીવિહીન છે.' ગુજરાતમાં મળતી બ્રહામૂતિઓ વિશે અન્યત્ર સારી એવી ચર્ચા થઈ છે. એટલે અહીં કલાશૈલીની દષ્ટિએ ઘેડ વિમર્શ કરીએ.
વિદિત છે કે કલાવિવેચનની આધુનિક પરંપરા ઊભી કરવાનું હોય ફર્ગ્યુસનને જાય છે. કદાચ એમણે પહેલીવાર જગતભરના કલાભંડારે નિહાળી મિશ્ર, ગ્રીક, મધ્યકાલીન યુરોપીય શૈલી, ચીન અને ભારતીય શૈલી–એવી પાંચ મુખ્ય કલાશૈલી દર્શાવી, વિશાળ ફલક પર કલાવિવેચનાને અત્રપાત કર્યો. ભારતીય કલાને લાગેવળગે છે ત્યાં સુધી ફર્ગ્યુસને ભારતીય કલાને વ્યાપક પરિચય આપે પણ તેને સૌદર્યબોધ તેમને આત્મસાત ન થયું. આ કામ એમના પછી મંદિરકલાની બાબતમાં અમેરિકન કલામર્મજ્ઞ વિદૂષી સ્ટેલા કેમરિશ દ્વારા અને મૂર્તિ કલાની
૧ ગુજરાતમાં પ્રાપ્ત બ્રહ્માર્તિઓ વિશે વિસ્તૃત માહિતી આપતા બે લેખે તે ૧ ‘વિશ્વભ્રષ્ટ બ્રહ્મા” (કનૈયાલાલ દવે) “ફાર્બસ ગુજરાતી સભા મહોત્સવ ગ્રંથ' માર્ચ ૧૯૪૦, પૃ. ૪૦ જેમાં બ્રહ્મામૂર્તિવિધાનના મૂળ સંસ્કૃત ભલા પણ આપવામાં આવ્યા છે. ૨ “ગુજરાતમાંથી લપ્ત થયેલા બ્રહ્માના સંપ્રદાયને એક અવરોષ' (નરોત્તમ પલાણુ) “ ગુજરાત ” દીપોત્સવી અંક ૨૨૯ ( એક. ૧૯૭૧)-જેમાં ગુજરાતમાં પ્રાપ્ય બધામતિઓની યાદી છે.
For Private and Personal Use Only