________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કરવામાં મહર્ષિ વામદેવ
તત્વજ્ઞાન “ જન્મત્રયી” નામે સુવિખ્યાત છે. તે પ્રમાણે પ્રાણીમાત્રના ત્રણ જન્મ થાય છે. પ્રથમ જન્મ માતાપિતાના સમાગમ વખતે, બીજે જન્મ ગાણ તરીકે જન્મ, અને ત્રીજો જન્મ તે મૃત્યુ પછી જન્મ. અમરત્વ મેળવવા ઈચ્છતા સાધકને માટે વામદેવનું આ તત્વજ્ઞાન પ્રમાણભૂત લેખાય છે.
વિનમ્ર વ્યક્તિત્વ:–
ઋગવેદના વતર્યમંડળના દષ્ટા હોવાને એકરાર વામદેવઋષિએ કર્યો છે. કવિ અને ઋષિ તરીકે તેમને નવીન કાવ્યરચનાને ઉમંગ છે. તેમને આત્મવિશ્વાસ છે કે સ્તુતિના સાધનથી પિતે દેવની કૃપા મેળવી શકશે, પિતાના યજમાનને ઉદય, જાણે તે ઉષાકિર ધારણ કર્યા હોય એમ, અવસ્થંભાવી છે-આ બધું ખરું; પણ તેની સાથે વામદેવઋષિનું વિનમ્ર વ્યક્તિત્વ એકદમ ધ્યાન ખેંચે છે. તેઓ આત્મગૌરવ જરૂર ધરાવે છે. આત્માભિમાન નહિ. ઋષિ નમ્રપણે સ્વીકારે છે કે પિતાનું જે કંઈ જ્ઞાન છે તે અગ્નિદેવની દિવ્ય બક્ષિસ છે. અરે, એ જ નહિ. જ્ઞાનના સમસ્ત વિષયો અગ્નિની જ આણ નીચે છે. અગ્નિએ પિતાને વિશિષ્ટ ગણીને જે રહસ્ય આપ્યું તે તે જાણે વૃષભની ધારણપાત્ર ધુરાએ વત્સને જોડયો હોય એવી વિનમ્રતા ઋષિ દર્શાવે છે.૧૦ ઋષિ સ્પષ્ટ સ્વીકારે છે કે આ કાંઈ પિતાની નવીન શોધ નથી, અગ્નિનું પ્રદાન છે અને તે પણ આજે
વાઈ ગયું હોવાથી કોઈ જાણતું નથી, પણ એક કાળે વામદેવના પૂર્વજો તે જાણતા. હવે ફરીથી વામદેવને તે જ્ઞાન મળ્યું તેથી જ્ઞાનપરંપરા ખંડિત થતી અટકી.
ઋવેદના અન્ય સમર્થ મહર્ષિઓએ પ્રસંગોપાત્ત આત્માભિમાન દર્શાવ્યું છે, જેમકે ‘વિશ્વામિત્રનું બ્રહ્મ આ પ્રગતિશીલ ભારત જાતિને રક્ષે છે' (ઋ.૩.૬૨ ). “ગોવાળિયાની સોટી જેવા ટચૂકડા બિચારા ભરતને વસિષ્ઠ અગ્રેસર બન્યા પછી અભ્યય થયે.” (ઋ. ૭.૩૩.૬)આવી કોઈ આત્મશ્લાઘા વામદેવઋષિ કરતા નથી. વામદેવ તે પુરપ્રજાની કટોકટી દૂર થઈ અને ત્રસદસ્યુ જેવો લાયક રાજા સાંપડે તે માટે મિત્ર-વરુણને લાખ લાખ ધન્યવાદ આપે છે. આમ વામદેવઋષિને વિનય આકર્ષક બને છે. વામદેવઋષિના ગોતમવંશમાં પણ તેજસ્વી મહર્ષિ થયા છે અને ધણા તે વેદના સૂક્તદષ્ટા પણ છે, છતાં ચર્થમંડળ તે આખું વામદેવે જ રચ્યું છે તે ઋષિની આત્મનિર્ભરતા બતાવે છે. બીજ સંભવિત કારણ એ હોઈ શકે કે દાશરાયની તળાઈ રહેલી કટોકટી અને જહાજધા પક્ષની અપ્તરંગી નીતિરીતિ જોતાં એમ વિચારાયું હોય કે બધા જ પ્રતિભાશાળી ઋષિઓ એકસાથે રહે તે કદાચ વિનાશ આવે તે કઈ જ ન બચે. એના કરતાં જદ જદા પ્રદેશમાં તેજસ્વી ઋષિઓને મોકલ્યા હોય તે સર્વનાશ થતો અટકે. આમ સુદૂર જઈ વસેલા ગોતમવંશી મહર્ષિએમાં દીર્ધતમસૂની અને ગોતમ રહગણની આખ્યાયિકાઓ તે પ્રસિદ્ધ છે. ગોતમવંશી ઋષિઓ પુરુ રાજવંશના કાયમી પુરોહિતેા હતા અને ઇક્વાકકળ માટે જેમ સુમંત્રને, એમ પુરવંશ માટે વામદેવને અત્યંત આત્મીયતા હતી એવી સ્પષ્ટ છા૫ ઋદમાં મળે છે.
, ૪
૫
૬
૧૦ *
વા,
For Private and Personal Use Only