________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
“ઐતરેય-આરણયકમાં નેદિક “મહાવત' વિધિના આદર્ભ, વરૂપ અને મહત્વ ૧૯
મહાવ્રતનાં ય સવનેનાં બધાં શસ્ત્રોનું પૂરું વર્ણન એતરેય-આરણ્યકના પ્રથમ આરણ્યકમ આપવામાં આવ્યું છે. આ વર્ણન રૂપકાત્મક હોવાથી અત્યંત અર્થભરપૂર છે એમાં સંદેહ નથી. આ જ પ્રથમ આરણ્યકનું, દાર્શનિક દષ્ટિથી, દ્વિતીય આરણ્યકમાં અનુસંધાન છે. આ દ્વિતીય આરણ્યકમાં “મહદકથ' અથવા મહાવ્રતના મહત્ત્વપૂર્ણ “નિકેવલ્ય ' શસ્ત્રના આધ્યાત્મિક સ્વરૂપને પરિચય મળે છે. આ નિર્કેવલ્ય’ શસ્ત્રના વિશિષ્ટ શાસ્ત્રીય સ્વરૂપનું પાંચમાં આરણ્યકમાં, સુત્રશૈલીમાં, વર્ણન થયેલું છે. આ “નિકવલ્ય’ શસ્ત્ર મહાવ્રતના મધ્યદિવસીય (માર્યાદિન) હોમનું મહાન શસ્ત્ર છે અને એ શર્માની વિસ્તૃત ચર્ચાથી સભર હોવાને લીધે પંચમારણ્યક પ્રથમારણ્યકની સારી રીતે પૂર્તિ કરે છે.
ભારતીય સંસ્કૃતિના બહુ પ્રાચીન સમયથી જ “મહાવ્રત' એક સાંસ્કૃતિક ઉત્સવના રૂપમાં પ્રચલિત તેમજ લોકપ્રિય હશે એમાં શંકા નથી કૃષ્ણયજુર્વેદની તત્તિરીય સંહિતા તેમજ કાઠકસંહિતામાં મહાવ્રતને ઉલેખ તથા પ્રારંભિક વર્ણન મળે છે. બ્રાહ્મણયુગમાં “મહાવ્રત નું કડક પરિવર્તિત કે પરિવર્ધિત સ્વરૂપ જોવા મળે છે. તૈત્તિરીય બ્રાહ્મણ (૧.૨.૬.૧)માં ' મહાવ્રત'ના ત્રણ વિભિન્ન અર્થ આપ્યા છે જેને ઉલેખ સાયણાચાર્ય, ઐતરેય-આરણ્યકના ભાષ્ય (એ. એ. ૧.૧.૧, સા. ભા. )માં કરે છે. અહીં મહાવ્રત ને એક અર્થ ‘મહાન વ્રત ” પણ આપે છે. જેને છાંદોગ્ય–પરંપરામાં પણ નિર્દેશ છે. સંભવતઃ આ જ મહાવ્રતનું પ્રાચીન, લોકપ્રિય સ્વરૂપ હતું જેમાં સ્ત્રોમાં પણ ભાગ લેતી હતી અને બહુજનસમાજના સર્વે વર્ગોની ઉત્સવમાલીઓ એ ઉત્સવમાં પ્રતિબિંબિત થતી હતી. આ મહાવ્રત વરસમાં એક દિવસ, ઈન્દ્ર દ્વારા વૃત્રવધ'ના મહાન પ્રસંગની સ્મૃતિમાં, જનસામાન્યને માટે મહાન ઉત્સવના રૂપમાં સુપ્રચલિત હશે. લગભગ બધા જ વિદ્વાનોએ મહાવ્રતના મહોત્સવરૂપ તરફ સંકેત કર્યો છે.
તાડવમહાબ્રાહ્મમાં મહાવ્રતને અન્ન કહીને એને પ્રજાપતિ સાથે સંબંધ દર્શાવે છે. શાંખાયન આરણ્યકમાં પણ
* પ્રજ્ઞાતિય સં વરસ : | તસ્વૈષ આરમાં
માત્રતY I'
એ પ્રારંભિક શબ્દ વડે પ્રજાપતિને વર્ષ (સંવત્સર ) કહીને, મહાવ્રતને પ્રજાપતિનું શરીર ( આત્મા ) કહ્યું છે. આગળ જતાં મહાવ્રતને ઈન્દ્રનું શરીર પણ કહ્યું છે. જો કે અહીં મહાવ્રતને અર્થ મહાવ્રતને મંત્રસમૂહ (શત્ર) છે. આમ છતાં, મહાવ્રત કર્મને સંવત્સર, પ્રજાપતિ તેમ જ ઈદ્ર સાથે જે મૌલિક સંબંધ છે તેને અહીં જરૂર નિર્દેશ છે. તાંડયમહાબાહ્મણમાં સ્તોત્રનું પક્ષીરૂપ છે. ઐતરેય-આરણ્યકમાં તેત્રના પક્ષીરૂપનું, અવયવો સહિત, થઇ જ વિસ્તૃત નિરૂપણ છે અને “મહાવ્રત ”ના “ઍખ ”-વિધિનું પણ ઘણા વિસ્તારપૂર્વક વર્ણન છે. આ વર્ણન અતરેય-આરણ્યકના વિશિષ્ટ સાંસ્કૃતિક અંશો છે જે “મહાવ્રત ”ના પ્રતીકાત્મક સ્વરૂપના દ્યોતક છે આ બધા અંશોનું યથાસંભવ રૂપષ્ટીકરણ આ લખનારે એતરેય-આરણ્યકની સ્વરચિત હિન્દી આવૃત્તિનાં ટિપ્પણમાં સમાવિષ્ટ કર્યું છે.
For Private and Personal Use Only