Book Title: Sursundari Charitra Part 01
Author(s): Ajitsagarsuri
Publisher: Mahudi Swetambar Murtipujak Trust

View full book text
Previous | Next

Page 9
________________ છીએ, તે અમારા માટે અવર્ણનીય ગૌરવને અદ્વિતીય અવસર છે. પૂજ્યપાદ યોગનિષ્ટ આચાર્ય ભગવંત શ્રીમદ્ બુદ્ધિસાગર સૂરીશ્વરજી મ. સા.ના પટ્ટધર પ. પૂપ્રશાન્ત મૂર્તિ આચાર્ય ભગવંત શ્રીમદ્દ કીર્તિસાગર સૂરીશ્વરજી મ. સા. ના પટ્ટધર મહાન શાસન પ્રભાવક આચાર્ય ભગવંત શ્રી સુબોધસાગર સૂરીશ્વરજી મ. સાહેબે અમને પૂજ્યપાદ પરમ ઉપકારી આચાર્ય ભગવન્ત શ્રીમદ્દ અજિતસાગર સૂરીશ્વરજી મ. સા. નું સાહિત્ય પ્રકાશીત કરવા માટે સહુદય પ્રેરણા આપીને અમોને ઉત્સાહિત કર્યા છે, તે માટે અમે તેઓ પૂજ્યપાદશીના અત્યંત ઋણિ છીએ. આ પ્રકાશનની સાથે સાથે જ અજિતસેન–શીલવતીચરિત્ર (સંસ્કૃત-પ્રત)નું પ્રકાશન કાર્ય ચાલુ છે, તેમજ આ સર્વ પ્રકાશન કાર્યનું સફળ સંચાલન કરવાની તમામ જવાબદારી પૂજ્ય પાદ્દ પ્રશાન્તભૂતિ આચાર્ય ભગવંત શ્રીમદ્દ મને હરકીર્તિ સાગરસૂરીશ્વરજી મ. શ્રીએ સંભાળીને અમારા કાર્યને સફળ બનાવી અમને ઉપકૃત કર્યા છે, તે માટે અમો તેઓ પૂજ્યપાદશ્રીને જેટલો પણ આભાર માનીએ તેટલે અલ્પ જ છે. પ્રસ્તુત ગ્રન્થના પ્રકાશન કાર્યમાં પ્રેસના માલિક શ્રીયુત જયંતિલાલ મ. શાહને અમે આ તકે આભાર માનીએ છીએ. અને આ ગ્રન્થનું વાંચન, મનન અને વારંવાર પુનઃ પુનઃ પરિશીલન કરી ગ્રન્થસ્થ ભાવેને હૃદયસ્થ કરી પરમાત્મ ભાવની પ્રાપ્તિ અર્થે આત્મભાવે સ્થિર બનીએ એ જ ભાભિલાષા.

Loading...

Page Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 ... 450