________________
સુરતનાં જિનાલયો
સં. ૧૯૦૩નો લેખ છે જે નીચે મુજબ છે :
‘સં. ૧૯૦૩ વર્ષે શાકે ૧૭૬૮ પ્રવર્તમાને માધ માસે શુક્લ પક્ષે ૫ ભૃગુવાસરે શ્રી મહમઇ બિંદર વાસ્તવ્ય ઓસવાલ જ્ઞાતિય વૃદ્ધશાખાયું નાહડગોત્રે સા મોતીચંદ તસ્ય ભાર્યા દીવાલીબાઈ તપુત્ર સા ખેમચંદ શ્રી પાર્શ્વનાથ જિનબિંબ કારાપિત શ્રી બૃહત ખરતરગચ્છે શ્રી જિનમહિન્દ્રસૂરિ રાજ્યે । ભટ્ટારક શ્રી શાંતિસાગરસૂરીશ્વર પ્રતિષ્ઠિતા ।'
કુલ અગિયાર આરસપ્રતિમા છે જે દરેક પ૨ સં. ૧૯૦૩માં મહા સુદ ૫ને ગુરુવારે ઓસવાલ જ્ઞાતિના નાહડ ગોત્રના શા મોતીચંદના ધર્મપત્ની દીવાલીબાઈના પુત્રે શ્રી શાંતિસાગરસૂરિની નિશ્રામાં પ્રતિષ્ઠા કરાવ્યાનો લેખ છે. કુલ આઠ ધાતુપ્રતિમા છે. ડાબા ગભારે શ્રી શાંતિનાથ તથા જમણા ગભારે શ્રી મુનિસુવ્રતસ્વામી છે.
૮૩
રંગમંડપમાં જમણી બાજુ નાના સાંકડા પગથિયાં ઊતરી નીચે ભોંયરામાં જવાય છે. ભોંયરામાં નાનો રંગમંડપ છે. ૨૯” ઊંચી મૂળનાયક શ્રી શાંતિનાથની પ્રતિમા પ૨ સં. ૧૯૦૩નો લેખ છે જે નીચે પ્રમાણે છે :
‘સં. ૧૯૦૩ વર્ષે શાકે ૧૭૬૮ પ્રવર્તમાને માઘ માસે શુક્લ પક્ષે ૫ ભૃગુવાસરે શ્રી મહમઇ બિંદ૨ વાસ્તવ્ય શ્રી અશવાલ જ્ઞાતી વૃદ્ધશાખાયાં નાહડગોત્રે શાહા સાકરચંદ તત્પુત્ર શા અમીચંદ તદ્કાર્યા બાઈ સુપ તસ્યપુત્ર શા. મોતીચંદ તસ્યભાર્યા દીવાળીબેન ..........'
કુલ પાંચ આરસપ્રતિમા તથા છવ્વીસ ધાતુપ્રતિમા છે.
ઉપરના માળે શિખરમાં ૨૧” ઊંચી મૂળનાયક મહાવીરસ્વામીની એક આરસપ્રતિમા છે. ઐતિહાસિક સંદર્ભ
સં. ૧૯૬૩માં જૈન શ્વેતાંબર ડિરેક્ટરીમાં આ જિનાલયનો ઉલ્લેખ શિખરબંધી જિનાલય તરીકે થયેલો છે. સં. ૧૯૦૬માં લક્ષ્મીબાઈએ જિનાલય બંધાવ્યાની નોંધ છે. કુલ તેવીસ આરસપ્રતિમા તથા ઓગણત્રીસ ધાતુપ્રતિમા હતી. જિનાલયની સ્થિતિ સારી હતી.
સં. ૧૯૬૮માં તીર્થગાઇડ(ભાગ-૧)માં સુરતનાં જિનાલયોની યાદીમાં આ જિનાલયનો ઉલ્લેખ ડાહ્યાભાઈ વકીલના ખાંચા વિસ્તારમાં થયેલો છે.
સં. ૧૯૮૪માં સુરતની જૈન ડિરેક્ટરીમાં આ જિનાલયનો ઉલ્લેખ થયો નથી.
સં. ૧૯૮૯માં સુરત ચૈત્યપરિપાટીમાં આ જિનાલય વિશે નીચે મુજબની નોંધ છે :
‘જિનાલયના જીર્ણોદ્ધારની ખાસ જરૂર છે. આ જિનાલયના નિભાવ તેમજ તેની તમામ આવશ્યકતાનો આધાર મુંબઈના શ્રી આદેશ્વરના દેરાસર પર છે. વહીવટદાર મોતીચંદ વસ્તાચંદ
છે.'
લક્ષ્મી ડોશીએ આ જિનાલય બંધાવ્યાની નોંધ સં૰ ૧૯૯૬માં સૂર્યપુરનો સુવર્ણયુગમાં
થયેલ છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org