________________
સુરતનાં જિનાલયો
૨૦૫
જિનાલયની વર્ષગાંઠ જેઠ સુદ છઠના દિવસે ઊજવાય છે અને ધજાનો ચડાવો બોલાય છે. સ્થિતિ મધ્યમ છે. વહીવટ શ્રી મુનિસુવ્રતસ્વામી જૈન પેઢીના ટ્રસ્ટીઓ શ્રી નાનચંદ ઝવેરચંદ શાહ, શ્રી રમેશચંદ્ર દેવચંદ શાહ તથા શ્રી બાબુલાલ હીરાચંદ શાહ હસ્તક છે.
જિનાલયની પ્રતિષ્ઠા સં. ૨૦૨૫માં થયેલ છે.
ગામ - સાયણ, તાલુકો - ઓલપાડ
૩. શ્રી કુંથુનાથ (સં. ૨૦૪૧) – શ્રી નમિનાથ (સં. ૧૯૫૭)
ઓલપાડ તાલુકા મથકથી ૧૭ કિ. મી.ના અંતરે સાયણ ગામ આવેલું છે. અહીં રેલવે સ્ટેશન છે. અહીં હાલ ૨૦ જૈન કુટુંબો છે. છેલ્લાં ૫૦ વર્ષમાં ત્રણ વ્યક્તિઓએ દીક્ષા લીધી છે. ગામમાં બ્રાહ્મણ ફળિયામાં, પંચાયતઘરની બાજુમાં શ્રી કુંથુનાથ - શ્રી નમિનાથનું માળનું, ભોંયરાયુક્ત, શિખરબંધી સંયુક્ત જિનાલય આવેલું છે. જિનાલય પૂર્વાભિમુખ છે. ફળિયામાં જ ઉપર-નીચે બે માળનો શ્રાવક-શ્રાવિકાનો ઉપાશ્રય આવેલો છે.
-
જિનાલય ધાંગધ્રાના પથ્થરનું બનેલું છે. ડાબી બાજુ પદ્માવતીદેવીની દેવકુલિકા તથા જમણી બાજુ માણિભદ્રવીરની દેવકુલિકા છે. ત્રણ પ્રવેશદ્વાર છે. રંગમંડપમાં સ્થંભો પર વિવિધ · મુદ્રામાં નારીશિલ્પો છે. આ શ્રી નેમિસૂરિ મ૰ સા, યક્ષિણી, ગૌતમસ્વામી અને ગંધર્વયક્ષની આરસમૂર્તિઓના ગોખ છે. ગૌતમસ્વામીની મૂર્તિ પર સં. ૧૯૪૩નો લેખ છે.
ત્રણ ગર્ભદ્વાર છે. મૂળનાયક શ્રી કુંથુનાથની ૨૫' ઊંચી પ્રતિમા પર સં. ૨૦૪૨નો લેખ છે. કુલ સાત આરસપ્રતિમા તથા ચૌદ ધાતુપ્રતિમા છે. જમણે ગભારે શ્રી સુમતિનાથ તથા ડાબે ગભારે શ્રી અમીઝરા પાર્શ્વનાથ છે. મૂર્તિલેખ છે.
ભોંયરામાં દીવાલો પર પાવાપુરી, નવપદજી, શત્રુંજય, સમેતશિખર તથા ગિરનાર જેવા પટ છે. અહીં પ્રતિમા નથી.
ઉપર શિખરમાં શ્રી નમિનાથની ૧૫' ઊંચી પ્રતિમા સહિત કુલ ત્રણ આરસપ્રતિમા છે. નમિનાથની પ્રતિમા પર લેખ નથી.
સ્થાનિક માહિતી પ્રમાણે અહીં ૮૦ વર્ષ પૂર્વે ઘરદેરાસર હતું. સં. ૨૦૪૨માં ફાગણ સુદ બીજના દિને આ શ્રી ચંદ્રોદયસૂરિ મ૰ સા તથા આ શ્રી અશોકચંદ્રસૂરિની નિશ્રામાં પુનઃ પ્રતિષ્ઠા કરવામાં આવી.
ઐતિહાસિક સંદર્ભ
સં ૨૦૧૦માં જૈન તીર્થ સર્વસંગ્રહમાં સાયણ ગામના બ્રાહ્મણફળિયામાં નમિનાથના ધાબાબંધી જિનાલયનો ઉલ્લેખ છે. તે સમયે કુલ ત્રણ આરસપ્રતિમા, અગિયાર ધાતુપ્રતિમા તથા
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org